________________
ર-મનહ જિણાણે આણે યાને વિશ્વતારક વીરવાણી લેખક - મુ. શ્રી ભુવનચંદ્રવિજયજી, પ્રકાશક - સમ્યજ્ઞાન પ્રચારક ટ્રસ્ટ - મુંબઈ ૩-મનહ જિણાણે છત્રીસ કર્તવ્યો સંપાદક : પૂ.આ શ્રી.વિ. જિનેન્દ્રસૂરિજી મ., પ્રકાશન – હર્ષપુષ્યામૃત જૈન ગ્રંથમાળા ૪-મનહ જિણાણે આણે સજઝાયના ૩૩ કર્તવ્યોનું વિવરણ સંકલન : પ્રકાશક – પ્રો. કે. જી. શાહ પ-મન્નાહ જિણાણે આણું (દૈનિક પારાયણ માટે) સંકલન : પ્રકાશક – પ્રો. કે. જી. શાહ ક-અભિનવ ઉપદેશ પ્રાસાદ ભાગ ૧ થી ૪ ગ્રંથ સર્જક : મુનિ શ્રી દીપરત્નસાગરજી મ. ૭-શ્રાવકનાં છત્રીસ કર્તવ્યો પ્રવચનકાર : પૂ.આ.શ્રી. ૐકારસૂરીશ્વરજી મહારાજ સંપાદક : પૂ.આ. યશોવિજયસૂરિજી મ.
૮-ત્રિસ્તુતિક ગચ્છનાં એક સાધ્વીજી મહારાજે પણ અભિધાન રાજેન્દ્ર કોસના આધારે ૩૬ કર્તવ્યો ઉપર સંક્ષિપ્ત હિંદી વિવરણ લખેલ છે.
આ ગ્રંથો ઉપરાંત પાંચ પ્રતિક્રમણ સૂત્રનાં વિવેચનો પ્રતિક્રમણ સૂત્ર-પ્રબોધટીકા ભાગ-૩, સૂત્ર સંવેદના ભાગ-૩ વગેરેમાં પણ આ સૂત્રની સુંદર વિવેચના અને સંવેદનાઓ રજૂ કરવામાં આવી છે. પ્રસ્તુત ગ્રંથ-ટીકાગ્રંથના સંપાદન અંગે ઃ
આ ગ્રંથનું સંપાદનનું કાર્ય શરૂ કર્યુ ત્યારે પાટણ શ્રી જિનશાસન આરાધના ટ્રસ્ટના હસ્તલિખિત ભંડારમાં જે ઝેરોક્ષ કોપી રૂપે પ્રત સંગ્રહિત હતી તેની ઝેરોક્ષ કોપી અમને સંપ્રાપ્ત થઈ. તેનું લિવ્યંતર કરી ગ્રંથ જોતાં ગ્રંથમાં બે પેજ ઓછાં હતાં. લહીયાઓને કારણે અઢળક અશુદ્ધિઓ પણ જોવા મળી.
અમુક સ્થળે લીટીઓની લીટીઓ રહી ગઈ હતી.
કેટલાંક સ્થળે શ્લોકની આદ્ય લાઈન સાથે પછીના શ્લોકની અન્ય લાઈન જોડાઈ ગઈ હતી, અને વચ્ચેની લાઈનો છૂટી ગઈ હતી.
કેટલાક સ્થળે શબ્દો વાક્યો આગળ પાછળ થઈ ગયા હતા. ઘણાં સ્થળે શબ્દોમાંથી વચ્ચેના અક્ષરો જ રહી ગયા હતા. કોઈક સ્થળે એકની એક વસ્તુ ડબલ વખત લખાઈ હતી. તો વળી કોઈક સ્થળે એકની એક વસ્તુ બે વાર લખવાને બદલે એક જ વાર લખાઈ હતી. ઘણાં સ્થળે અનુસ્વારો રહી ગયાં હતાં. સંભવ છે કે ઝેરોક્ષ કોપી હોવાને કારણે તે જાંખા હોવાથી દેખાતા ન હોય.