________________
અધ્યાત્મોપનિષત્પ્રકરણ ૧/૧૦
8 तत्त्वनिर्णयार्थमध्यात्ममुपायः
श्रवणं, अनुमानपदेन मननं, ध्यानाभ्यासरसपदेन च निदिध्यासनमुक्तम्, ध्याने अभ्यासः पौनःपुन्येनानुष्ठानं, तस्मिन् रसः = आदरः इत्यर्थात् < (યોગસૂત્ર ૨/૪૮ ટીના. પૃ.૨૬) | —> રસ; = श्रुतानुमानप्रज्ञाविलक्षण ऋतंभराख्यो विशेषविषयः <- - (१९ / १० ) इति योगविवेकद्वात्रिंशिकावृत्तौ प्रकृतग्रन्थकार માહ | → પ્રજ્ઞાં बुद्धिं <- (४१२) इति योगबिन्दुवृत्तिकारः ।
परेषामसमाख्येयमभ्यासादेव
I
अध्यात्ममत्र
जायते । मणिरूप्यादिविज्ञानं तद्विदां नानुमानिकम् ॥ <- (१/३५) इत्येवं वाक्यपदीये ब्रुवता भर्तृहरिणाऽपि अतीन्द्रियार्थविनिश्चयाय ध्यानयोगाभ्यासस्याऽऽवश्यकता प्रदर्शितेति । तदुक्तं योगबिन्द अपि परम उपायः परिकीर्त्तित: । गतौ सन्मार्गगमनं यथैव प्रमादिनः ||६५८ || <- इत्युक्तमिति भावनीयं तत्त्वमेतद्विमुक्तकदाग्रहैः ॥१/९॥
परिशुद्धयोगाभ्यासं विना केवलज्ञानानुपलम्भात् न केवलं युक्तिभिः आगमैर्वाऽतीन्द्रियार्थगोचरपरिपूर्णदर्शनं सम्भवतीति विधिविशुद्धयोगाभ्यासोऽप्यादरणीय एवेति चेतसिकृत्याऽऽह ‘અન્તરે’તિ । अन्तरा केवलज्ञानं छद्मस्थाः खल्वचक्षुषः । हस्तस्पर्शसमं शास्त्रज्ञानं तद्वयवहारकृत् ॥१०॥
=
૩૯
અને ધ્યાનાભ્યાસરસ શબ્દથી નિદિધ્યાસન જણાવાયેલ છે. કારણ કે ધ્યાનમાં વારંવાર પ્રવૃત્તિ કરવા રૂપ અભ્યાસમાં રસ = આદર કેળવવો, એવો તેનો અર્થ છે. ઉપાધ્યાયજી મહારાજાએ દ્વાત્રિંશદ્ઘાત્રિંશિકા ગ્રંથની ૧૯ મી યોગવિવેક બત્રીશીમાં ઉપરોક્ત પાતંજલ શ્લોકની વ્યાખ્યા કરતાં જણાવેલ છે કે —> શ્રુત, અનુમાન અને પ્રજ્ઞાથી વિલક્ષણ ઋતંભરા પ્રજ્ઞા નામનો વિશેષવિષયક રસ તે ‘રસ’ પદથી અભિમત છે. — યોગસૂત્રની ભાવગણેશવૃત્તિમાં જણાવેલ છે કે ‘સત્યને ધારણ કરનાર આત્મસાક્ષાત્કાર સ્વરૂપ પ્રજ્ઞા = ઋતંભરા, કે જે અધ્યાત્મની કૃપાથી જ મળે છે.' યોગબંદુટીકાકારના મતે ઉપરોક્ત પાતંજલ શ્લોકમાં જણાવેલ ‘પ્રજ્ઞા’ પદનો અર્થ બુદ્ધિ છે. વાક્યપદીય ગ્રંથમાં ભર્તૃહરિએ પણ —> બીજાઓને શબ્દ દ્વારા જણાવી ન શકાય તેવું (અનિર્વચનીય) જ્ઞાન અભ્યાસથી ઉત્પન્ન થાય છે. મણિ-રૂપ્સ વગેરેનું વિશિષ્ટ જ્ઞાન તેઓના જાણકાર માટે અનુમાનસ્વરૂપ નથી. આવું કહેવા દ્વારા અતીન્દ્રિય પદાર્થોના નિશ્ચય માટે ધ્યાનયોગની આવશ્યકતા જણાવેલ છે. યોગબિંદુ ગ્રંથમાં પણ જણાવેલ છે કે > જેમ અપ્રમત્ત વ્યક્તિને અભિમત સ્થાનમાં પહોંચવા માટે સન્માર્ગે ચાલવું એ પરમ ઉપાય છે તે રીતે તત્ત્વના નિશ્ચય માટે અધ્યાત્મ એ શ્રેષ્ઠ ઉપાય કહેવાયેલો છે. ← આ તત્ત્વ કદાગ્રહને છોડીને શાંત ચિત્તે ભાવિત કરવું. (૧/૯)
પરિશુદ્ધ યોગાભ્યાસ વિના કેવળજ્ઞાનની પ્રાપ્તિ શક્ય નથી. તેમ જ કેવલ યુક્તિ દ્વારા કે કેવલ આગમ દ્વારા અતીન્દ્રિય અર્થ સંબંધી પરિપૂર્ણ નિશ્ચય પણ સંભવી શકતો નથી. માટે વિધિવિશુદ્ધ યોગાભ્યાસ પણ આદરવા યોગ્ય જ છે આ વાતને મનમાં રાખીને ગ્રંથકારથી જણાવે છે કે —>
-
શ્લોકાર્થ :- કેવલજ્ઞાન વિના છદ્મસ્થ જીવો અતીન્દ્રિય પદાર્થના વિષયમાં અંધ છે. અતીન્દ્રિય પદાર્થનું શાસ્ત્રથી થતું જ્ઞાન એ જન્માંધ વ્યક્તિને હાથના સ્પર્શથી થતા રૂપવિષયક જ્ઞાન જેવું છે. શાસ્ત્રજ્ઞાન અતીન્દ્રિય પદાર્થો વિશે વ્યવહાર કરાવી શકે છે. (૧/૧૦)
* હસ્તસ્પર્શતુલ્ય શાસ્ત્રજ્ઞાન
ઢીકાર્થ :- સર્વદ્રવ્ય-પર્યાય વિષયક અવ્યવહિત સ્પષ્ટ સાક્ષાત્કાર સ્વરૂપ કેવળજ્ઞાન વિના જ્ઞાનાવરણથી પીડિત