________________
૧-પ્રતિક્ષણ હૃદયમાં ધારણ કરવા યોગ્ય કર્તવ્યોમાં: ૧, ૨, ૩, ૧૭, ૧૮, ૨૩, ૨૬, ૨૭, ૨૮, ૨૯, ૩૦, ૩૨, ૩૪ નંબરના કર્તવ્યોનો સમાવેશ થાય.
-પ્રતિદિન કરવા યોગ્ય કર્તવ્યોમાં ૪ થી ૯, ૧૧, ૧૨, ૧૩, ૧૪, ૧૫, ૧૬, ૧૯, ૨૦, ૨૧, ૨૨, ૩૧, ૩૩, ૩૫ નંબરના કર્તવ્યોનો સમાવેશ થાય અને
૩-પર્વના દિવસોમાં કરવા યોગ્ય કર્તવ્યોમાં : ૧૦, ૨૪, ૨૫, ૨૬ નંબરના કર્તવ્યોનો સમાવેશ થાય.
આમ આ સ્વાધ્યાય શ્રાવકો પૌષધ, ઉપધાન અને પ્રતિક્રમણની ક્રિયામાં સક્ઝાયના સ્થાને બોલે છે. બહેનો ઊભાં-ઊભા જિનમુદ્રામાં બોલે છે અને ભાઈઓ ઉભડક પગે-સ્વાધ્યાયની મુદ્રામાં બોલે છે. સામાન્ય રીતે તપાગચ્છમાં જ આ “સ્વાધ્યાય' પ્રચલિત બન્યો છે.
સ્થાનકવાસી મતમાં આ સ્વાધ્યાયના સ્થાને – શ્રી સૂયગડાંગજી સૂત્રનું છઠ્ઠું અધ્યયન બોલાય છે. અંચલગચ્છમાં – “અરિહંતા મંગલ મુજહ' થી શરૂ થતો. પાંચ ગાથાની સ્વતંત્ર સક્ઝાય બોલાય છે, ખરતરગચ્છમાં - ઉપદેશમાળાની પ્રથમ પાંચ ગાથા અને સાધુ-સાધ્વીજી ભગવંતો - દશવૈકાલિક સૂત્રની પ્રથમ પાંચ કે સત્તર વગેરે ગાથા સ્વાધ્યાય રૂપે બોલે છે.
આ “સ્વાધ્યાય' ગ્રંથ ઉપર પ્રાચીન કોઈ ચૂર્ણ, ભાષ્ય, નિયુક્તિ જેવાં વ્યાખ્યાગ્રંથો રચાયેલાં જોવા મળ્યા નથી. કેટલીક મધ્યકાલીન ચૌદ-પંદરમા કે સોળમા સૈકામાં લખાયેલી ટીકાઓ પ્રાપ્ત થાય છે. એ પૈકી એક ટીકા મુદ્રિત છે. એનું નામ “ઉપદેશ કલ્પવલ્લી' છે અને એના રચયિતા પૂ.શ્રી ઈન્દ્રવંસ ગણી છે. આ ગ્રંથકાર તપાગચ્છાધિપતિ પૂ.આ.શ્રી સોમસુંદરસૂરીશ્વરજી મહારાજાના પરિવારમાં “શ્રી મુનિસુંદરસૂરિ-શ્રી જયચંદ્રસૂરિશ્રી રત્નશેખરસૂરિ-શ્રી રત્નમંડનગણી-શ્રી સોમયશસૂરિ-શ્રી ઈન્દ્રનંદિસૂરિ થયા. ત્યારે તપાગચ્છમાં કુતુબપુરા નામે શાખા થઈ. એમાં આ આચાર્ય શ્રી ઈન્દ્રનંદિસૂરિજી વગેરેથી વૈદિક મતોની કથંચિત અનુયાયી એવી ‘નિગમ' શાખા ચાલી. આચાર્ય શ્રી ઈન્દ્રનંદિસૂરિજી મ. નિગમ શાખાના નિગમોનો નિપુણતાથી પ્રચાર-પ્રસાર કરતા હતા. તેમની શિષ્ય પરંપરામાં શ્રી ઈન્દ્રરંસગણિ થયા, જેમણે વિ.સં. ૧૫૫૫માં ઉપરોક્ત ટીકા રચી હતી; એવો ઉલ્લેખ કરાયેલો છે.
આ ટીકામાં લગભગ અઢાર કર્તવ્યો (જયણા) સુધીમાં પ્રાય: નિગમ શાખાની કોઈ માન્યતા એમણે ગૂંથી નથી, ૫
૨ બાદના પ્રાય: દરેક કર્તવ્યોમાં એમણે જોરશોરથી પોતાના કલ્પેલા નિગમ શાખાના મતને પુષ્ટ કરવાનું કામ કર્યું છે. એના કારણે પ્રારંભમાં આગમાદિ શાસ્ત્રાનુસારી બનેલી એમની ટીકા પાછળના અર્ધભાગમાં કેવળ તેમના માનેલા મતના મમત્વને પોષનારી જ થઈ પડી છે, અને એના કારણે જ એ પ્રાય: લોકપ્રિયા પણ બની શકી નથી.
તપાગચ્છની માન્યતા એ જ મૂળ આગમાનુસારી માન્યતા છે અને અહીં વર્ણવેલ “નિગમ' માન્યતાને તપાગચ્છમાન્ય ગ્રંથોનો કોઈ આધાર નહિ હોવાથી સૈકો-બે સૈકો ચાલીને વૈદિક-મતાનુયાયી એ નિગમ મત જૈનાકાશમાંથી નામશેષ બની ગયો. તે વખતના એક તપાગચ્છીય પંન્યાસશ્રીજીએ સદ ઉનાળ માનું ગાથા પંચક ઉપર પ્રાસાદિક ટીકા બનાવી આગમાદિ શાસ્ત્રાનુસારી તપાગચ્છની મૌલિક માન્યતા અને સામાચારીઓનું મનોહર મંડન કર્યું છે. એ પંન્યાસશ્રીનું પુણ્ય નામ પૂપં.શ્રી.રાજમાણિજ્યગણિજી મહારાજ છે. વિ.સં.
ચા
'૧, ૫રત
• નિગમ મતની ઉત્પત્તિ અને માન્યતા માટે પરિશિષ્ટ ૫ જુઓ.
17