SearchBrowseAboutContactDonate
Page Preview
Page 157
Loading...
Download File
Download File
Page Text
________________ ॐ ज्ञानस्य राजयोगत्वम् અધ્યાત્મોપનિષત્પ્રકરણ-૩/૧૦ भवाभिनन्द्यादीनामपवर्गप्राप्तेरित्याशयेन पूर्वपक्षी ज्ञानस्याऽभ्यर्हितत्वमावेदयति → 'भावस्येति । भावस्य सिद्ध्यसिद्धिभ्यां यच्चाकिञ्चित्करी क्रिया । જ્ઞાનમેવ યિામુત્તું, રાખયોસ્તીઘ્યતામ્ ।। ૨૮૩ યન્ન = यस्माद्धि भावस्य सिद्ध्यसिद्धिभ्यां = सद्भावाऽसद्भावाभ्यां क्रिया शास्त्रविहितप्रवृत्तिः क्रमशः अनतिप्रयोजनत्व-फलजननायोग्यत्वाभ्यां अकिञ्चित्करी । तत् = तस्मात्कारणात् क्रियामुक्तं = शास्त्रोक्ताचारशून्यं ज्ञानमेव शुद्धोपयोगलक्षणं आत्मज्ञानमेव राजयोगः राजयोगत्वेन रूपेण ईष्यताम् ; तत्र द्वैताऽभानात् । तदुक्तं शिखासंहितायां राजयोगः स्यात् द्विधाभावविवर्जितः - (५/१७) इति । श्रीबुद्धिसागरसूरिभिरपि आत्मसमाधौ शुद्धात्मनो हि यज्ज्ञानं वैराग्य - शमसंयुतम् । राजयोगः समाधिः સઃ યુદ્ધોપયોગ Śતે ।।← (૬) ત્યેનું રાખયોગ ઉપિિતઃ । અયમેવ ચ ો યોગ:, -> રાખોય सर्वेषां योगानामुत्तमः स्मृतः - (पृ.४३९) इति दत्तात्रेयसंहितावचनात् । हठयोगप्रक्रियाया अप्येतत्पर्यवसानत्वात् । तदुक्तं स्वात्मारामेण हठयोगप्रदीपिकायां केवलं राजयोगाय हठविद्योपदिश्यते <- (१/२) । राजयोगस्यैव मुक्तिदायित्वम् । तदुक्तं योगेश्वरोदये पञ्चदशप्रकारोऽयं राजयोगः શિવપ્રત્ઃ — કૃતિ ઋદ્ધિાર્થ: ॥૩/૨૦ા = પ્રસ્થજાર ઉત્તરપક્ષવૃતિ >> ‘મૈમિ’તિ। શ્લોકાર્થ :- ભાવ હોય તો ક્રિયા અકિંચિત્કર છે, અને ભાવ ન હોય તો પણ ક્રિયા અકિંચિત્કર છે, તે કારણે ક્રિયામુક્ત જ્ઞાનને જ રાજયોગ તરીકે સ્વીકારો. (3/૧૦) ૐ ભાવની સિદ્ધિ-અસિદ્ધિ દ્વારા ક્રિયા નિષ્ફળ પૂર્વપક્ષ ટીકાર્ય :- ભાવ વિદ્યમાન હોય તો શાસ્ત્રવિહિત પ્રવૃત્તિનું કાંઈ ખાસ પ્રયોજન રહેતું નથી, કારણ ક્રિયા દ્વારા જે ભાવ પ્રાપ્ત કરવાનો હતો તે વિદ્યમાન જ છે. દવાની દુકાને જતાં પૂર્વે ઘરે બેઠાં બેઠાં દવા મળી જાય તો દુકાને જવાની આવશ્યકતા રહેતી નથી. જો ક્રિયા કરનાર પાસે ભાવ નહિ હોય તો પણ તે શાસ્ત્રવિહિત પ્રવૃત્તિ અકિંચિત્કર બનશે, કારણ કે ભાવશૂન્ય ક્રિયામાં ફળને ઉત્પન્ન કરવાની યોગ્યતા નથી. તે કારણે શાસ્ત્રોક્ત આચારથી શૂન્ય શુદ્ધ ઉપયોગસ્વરૂપ આત્મજ્ઞાનને જ રાજયોગ તરીકે સ્વીકારો. કેમ કે રાજયોગમાં કોઈ પણ પ્રકારનું ચૈતનું ભાન થતું નથી. ‘અનાદિ અનંત ચૈતન્યનો પિંડ એવો હું અને વિનશ્વર તથા જડ એવા શરીરથી મારે પ્રવૃત્તિ કરવાની !' - આવા પ્રકારનો દ્વૈત ભાવ = આત્મ-અનાત્મભાન જ્ઞાનયોગસ્વરૂપ રાજયોગમાં નથી હોતો. શ્રીબુદ્ધિસાગરસૂરીશ્વરજી મહારાજે પણ રાજયોગનું સ્વરૂપ બતાવતાં આત્મસમાધિ ગ્રન્થમાં જણાવેલ છે કે “વૈરાગ્ય અને પ્રશમભાવથી યુક્ત એવું જે શુદ્ધ આત્માનું જ્ઞાન છે તે જ રાજયોગ સમાધિ છે. તે જ શુદ્ધોપયોગ તરીકે માન્ય છે.” શિખાસંહિતામાં જણાવેલ છે કે —> દ્વૈતભાવ રહિત રાજયોગ હોય. — આ જ રાજયોગ એ શ્રેષ્ઠ યોગ છે, કેમ કે દત્તાત્રયસંહિતામાં જણાવેલ છે કે - > બધા યોગોમાં રાજયોગ ઉત્તમ યોગ છે એવું કહેવાયેલ છે. — હઠયોગની પ્રક્રિયા પણ રાજયોગમાં જ ફલિત થાય છે. હઠયોગપ્રદીપિકામાં સ્વાત્મારામ નામના યોગીએ જણાવેલ છે કે —> કેવલ રાજયોગ માટે હઠવિદ્યા હઠયોગ બતાવવામાં આવે છે. —રાજયોગ જ મોક્ષને આપનાર છે. યોગેશ્વરોદય નામના ગ્રંથમાં જણાવેલ છે કે —> પંદર પ્રકારનો આ રાજયોગ મોક્ષને આપનાર છે. <← આ પ્રમાણે જ્ઞાની માટે શાસ્ર નિયામક ન બને તે માટે પૂર્વપક્ષીએ જોરદાર વિસ્તારપૂર્વક રજુઆત કરી છે. (૩/૧૦) ઉપર પ્રમાણે પૂર્વપક્ષીની રજુઆત બરોબર નથી. તે વાતને જણાવતાં ગ્રંથકારથી ઉત્તરપક્ષ સ્થાપિત કરે છે. -
SR No.023421
Book TitleAdhyatma Upnishad Part 02
Original Sutra AuthorN/A
AuthorYashovijay Gani
PublisherAndheri Gujarati Jain Sangh
Publication Year1998
Total Pages242
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy