SearchBrowseAboutContactDonate
Page Preview
Page 432
Loading...
Download File
Download File
Page Text
________________ प्रथमं परिशिष्टम् तिदिसिनिरिक्खणविरई तिविहं भूमीपमज्जणं चेव । वनाइतियं मुद्दातियं च तिविहं च पणिहाणं ।। ३५ ।। દશત્રિકનું નિરૂપણ : ३८७ જિનમંદિરના મુખ્ય દ્વારમાં પ્રવેશતાં, જિનમંદિરના ગર્ભગૃહમાં પ્રવેશતાં અને ચૈત્યવંદનના પ્રારંભમાં એમ ત્રણ વાર નિસીહિ બોલવી તેને નિસીહિત્રિક કહેવાય. પ્રભુ પ્રતિમાને દક્ષિણ હાથથી ત્રણ પ્રદક્ષિણા આપવી તે પ્રદક્ષિણાત્રિક કહેવાય. ભૂમિને મસ્તકનો સ્પર્શ કરવા સ્વરૂપ ત્રણવાર અરિહંતદેવને નમન કરવું તે પ્રણામત્રિક છે. અંગપૂજા, અગ્રપૂજા અને સ્તુતિપૂજા (ભાવપૂજા) આ પ્રમાણે ત્રણ પ્રકારની પૂજા ક૨વી. તે પૂજાત્રિક છે. પિંડસ્થ, પદસ્થ અને રૂપાતીત એ રીતે શ્રી જિનેશ્વ૨દેવની ત્રણ અવસ્થાની ભાવના ક૨વી તે અવસ્થાત્રિક છે. પૂજા કરતી વખતે ઉર્ધ્વદિશા, અધોદિશા અને તિર્કી દિશામાં ન જોવું અને માત્ર જિનબિંબની સામે જ જોવું તે ત્રિદિશિ નિરીક્ષણવિરતી છે. જે સ્થાનમાં દર્શન કે ચૈત્યવંદન ક૨વાનું હોય, તે ભૂમિને રજોહરણ કે ચ૨વલાદિ વડે ત્રણવાર પુંજવી, તેને પ્રમાર્જનાત્રિક કહેવાય. વર્ણ, અર્થ અને આલંબન તે વર્ણત્રિક છે. મુક્તાસુક્તિ મુદ્રા, યોગમુદ્રા અને જિનમુદ્રા ચૈત્યવંદનમાં આ ત્રણે મુદ્રાનું પાલન કરવું જોઈએ તે મુદ્રાત્રિક છે. ચૈત્યવંદનમાં મન, વચન અને કાયાની એકાગ્રતા રાખવી. ૩૪, ૩૫ इय दहतियसंजुत्तं वंदणयं जो जिणाण तिक्कालं । कुणइ नरो उवउत्तो सो पावइ सासयं ठाणं ।। ३६ ।। આ પ્રમાણે દશત્રિકનું વિધિ સહિત પાલન ક૨વામાં ઉપયોગવાળો બનેલો જે પુરુષ ત્રિકાળ ચૈત્યવંદન કરે છે, તે શાશ્વત પદને પામે છે. ૩૬ पुप्फाऽऽमिसथुइभेया तिविहा पूया अवत्थतिययं तु । होइ छउमत्थकेवलिसिद्धत्तं भुवणनाहस्स ।। ३७।। वनाइतियं तु पुणो वनत्थालंबणस्सरूवं तु । मणवयणकायजणियं तिविहं पणिहाणमवि होइ ।। ३८ ।। मुद्दातियं तु इत्थं विज्ञेयं होइ जोगमुद्दाई । हरिभद्दसूरिविरइयगंथम्मि इमं जओ भणियं । । ३९ ।।
SR No.023423
Book TitleDarshanshuddhi Prakaranam Aparnam Samyaktva Prakaranam
Original Sutra AuthorN/A
AuthorVijaykirtiyashsuri
PublisherSanmarg Prakashan
Publication Year2013
Total Pages512
LanguageSanskrit, Hindi
ClassificationBook_Devnagari
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy