SearchBrowseAboutContactDonate
Page Preview
Page 26
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યાત્મોપનિષત્પકરણ ॐ प्रास्ताविकम् 8 બહુશ્રુતતા અને અદ્ભુત ધા૨ણા શંકતનો દસ્તાવેજી પુરાવો માનવી પડે. કેટલાક સ્થાનોમાં વૃત્તિકારે મૂલસ્થ પંકિતને સારા એવા ઊંડાણ સુધી ખેડી છે. જેમ કે - ગ્રન્થના પ્રારંભમાં જ અધ્યાત્મનું લક્ષણ સાતે નયોથી, ચા૨ નિક્ષેપથી, ચા૨ અનુયોગથી વગેરે અનેક રીતે કરીને જાણે કે અધ્યાત્મની થ્રી-ડાઈમેન્શનમાં જીવંત ૨ચના આપણી સમક્ષ મૂકી દીધી છે. વૃત્તિમાં અનેક સ્થાનોમાં પૂર્વાપ૨ ગ્રન્થશંદભ ના લાગતા વિરોધનું ઉદ્દભાવન કરીને તેનો સચોટ સમન્વય/વિરોધ પ૨હા૨ની કળા જોતાં વૃત્તિકા૨ની નયજ્ઞતા ઉપ૨ માન ઉપજે તેવું છે. જુઓ - - પૃ. ૧૩૨ શ્લોક ૧/૬૮ વૃત્તિમાં “શ્રુતજ્ઞાન કદાગ્રહમુક્ત હોય છે' આવા ષોડશકના વચનનો “શ્રુતજ્ઞાનમાં કંઈક કદાગ્રહ હોય છે એવી પ્રસ્તુત ગ્રન્થની પંકિત સાથે દેખાતા વિરોધનો પહા૨. - પૃ. ૧૫૩, શ્લોક ૨/૨ વૃત્તિમાં - પ્રાભિજ્ઞાનને પ્રત્યક્ષજ્ઞાન માનતા સ્યાદ્વાદ૨ના૨ના વચનો પ્રતિભને યોગજ અદષ્ટજન્યજ્ઞાન તરીકે કહેતી પ્ર૨તુત ગ્રન્થર્પત સાથે લાગતા વિરોધનો પરિહા૨. - પૃ. 30૭ શ્લોક ૩/૪૨ વૃત્તિમાં - અધ્યાત્મસા૨માં યોગીઓને જ્ઞાન અને ક્રિયામાં ચિત્તશુદ્ધિની અપેક્ષા કાલભેદથી જણાવી છે, જ્યારે પ્રસ્તુત ગ્રન્થમાં યુગપ તેની અપેક્ષા જણાવી છે. આ બે વચ્ચે જણાતા વિરોધનો પરિહાર. આ ઉપરાંત પણ ઘણા સ્થાનોમાં મહોપાધ્યાયજીની શબ્દસંકોચ અને અર્થગાંભીર્યવાળી જાણીતી ૨ચનાશૈલીને વૃત્તિકારે ખોલીને પદાર્થને સુગમ અને સુબોધ બનાવ્યો છે. તીવ્ર ક્ષયોપશમ, વિશાળ વાંચન, અલ્કત ધા૨ણાશંકત, અપૂર્વ ગુરૂકૃપા અને સખત પુરૂષાર્થ, બધા જ પરબળો કેટલા પાવરધા હશે કે પૂ. મુનિરાજ શ્રી યશોવિજયજી મ.સા. દ્વારા પોતાના દીક્ષા જીવનના માત્ર ૧૫મા વર્ષે આ ‘અધ્યાત્મવૈશાદી' વૃત્તિ પ્રગટ થઈ ૨હી છે. આ પૂર્વે પણ ભાષા૨હસ્ય, સ્યાદ્વાદ ૨હસ્ય, વાદમાલા, ન્યાયાલોક, ષોડશક વગેરે ગ્રન્થો પ૨ હજારો શ્લોકો પ્રમાણ નવસર્જન તેઓ કરી ચુકયા છે. ગુજરાતી ભાવાનુવાદમાં પણ ઘણી સુંદ૨ સ્પષ્ટતા થઈ છે. પોતાની જ વૃત્તિનો ભાવાનુવાદ કરવાનો તેઓ માટે આ પ્રથમ પ્રસંગ છે. વૃત્તિકા૨ અને વિવેચનકા૨ મહાત્મા મારા-અમારા ખાસ નિકટના વર્ષો જુના કલ્યાણમિત્ર છે એવું કહેવાથી મારી જાતને પણ ગૌ૨વન્વત થયેલી જોઉં છું. ગ્રન્થનું લખાણ જોતા જોતા ઈર્લાના ક૨મચંદ જૈન પૌષધશાળામાં સાથે ગાળેલું વિ.સં. ૨0૫૧નું ચાતુર્માસ વારંવાર યાદ આવી જતું.
SR No.023420
Book TitleAdhyatma Upnishad Part 01
Original Sutra AuthorN/A
AuthorYashovijay Gani
PublisherAndheri Gujarati Jain Sangh
Publication Year1998
Total Pages188
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy