________________
૧૫૭૧માં એમણે આ ટીકા રચી છે. સંભવ છે કે એમની આંખ સામે નિગમ મતાનુસારી ઉપદેશ કલ્પવલ્લી પણ રહી હોય. કારણ કે ઉપદેશ કલ્પવલ્લી ગ્રંથની રચના પછી તરત સોળ વર્ષમાં જ આ વૃત્તિની રચના થઈ છે.
આ વૃત્તિની રચના થઈ તે સમયે આચાર સંપન્ન વ્યક્તિને જ સમ્યગ્દર્શન હોય, (૨) સાધુ અને શ્રાવકની આવશ્યક પ્રતિક્રમણની વિધિ ભિન્ન-ભિન્ન છે, (૩) સામાયિક લેતાં પહેલાં કરેમિ ભંતે ઉચ્ચરવું ત્યાર પછી ઇર્યાવહિયા કરવી, (૪) સામાયિકમાં મુખવસ્ત્રિકાની આવશ્યકતા નથી અગર મુહપત્તિ બાજુમાં સ્થાપવી, (૫) પૌષધ પર્વના દિવસે જ કરાય, તે સિવાયના દિવસોમાં ન કરાય, (૬) શ્રાવકોએ દાન ન આપવું, (૭) છત્રીસ ગુણો જેનામાં હોય તેને જ ગુરુ કહેવાય તે સિવાયનાને નહિં. વર્તમાનમાં ગુરુનો વિરહ છે, સીમંધરસ્વામી શાસનના (મહાવિદેહના) સાધુ ભગવંતોને પ્રમાણ કરી ધર્માનુષ્ઠાનો કરવા. આવા અનેક પ્રલાપો ઉક્યાં હશે જે પ્રલાપોનું અહીં વૃત્તિકાર ભગવંતે આગમ વગેરે શાસ્ત્ર પાઠો મૂકીને સુંદર ખંડન કરીને ભવ્યાત્માઓને માર્ગસ્થ બોધ આપ્યો છે અને સન્માર્ગ પ્રેમી સજ્જનોને સન્માર્ગમાં સ્થિર કર્યા છે.
શ્રાદ્ધવિધિમાં પાંચ આંગળીઓનો પરસ્પર સંવાદ છે. તેમ આ વૃત્તિમાં પણ પાંચ ઈન્દ્રિયોનો પરસ્પર સુંદર સંવાદ ગુંથવામાં આવ્યો છે.
શરૂઆતમાં પ્રાયઃ ૧૩ કર્તવ્યોની વૃત્તિ વિસ્તારથી કરી છે. પણ પછીનાં કર્તવ્યોની વૃત્તિ બહુ ટુંકાણમાં મૂકી છે. ભાષા શૈલી એકંદરે સરળ છે. સુબોધ છે.
પ્રસ્તુત ટીકાકાર શ્રી તપાગચ્છના સમર્થ ગચ્છરાજ પૂ.આ.શ્રી મુનિસુંદરસૂરિજી - શ્રી રત્નશેખરસૂરિજીશ્રી લક્ષ્મીસાગરસૂરિજી – શ્રી સુમતિસાધુસૂરિજી - શ્રી હેમવિમલસૂરિજી મહારાજની પરંપરામાં થયા. તેઓ શ્રાદ્ધવિધિકાર પૂ.આ.શ્રી. રત્નશેખરસૂરિજી મહારાજાના મુખ્ય શિષ્યરત્ન પૂ.આ.શ્રી. જિનહિંસસૂરિજી મહારાજાના શિષ્યરત્ન હતા. એમ પ્રશસ્તિ શ્લોકો ઉપરથી જાણવા મળે છે. તપાગચ્છાધિપતિ પૂ.આ.શ્રી હેમવિમલસૂરિજી મહારાજની વિદ્યમાનતામાં આ ટીકા રચાઈ હોવાનું લેખકશ્રી જણાવે છે.
શ્રી સોમચારિત્રગણિ વિરચિત પૂ.આ.શ્રી લક્ષ્મીસાગરસૂરિજી મહારાજના ચરિત્રવર્ણનરૂપ “ગુરુગુણરત્નાકર” કાવ્યમાં ૨પમા શ્લોકમાં શ્રી જિનહિંસસૂરિજી મ.નું નામ મળે છે અને ૭૧મા શ્લોકમાં પંશ્રી રાજમાણિજ્ય નામના મુનિવરનો નામોલ્લેખ સંપ્રાપ્ત થાય છે, જે યોગ્ય જ છે.
મોમ મેડયાન્તા: પuિતા દિછિદ્ર પર્રિશાદશત્રામા, નાયચક્રિ : ૭૪ આ શ્લોક દ્વારા તેઓશ્રી અને બીજા ૩૬ પંડિતો (પંન્યાસો) ગણનાયકરૂપ ચક્રવર્તીના અહિતને કાપવાવાળા એવા ૩૬ દંડશસ્ત્ર જેવા પ્રભાવશાલી શિષ્યો હતા - તેમ જણાવ્યું છે.
આ સિવાય પણ તપાગચ્છીય આચાર્ય શ્રી વિજય સેનસૂરિજીના શિષ્ય શ્રી વિનયકુશલ મુનિએ વિ.સં. ૧૬પરની આસપાસ એક વૃત્તિ રચી છે. તેવો ઉલ્લેખ પ્રબોધ ટીકામાં પ્રાપ્ત થાય છે. પરંતુ ઘણી તપાસ કરવા છતાં અમને તે વૃત્તિ હજુ સુધી ક્યાંય જોવા મળી નથી.
આ “મન્નત જિણાણ આણ” સૂત્ર ઉપર અનેક આચાર્ય ભગવંતો અને મુનિ ભગવંતોએ વિવેચનો - પ્રવચનો-સંકલનો કરેલ છે, જે વર્તમાનમાં નીચે મુજબ ઉપલબ્ધ થાય છે.
૧-જિનેશ્વરદેવની આજ્ઞા યાને સાચી માણસાઈ સંયોજક-સંપાદક- પૂ. પંન્યાસ શ્રી ચરણવિજયજી ગણિવર
18