________________
૪૦૦
दर्शनशुद्धिप्रकरणम् - सम्यक्त्वप्रकरणम्
जीवम वह म अलि जंपहु म अप्पं अप्पहु कंदप्पहु ।
नरहु म हरहु म करहु परिग्गहु एहु मग्गु सग्गहु अपवग्गहु । । १०९ । । या जिणि रई वसु जत्तो य सामाइयपोस दाणं सुपत्ते सवणं सुतित्थे सुसाहुसेवा सिवलोयमग्गो । । । ११० । ।
।
કોઈપણ જીવનો વધ ન કરવો, અસત્ય વચન ન બોલવું, આત્માને કામને અર્પણ નહિ કરવો, અન્યની નહિ આપેલી વસ્તુ ગ્રહણ ન કરવી અને પરિગ્રહ ન રાખવો, આ માર્ગ સ્વર્ગ અને અપવર્ગ (મોક્ષ)નો છે. ૧૦૯
“શ્રી જિનેશ્વ૨દેવની પૂજા કરવી, વ્રત વગેરે અનુષ્ઠાનમાં અનુરાગ ક૨વો, સામાયિક અને પૌષધમાં પ્રયત્ન કરવો, સુપાત્રમાં આહાર આદિનું દાન કરવું, સુગુરુ પાસે ધર્મદેશનાનું શ્રવણ ક૨વું અને સુસાધુની સેવા ક૨વી” આ સર્વ અનુષ્ઠાનો મોક્ષનગરના માર્ગ રૂપ છે. ૧૧૦
रागोरगगरलभरो तरलइ चित्तं तवेइ दोसग्गी ।
कुण कुमग्गपवित्तिं महामईणं पि हा मोहो ! । ।१११ । ।
આંતર શત્રુની વિષમતા :
રાગરૂપી સાપનું ઉત્કટ વિષ મહાબુદ્ધિશાળી મનને પણ આકુળવ્યાકુળ બનાવે છે, દ્વેષરૂપી અગ્નિ પંડિત પુરુષોના ચિત્તને પણ તપાવે છે અને મોહરૂપી મહાશત્રુ મહામતિવાળા પુરુષોને પણ કુમાર્ગમાં પ્રવૃત્તિ કરાવે છે. ૧૧૧
अन्नाणंधा मिच्छत्तमोहिया कुग्गहुग्गगहगहिया ।
मग्गं न नियंति न सद्दहंति चिट्ठति न य उचियं । । ११२ । ।
અજ્ઞાનથી અંધ બનેલા, મિથ્યાત્વના ઉદયથી ભ્રમિત થયેલા તથા કદાગ્રહના પ્રચંડ ગ્રહથી ગ્રસ્ત થયેલા જીવો સ્વયં સન્માર્ગને જોતા નથી, બીજાએ બતાવેલા સન્માર્ગની શ્રદ્ધા કરતા નથી અને ઉચિત પ્રવૃત્તિને આચરતા નથી. ૧૧૨
या तं सुदिनं सा सुतिही तं भवे सुनक्खत्तं । मि सुगुरुपरतंत चरणभरघुरं धरिस्समहं । । ११३ ।।
શ્રાવકની ભાવના :
ખરેખર આ રાગાદિ શત્રુઓ ભયંકર છે, આત્મા ઉપર વારંવાર આક્રમણ કરે છે અને આત્માને સ્વરૂપથી ભ્રષ્ટ કરે છે માટે ક્યારે તેવો શુભ દિવસ આપશે ? ક્યારે નંદા આદિ શુભતિથિ અને પુષ્ય આદિ શુભ નક્ષત્ર આવશે ? કે જે શુભ દિવસ-તિથિ અને નક્ષત્રમાં, હું સદ્ગુરુને પૂર્ણ સમર્પિત થઈને ચારિત્રના ભારની ધુરાને ધારણ કરીશ ! ૧૧૩