________________
* प्रास्ताविकम् ,
જ્યાં સુશ્રાવક હર્ષદભાઈ સંઘવી સાથે બેસીને મુનિશ્રી દ્વારા થતી પ્રસ્તુત ગ્રન્થ૨ચના સ્વયં નિહાળી છે. આ ગ્રન્થની પ્રસ્તાવના લખવા આમંત્રણ આપીને તેઓએ મને કંઈક અપૂર્વ સ્વાધ્યાયની તકની ભેટ ધરી છે. અનેક વાંચક અધ્યેતાઓની આત્માનુભૂતિની પિપાસાને પેદા ક૨વામાં પ્રસ્તુત ગ્રન્થ મહત્ત્વનો ફાળો નોંધાવે અને મારા જેવામાં પણ અંતર્મુખતા અને આત્માનુભવની અભિલાષા કંઈક પ્રગટે તો ઘણું સારૂં.
સામર્થ્ય યોગને ખેંચી લાવે તેવા ફલાવંચક શાસ્ત્રયોગને અવલંબીને જ્ઞાન અને ક્રિયા દ્વાર પ્રકૃષ્ટ સામ્યવસ્થાને પામીને જ્યાં પૂર્ણ સામ્યવાદ પ્રવર્તમાન છે, તેવા મોક્ષનગ૨નું નાગરિકત્વ આપણે સહુ જલદીથી મેળવી લઈએ એ જ અભિલાષા.
પ૨મપવિત્ર શ્રી જિનાજ્ઞા વિરૂદ્ધ કંઈ પણ લખાયું હોય તો અંત:કરણપૂર્વક મિચ્છામિ દુક્કડમ્.
- મુનિ ઉદયવલર્ભાવજય
મુનિ ૧,
કિ
વિ.સં. ૨૦૫૩ દીપાવલી પર્વ જવાહરનગ૨, ગોરેગામ (પશ્ચિમ) મુંબઈ-૬૨.