________________
प्रथमं परिशिष्टम्
अहिगारिणा विहीए कारवियं जं न साहुनिस्साए । तमनिस्सकडं अट्ठावइव्व सेसं तु निस्सकडं ।। २३ ।।
પૂર્વોક્ત ગુણવાળા અધિકારી ગૃહસ્થે તે જિનમંદિર સાધુ ભગવંતની નિશ્રામાં ન કરાવ્યું હોય તો તે અષ્ટાપદની જેમ અનિશ્રાકૃત જિનમંદિર કહેવાય અને (જે સાધુની નિશ્રામાં કરાવેલું) હોય તો તે નિશ્રાકૃત જિનમંદિર કહેવાય. ૨૩
कुसुमक्खयधूवेहिं दीवयवासेहिं सुंदरफलेहिं ।
पूया घयसलिलेहिं अट्ठविहा तस्स कायव्वा ।।२४।।
३८५
શ્રી જિનબિંબની ૧-પુષ્પપૂજા, ૨-અક્ષતપૂજા, ૩-ધૂપપૂજા, ૪-દીપપૂજા, ૫-વાસપૂજા, ૬-ફળપૂજા, ૭-નૈવેદ્યપૂજા અને ૮-જલપૂજા આ પ્રમાણે અષ્ટપ્રકારી પૂજા કરવી જોઈએ. ૨૪
करिया केई अन्ने सयकारियाए तं बिंति ।
विहिकारियाए अन्ने पडिमाए पूयणविहाणं ।। २५ ।।
કેટલાક કહે છે કે – ‘માતા, પિતા વિગેરે ગુરુજનોએ ભરાવેલી પ્રતિમાની પૂજા કરવી', કેટલાક કહે છે કે, ‘પોતે ભરાવેલી પ્રતિમાની પૂજા કરવી જોઈએ અને અન્ય વળી કહે છે કે, ‘વિધિપૂર્વક ભરાવેલી પ્રતિમાની પૂજા કરવી જોઈએ.' પરંતુ ખરી વાત તો એ છે કે ‘પ્રત્યેક જિનપ્રતિમાની સરખા ભાવથી પૂજા કરવી જોઈએ, કારણ કે પ્રત્યેકમાં અરિહંતપણાની સ્થાપના સમાન છે.' ૨૫
भणि विहिणा गिहिणा निव्वाणमिच्छमाणेण । लोगुत्तमाण पूया निचं चिय होइ कायव्वा ।।२६।।
મોક્ષપદના અભિલાષી શ્રાવક ગૃહસ્થે સદા માટે લોકોત્તમ એવા શ્રી તીર્થંકરદેવની પૂજા સૂત્રમાં દર્શાવેલ વિધિપૂર્વક કરવી જોઈએ. ૨૬
आसन्न सिद्धियाणं विहिपरिणामो उ होइ सयकालं ।
विहिचाउ अविभित्ती अभव्वजियदूरभव्वाणं ।।२७।।
વિધિનું મહત્વ :
આસત્ર સિદ્ધિક=નજીકના કાળમાં મોક્ષે જનારા આત્માને જ સદાને માટે સર્વ ધર્મ ક્રિયાઓમાં વિધિનું પાલન ક૨વાનો પરિણામ હોય છે અને વિધિનો ત્યાગ તથા અવિધિનું સેવન કરવાનું મન અભવ્ય અને દુર્ભવ્ય જીવોને હોય છે. ૨૭
त्राणं विहिजोगो विहिपक्खाराहगा सया धन्ना ।
faraहुमणी धन्ना विहिपक्ख अदूसगा धन्ना ।। २८ ।।
ધન્ય પુરુષોને જ વિધિનો યોગ પ્રાપ્ત થાય છે, સદાકાળ વિધિમાર્ગનું પાલન કરનારાઓ પણ ધન્ય