________________
સ્વાધ્યાયાધિકાર આપેલો છે. શ્રાવક-ગૃહસ્થ આગમ વાંચી ન શકે, એ માત્ર ગીતાર્થ ગુરુમુખે એને સાંભળી શકે માટે જ શ્રાવક માટે ત્ત્રપુત્તા નદીયસુત્તા - જેવાં વિશેષણો ન વાપરતાં જ઼ન્દ્વટ્ઠા હીઅડ્ડા - - એટલે જેમણે અર્થને મેળવ્યો છે, અર્થને ગ્રહણ કર્યો છે... વગેરે વિશેષણો વાપરેલાં જોવા મળે છે.
શ્રાવકોને ભલે આગમ સીધે સીધા વાંચવાનો અધિકાર નથી. પણ આગમમાંથી ઉદ્ધાર કરીને કે આગમને અનુસરીને પૂર્વાચાર્યોએ પ્રાકૃત, સંસ્કૃત અને લોકભાષાઓમાં અનેક પ્રક૨ણ ગ્રંથો બનાવ્યા છે, તે વાચવાનો અને તેના અધ્યયન દ્વારા આગમનો આલોક મેળવવાનો અધિકાર જરૂ૨ બક્ષ્યો છે. આગમાદિ ગ્રંથોમાં પ્રદેશી રાજાના ચિત્ર મંત્રી માટે ‘ગીતાર્થ’ એવું વિશેષણ જોવા મળે છે તે આ રીતે ગુરુ ભગવંતો પાસે આગમોદ્ભુત પદાર્થો પ્રાપ્ત કરી એને અસ્થિમજ્જા બનાવવાના કારણે બાકી સામાન્યપણે વિશિષ્ટ શ્રુતજ્ઞાન પ્રાપ્ત કરનારા સુશ્રાવકો માટે ‘બહુશ્રુત' એવું વિશેષણ ઠે૨ ઠે૨ વપરાયેલું જોવા મળે છે. ઘણીવાર સંઘના પ્રશ્નોમાં વિહાર કરીને આવનારા ગીતાર્થ સાધુ ભગવંતોને પણ તે તે ક્ષેત્રાદિની પરિસ્થિતિનું બ્યાન એવા બહુશ્રુત શ્રાવકો પાસેથી પ્રાપ્ત કરવાની શાસન આજ્ઞા આપે છે. આવી બહુશ્રુતતા સ્વાધ્યાય વિના ક્યાંથી આવી શકે !
શ્રાવક જ્યારે પણ સમય મળે ત્યારે સામાયિકની સાધના કરે. એ સામાયિક લે ત્યારે સ્વાધ્યાય અંગેના બે આદેશો માગે છે.
-‘ફ∞ાારે સંવિસહ મળવું ! સપ્લાય સંવિસાદું ?' (ગુરુ-સંવિસાહેહ)...‘ફર્જી'
૨-‘ફ∞ાારે સંવિસજ્જ માવું ! સખ્યાય રું ?' (ગુરુ-રે)...‘વ્ઝ'
સામાયિકનો ‘નિયમ’કાળ એટલે ૪૮ મિનિટ જેટલો નિશ્ચિત સમય શ્રાવકે સ્વાધ્યાયની પ્રવૃત્તિમાં પસાર ક૨વાનો છે. વળી સામાયિક પા૨વાનાં સૂત્રમાં શ્રાવક ભાવના ભાવે છે કે -
सामाइयवयजुत्तो जाव मणे होइ नियमसंजुत्तो ।
छिन्नइ असुहं कम्मं, सामायिय जत्तिया वारा ।।१।।
सामाइयंमि उकए, समणो इव सावओ हवइ जम्हा ।
एएण कारणेण, बहुसो सामाइयं कुज्जा ।।२।।
ભાવાર્થ : ‘સામાયિક વ્રતમાં યુક્ત એવા શ્રાવકનું જ્યાં સુધી મન તે નિયમમાં જોડાયેલું (ઉપયોગવાળું) રહે ત્યાં સુધી જેટલી વાર એ સામાયિક કરે (તેટલી વાર) અશુભ કર્મને છેદે છે. સામાયિક કર્યો છતે જે કારણથી શ્રાવક એ શ્રમણ જેવો બને છે તે કારણથી... બહુવાર સામાયિક કરવું જોઈએ.' એટલે પરમાર્થ એ મળ્યો કે જ્યારે પણ શ્રાવકને સમય મળે એણે સામાયિક કરવાં જોઈએ અને સામાયિકમાં કરવા યોગ્ય એક જ પ્રવૃત્ત છે : સ્વાધ્યાય !
આગળ વધી શ્રાવક માટે પૌષધોપવાસ વ્રતનું વિધાન છે. શ્રાવક પર્વતિથિના દિવસોમાં નિયમથી (નક્કી) અને અન્ય પ્રતિપાદ વગેરે દિવસોમાં અનિયમથી (કરે કે ન પણ કરે) પૌષધોપવાસ વ્રત કરે. આવા પૌષધમાં એણે સાધુની જેમ એક અહોરાત્રમાં ચા૨ કાળ સ્વાધ્યાય ક૨વાની જિનાજ્ઞા છે. ‘વાડલારું સન્માયસ૰ પદથી એ જિનાજ્ઞા શાસ્ત્રોમાં વર્ણવાયેલી છે.
• શ્રમળે: શ્રાવાવિ યિારણતત્વરે 1
चतुर्वारं विधातव्यः स्वाध्यायोऽयमहर्निशम् ।। १५-८ ।। उपदेशकल्पवल्ली
15