________________
३८६
दर्शनशुद्धिप्रकरणम् - सम्यक्त्वप्रकरणम
છે, વિધિનું બહુમાન કરનારાઓને પણ ધન્ય છે અને વિધિમાર્ગને દૂષિત નહિ કરનારાઓને પણ ધન્ય છે. ૨૮
• इय आगमविहिपुव्वं भत्तिभरुल्लसियबहलरोमंचा।
तं भुवणवंदणिज्जं वंदह परमाए भत्तीए ।।२९।। તેથી કરીને આગમમાં દર્શાવેલી વિધિપૂર્વક ભક્તિભાવથી ઉલ્લસિત રોમાંચયુક્ત બનીને ત્રણે ભુવનમાં વંદનીય એવા શ્રી અરિહંતદેવને પરમ શ્રેષ્ઠ ભક્તિથી વંદન કરો ! ૨૯
पंचविहाभिगमेणं पयाहिणतिगेण पूयपुव्वं च ।
पणिहाणमुद्दसहिया विहिजुत्ता वंदणा होइ ।।३०।। વંદનવિધિ :
પાંચ અભિગમ, પૂજાત્રિક, પ્રદક્ષિણાત્રિક, પ્રણિધાનત્રિક અને મુદ્રાત્રિક વડે વિધિપૂર્વક ચૈત્યવંદના થાય છે. ૩૦
दव्वाण सचित्ताणं विउसरणमचित्तदव्वमणुसग्गो । मणएगत्तीकरणं अंजलिबंधो य दिट्ठिपहे ।।३१।। तह एगसाडएणं उत्तरसंगेण जिणहरपवेसो ।
पंचविहोऽभिगमो इय अहवा वि य अनहा एस ।।३२।। પાંચ અભિગમ :
૧-જિનમંદિરમાં પ્રવેશ કરતાં પહેલાં પૂજાનાં ઉપકરણ સિવાય સચિત્ત વસ્તુઓનો ત્યાગ કરવો, ૨-દેહ ઉપર પહેરેલા દાગીના વગેરે અચિત્ત દ્રવ્યોને ધારણ કરવા, ૩-મનની એકાગ્રતા રાખવી, ૪-શ્રી જિનેશ્વરદેવનું દર્શન થતાં જ તેમને હાથ જોડવા, પ-સાંધ્યા વગરનો ખેસ ધારણ કરી જિનમંદિરમાં પ્રવેશ કરવો આ પાંચ અભિગમ સામાન્ય ઋદ્ધિવાળા માણસો માટે છે અને વિશેષ ઋદ્ધિ સમ્પન્ન પુરુષોને માટે પાંચ અભિગમ આ મુજબ છે. ૩૧-૩૨
अवहट्ट रायककुहाइं पंच वररायककुहरूवाइं ।
खग्गं छत्तोवाणह मउडं तह चामराओ य ।।३३।। પ્રબળ રાગાદિને સૂચવનારા રાજચિહ્નોનો ત્યાગ કરીને શ્રી જિનમંદિરમાં પ્રવેશ કરવો જોઈએ. તે રાજચિહ્નો આ પ્રમાણે છે ૧-તલવાર, ૨-છત્ર, ૩-મોજડી, ૪-મુકુટ અને પ-ચામર. ૩૩
तिनि निसीहि य तित्रि य पयाहिणा तिनि चेव य पणामा । तिविहा पूया य तहा अवत्थतियभावणं चेव ।।३४।।