SearchBrowseAboutContactDonate
Page Preview
Page 156
Loading...
Download File
Download File
Page Text
________________ 8 क्रियायां विकल्पयामलाक्षेपः 88 અધ્યાત્મોપનિષત્પ્રકરણ लोकोत्तरयुक्तिसङ्गतम् । न हि कल्पातीतस्य आत्मानुशासनत्राणकारणीभूतशास्त्रदर्शितविधि-निषेधानुसारिप्रवृत्तिप्राप्यशक्तितः प्रबलया शक्त्या शास्त्रातिक्रान्तगोचरस्य ज्ञानिनः सिद्धज्ञानयोगस्य क्वचित् कुत्रचित् कदाचित् काचित् अपि मर्यादा नियन्त्रितता अस्ति । किञ्च किञ्चिदपि तस्य कर्तव्यमपि नास्ति । तदुक्तं जाबालदर्शनोपनिषदि ज्ञानामृतेन तृप्तस्य कृतकृत्यस्य योगिनः । न चास्ति किञ्चित्कર્તવ્યમસ્તિ ચૈન્ન તત્ત્વવિદ્ || ← (૬/૨૩) ૫૩/૧/ किञ्च ज्ञानिनः क्रिया किमकिञ्चित्करत्वादुपादेया किञ्चित्करत्वाद्वा ? इति विमलविकल्पयुगलमत्रोपतिष्ठते । नाsद्योऽनवद्यः, अकिञ्चित्करोपादाने ज्ञानित्वहाने: । नाऽपि द्वितीयो युक्तः, यतस्तत्राऽपि विकल्पयामलमुपतिष्ठते यदुत ज्ञानिक्रियायाः किं भावजनकत्वमन्यजनकत्वं वा ? द्वितीयस्तु न सङ्गच्छते, अनिर्वचनात् । प्रथमपक्षेऽपि विकल्पयुगल्यव्याहतप्रसरा प्रसरीसरिति यदुत क्रियाकारक - ज्ञानिनः पार्श्वे भावोऽस्ति न वा ? अस्ति चेत्, अकिञ्चित्कर्येव क्रिया प्राप्ता, भावस्य सिद्धत्वात् । न हि पिष्टपेषणं जातजननं वा भवति । नास्ति चेत् ? सृतं क्रियया । न हि भावविरहे सहस्रशोऽपि क्रियाकरणे मुक्तिस्सम्भवति, अन्यथा = - = = – ૨૮૨ નથી. ખરેખર, આત્માનું અનુશાસન અને રક્ષણ કરવામાં કારણ બને તેવા શાસ્ત્રો દ્વારા પ્રદર્શિત વિધિ કે નિષેધને અનુસરતી પ્રવૃત્તિ દ્વારા જે શક્તિ પ્રાપ્ત થાય છે તેના કરતાં પ્રબળ શક્તિ દ્વારા શાસ્રદર્શિત મોક્ષમાર્ગને ઓળંગી ગયેલ એવા જ્ઞાનયોગસિદ્ધ મહર્ષિને ક્યાંય પણ, ક્યારેય પણ, કોઈ પણ પ્રકારની મર્યાદા = નિયંત્રણ, બંધન, અંકુશ ન હોય. કરોડપતિ માણસ પોતાની બુદ્ધિ, સંપત્તિ, આવડત, દુકાન, માલ-સામાન વગેરે દ્વારા નવું ધન ઉપાર્જન કરવામાં પરાયણ હોય ત્યારે વધુ ધન કમાવાની મોટી યોજનાને સાકાર કરવા માટે તેને કોઈ માણસ પાસેથી સો-બસો રૂપીયા મેળવવાની આવશ્યકતા રહેતી નથી. વળી, તેવા યોગસિદ્ધ પુરૂષને કોઈ કર્તવ્ય પણ બાકી હોતું નથી. જાબાલદર્શન ઉપનિષમાં પણ જણાવેલ છે કે > જ્ઞાનામૃતથી તૃપ્ત થયેલ કૃતકૃત્ય એવા યોગીને કશું પણ કર્તવ્ય બાકી રહેતું નથી. જો તેને કોઈ કર્તવ્ય કરવાનું બાકી હોય તો તે પરમાર્થથી તત્ત્વવેત્તા જ નથી. – (૩/૯). > વળી, અહીં એક પ્રશ્ન ઉભો થાય છે કે જ્ઞાની પુરૂષ ક્રિયાને શા માટે સ્વીકારે ? શું તેના માટે ક્રિયા કિંચિત્કર કોઈ કાર્યને કરનાર છે કે નથી ? આ પ્રમાણે બે ઉજ્જવળ વિકલ્પ ઉપસ્થિત થાય છે. જે શાસ્ત્રોક્ત ક્રિયા કંઈ પણ કામમાં ન આવતી હોય છતાં પણ તેનો સ્વીકાર જ્ઞાની કરે તો તેમાં જ્ઞાનીપણું રહેશે નહિ. જો તમે એમ કહો કે “જ્ઞાનીની ક્રિયા કંઈક કરે છે.” તો પ્રશ્ન એ થશે કે જ્ઞાનીની ક્રિયા શું ભાવને ઉત્પન કરે છે કે અન્ય કાંઈક ? ‘અન્ય કાંઈક ઉત્પન્ન કરે છે' એવો વિકલ્પ સ્વીકાર્ય નહિ બને. કેમ કે ‘અન્ય કાંઈક’ શબ્દ દ્વારા શું કહેવું છે ? તેનું સ્પષ્ટીકરણ થઈ શકતું નથી. ‘જ્ઞાનીની ક્રિયા ભાવને ઉત્પન્ન કરે છે’-તેવો વિકલ્પ સ્વીકારવામાં આવે તો તેને સ્વીકારવામાં બીજા બે વિકલ્પ ઉપસ્થિત થાય છે. તે આ પ્રમાણે ઃ ક્રિયા કરનાર જ્ઞાની પાસે ભાવ છે કે નહિ ? ‘જો ક્રિયા કરનાર જ્ઞાની પાસે ભાવ છે'-આવું સ્વીકારવામાં આવે તો જ્ઞાનીની ક્રિયા અકિંચિત્કર જ બનશે, કારણ કે જ્ઞાની પાસે ભાવ ઉત્પન્ન થયેલ જ છે. ઉત્પન્ન કરેલાને ફરીથી ઉત્પન્ન કરવાનું હોતું નથી. ખરેખર, પીસેલા ઘઉંના આટાને ફરી પીસવાનો ન હોય. જો જ્ઞાની પાસે ભાવ ન હોય તો ક્રિયાથી સર્યું, કારણ કે ભાવ વિના હજારો વખત ક્રિયા કરવામાં આવે તો પણ મોક્ષ ન સંભવે. બાકી તો ભવાભિનંદી વગેરે જીવોનો તો ક્યારનો ય મોક્ષ થઈ ગયો હોત. આનાથી ફલિત થાય છે કે ક્રિયા કરતાં જ્ઞાન ચઢિયાતું છે. — આવા પૂર્વપક્ષીના આશયને ૧૦મા શ્લોકમાં ગ્રંથકારથી જણાવે છે. :
SR No.023421
Book TitleAdhyatma Upnishad Part 02
Original Sutra AuthorN/A
AuthorYashovijay Gani
PublisherAndheri Gujarati Jain Sangh
Publication Year1998
Total Pages242
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy