SearchBrowseAboutContactDonate
Page Preview
Page 9
Loading...
Download File
Download File
Page Text
________________ આક્ષેપો અને આવેશો, આરોપો અને આક્રોશો, અપયશો અને અપમાનોના ઝેરના ઘૂંટડા ગળે ઉતારીને જગતને તો એમણે સ્મિતભર્યા ચહેરે અમૃતભર્યું સત્ય જ આપ્યું છે. અરે ! ઝેર રેડનારાઓ ઉપર પણ એમણે તો કરુણા અમૃત જ વરસાવ્યું છે. એમને નહિ સમજનારાઓએ એમને વિષે ફેલાવેલી ગેરસમજની તોતિંગ ઇમારત એમના ફક્ત એકાદ પ્રવચનથી કે એમની ફક્ત એકાદ મુલાકાતથી કડકભૂસ થઈને તૂટી પડ્યાનાં દેષ્ટાંતો સંખ્યાબંધ છે. ભક્તો અને શિષ્યોના હૃદયમાં આસન જમાવવું આસાન છે. ગુરુદેવના હૃદયમાં સ્થાન મેળવવું કઠિન છે. જ્યારે વિરોધીઓના હૃદયમાં બિરાજમાન થવું અશક્ય પ્રાય: છે. તેઓશ્રીએ શિષ્યો, ભક્તો અને ગુરુદેવોની સાથોસાથ વિરોધીઓના હૃદયને પણ વશ કર્યું હતું. એમના વશીકરણ મંત્રો હતા - ન્યાયનિષ્ઠા, વિનયશીલતા અને કરુણા ! દર્શન મોહનીય કર્મના ક્ષયોપશમથી પાવન બનેલા જ્ઞાનાવરણીય કર્મના અદ્ભુત ક્ષયોપશમે એમને સર્વોત્તમ ગીતાર્થ બનાવ્યા. જ્ઞાન એવું પામ્યા કે એમણે કરેલા શાસ્ત્રાર્થને સફળતાપૂર્વક કોઈ પડકારી શક્યું નહિ.. અને દર્શન તેમજ ચારિત્ર મોહનીયકર્મના અદ્ભુત ક્ષયોપશમે એમને અનુપમ સંવિગ્ન બનાવ્યા. શ્રદ્ધા એવી પામ્યા કે ગમે તેવી ધાકધમકી અને શેહશરમ, સ્વીકારેલા સત્યને એમની પાસેથી છોડાવી શકી નહિ. જ્ઞાન શ્રદ્ધાના આ મોંઘેરા ઘરેણાંમાં મઘમઘાટ વેર્યો અોઘ પ્રવચન લબ્ધિએ ! પૂજ્યપાદશ્રીજીનો પૂર્ણ પરિચય એક જ પંક્તિથી પામવો હોય તો ગાતાં રહો પૂજ્યપાદ મહોપાધ્યાય રચિત સમકિત સજ્ઝાયની આ કડી ‘સંવેગરંગતરંગ ઝીલે માર્ગ શુદ્ધ કહે બુધા !' અત્યંત વિપરીત વાતાવરણ વચ્ચે શાસ્ત્રીય સત્યો, સંયમધર્મ, શુદ્ધ ધર્મવિધિ અને સદ્ગવ્યવ્યવસ્થાના સંરક્ષણ-સંવર્ધનનાં લગભગ એકલ પડે એમણે કરેલાં અગણિત કાર્યો બુદ્ધિની પહોંચની બહાર છે... જ્યાં બુદ્ધિ જ ન પહોંચી શકે, ત્યાં શબ્દોનું તો શું ગજું ? જીવનના પ્રથમ-ઉપદેશથી લઈ અંતિમ માર્ગદર્શન સુધી પ્રત્યેક સ્વ-પર-ઉપકારક વિચારવચન-વર્તનમાં ‘સમ્યગ્દર્શન'ની ધરીને અકબંધ જાળવનારા; માટે જ જૈન શાસન શિરતાજ, તપાગચ્છાધિરાજ, ભાવાચાર્ય ભગવંત જેવા સેંકડો સાર્થક બિરૂદ ધરાવનારા, સદાય જિનાજ્ઞાના ધારક અને વાહક સુવિશુદ્ધ પ્રરૂપક, દર્શનશુદ્ધિધારક પરમતારક પરમ શ્રદ્ધેય પરમગુરુદેવશ્રીના વિશુદ્ધ કરકમળોમાં તેઓશ્રીના દીક્ષા-શતાબ્દી વર્ષે સાદર સમર્પણમ્ 6 લિ. – વિજય કીર્તિયશસૂરિ
SR No.023419
Book TitleMannaha Jinan Aanam Swadhyay
Original Sutra AuthorN/A
AuthorVijaykirtiyashsuri
PublisherSanmarg Prakashan
Publication Year2013
Total Pages468
LanguageSanskrit, Hindi
ClassificationBook_Devnagari
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy