________________
અતિચાર સૂત્રમાં પણ ‘ઉપદેશમાળા પ્રમુખ ગ્રંથ ભણ્યો નહિ' જેવાં પદથી શ્રાવક જો આવા ગ્રંથોનો સ્વાધ્યાય ન કરે તો પ્રાયશ્ચિત્તનું વિધાન કરાયું છે.
પરમાત્માના શ્રેષ્ઠ શ્રાવકો પૌષધમાં આ રીતે સ્વાધ્યાય કરતા, એનાથી દઢ બનેલ વ્રત પરિણામના કારણે ગૃહસ્થાવસ્થામાં પણ વિસ્મય પમાડે તેવું અવધિજ્ઞાન શ્રી આનંદ શ્રાવકને ઉત્પન્ન થયેલું જૈન શાસનમાં પ્રસિદ્ધ છે. તંગિયાનગરીના શ્રાવકો એવા સ્વાધ્યાયી હતા કે રાજા વગેરે તો શું દેવોની વિભિન્ન જાતિઓ પણ તેમને સર્વજ્ઞ શાસનની શ્રદ્ધાથી ચલાયમાન કરવા સમર્થ બની શકતી ન હતી.
જૈન શાસનમાં અનેક શ્રમણોપાસકોએ સ્વાધ્યાયને પોતાનું જીવન બનાવીને અનેક શાસ્ત્રોની ય રચના કરેલી દષ્ટિગોચર થાય છે. આમૃદેવ મંત્રીએ નવતત્ત્વ સંવેદન પ્રકરણ રચ્યું. નેમિચંદ્ર ભાંડાગારિકે ષષ્ટિશતક ગ્રંથની રચના કરી. ક્વીશ્વર ધનપાલે તિલકમંજરી જેવાં કાવ્યો – મહાકાવ્યો બનાવ્યાં. ખુદ કુમારપાળ મહારાજાએ સામાન્ય જિન સંસ્કૃત સ્તવના બનાવી. મંત્રીશ્વર વસ્તુપાળ નરનારાયણાનંદ મહાકાવ્યનું સર્જન કર્યું.
જૈન રાજા, મંત્રી શ્રેષ્ઠી-સાર્થવાહ અને શ્રાવિકાઓએ પણ અનેક ગ્રંથોને સ્વહસ્તે લેખન કરી સ્વાધ્યાયની સિદ્ધિ મેળવ્યાના અનેક ઐતિહાસિક ઉલ્લેખો અને પ્રમાણો મળે છે.
પ્રસ્તુત ગ્રંથ મિત્ર નિપા સાપ અને તેની વ્યાખ્યાઓ, વિવેચનાઓ :
વર્તમાન તપાગચ્છીય પૌષધાદિ સામાચારીમાં પૌષધાદિ પ્રસંગે શ્રાવકે જે સ્વાધ્યાય-કરવાનો છે તે ‘મન્ન નિTM કાળ' આદ્ય પદથી શરૂ થતી પાંચ પ્રાકૃત ગાથાનો સંદોહ છે. એનું મૂળ સૌથી પહેલાં સમર્થ સૂરિપુરંદર શાસ્ત્રકાર શિરોમણિ પૂ.આ શ્રી હરિભદ્રસૂરીશ્વરજી મહારાજા દ્વારા સંરચિત એવા સંબોધ પ્રકરણ ગ્રંથમાં જોવા મળે છે. જેમાં છેલ્લી ગાથાની છેલ્લી લીટીમાં જ થોડો ફેર છે.
એ જ રીતે પ્રાય: અંચલગચ્છીય વિચાર સપ્તતિકા ગ્રંથમાં પણ પૂ.આ.શ્રી પ્રદ્યુમ્નસૂરીશ્વરજી મહારાજા કે પૂ. શ્રી મહેન્દ્રપ્રભસૂરીશ્વરજી મહારાજાએ પણ આ “સ્વાધ્યાય'ની ત્રણ ગાથાઓ યથાવત્ સમાવી છે, માત્ર ચોથી અને પાંચમી ગાથા જુદી પડે છે.
પ્રાય: ગાથા છંદમાં રચના પામેલ પાંચ ગાથાના આ ગ્રંથનું બીજા સૂત્રોની જેમ મુખ્ય નામ શ્રાદ્ધદિનકૃત્ય સ્વાધ્યાય કુલક છે. પરંતુ બીજા સૂત્રો જેમ સૂત્રના આદ્યપદના નામથી ઓળખાય છે. તેમ આ સૂત્ર પણ “મન્નત જિણાણ આણં'ના આદ્ય પદથી પ્રચલિત બન્યું છે.
માત્ર ૧૭ જેટલી ગાથાઓ ઉપર અન્ય આગમ-પ્રકરણ-ઉપદેશ ગ્રંથોના પાઠો ટાંકીને સંવેગી શિરોમણિ શ્રી રત્નશેખરસૂરીશ્વરજી મહારાજે શ્રાદ્ધવિધિ ગ્રંથ ઉપર જે રીતે વૃત્તિ રચી છે, તેનું જ જાણે આલંબન લઈને તેમના જ પ્રશિષ્યરત્ન વૃત્તિકારશ્રીએ પાંચ ગાથાના આ ગ્રંથ ઉપર ૪૯૬૦ શ્લોક પ્રમાણ વૃત્તિ રચી હોય તેમ જણાય છે. શ્રાદ્ધવિધિમાં પણ શ્રાવક યોગ્ય કર્તવ્યો બતાવવામાં આવ્યા છે અને આ ગ્રંથમાં પણ શ્રાવક યોગ્ય કર્તવ્યો બતાવ્યાં છે. ત્યાં શ્રાવકના જીવનમાં કરવા યોગ્ય કર્તવ્યો, પ્રતિવર્ષ કરવા યોગ્ય કર્તવ્યો, ચાતુર્માસમાં કરવા યોગ્ય કર્તવ્યો, પર્વમાં કરવા યોગ્ય કર્તવ્યો, દિવસમાં કરવા યોગ્ય કર્તવ્યો અને રાત્રિમાં કરવા યોગ્ય કર્તવ્યો બતાવ્યાં છે. અહીં એવા વિભાગો પાડ્યા વગર સર્વ સામાન્ય રીતે સંગ્રહાત્મક એવા ૩૬ કર્તવ્યો બતાવવામાં આવ્યા છે. પણ જો એ વિભાગોની અપેક્ષાએ વિચારણા કરીએ તો
16