________________
देवपूजा गुरूपास्तिः, स्वाध्यायः संयमस्तपः ।
दानं चेति गृहस्थानां, षट् कर्माणि दिने दिने । । १ । ।
૧-દેવપૂજા, ૨-ગુરુની ઉપાસના, ૩-સ્વાધ્યાય, ૪-સંયમ, પ-તપ અને ૬-દાન. આટલા ગૃહસ્થોએ પ્રતિદિન કરવા યોગ્ય છ કર્તવ્યો છે.
જૈન શાસનના સૂરપુરંદરોએ શ્રાવકના કર્તવ્યોને જણાવતા સેંકડો પઘોની રચના કરી છે. કેટલાક ગ્રંથો તો માત્ર આ જ કર્તવ્યોના વર્ણનમાં રોકેલા છે. ધર્મશિક્ષા પ્રકરણ, ઉપદેશમાળા, ધર્મોપદેશમાળા, હિતોપદેશ, ઉપદેશમાળા-પુષ્પમાળા, ઉપદેશ-રત્નાકર સિંદૂર પ્રક૨, કપૂર પ્રક૨, હિંગુલ પ્રકર, કસ્તૂરી પ્રકર જેવા અનેકાનેક ગ્રંથોમાં આવા ઢગલાબંધ શ્લોકો બનાવી પૂર્વ પુરુષોએ સાધુ-ભગવંતોના કર્તવ્યોની જેમ જ શ્રાવકોના કર્તવ્યોની પણ વિવેચના કરી છે. જોઈએ એવા બે ત્રણ શ્લોકો :
पूआ जिणिंदेसु रई वएसु, जुत्तो य सामाईय-पोसहेसु।
दाणं सुपत्ते सवणं सुतित्थे, सुसाहुसेवा य सिवलोगमग्गो ।।१।।
૧-જિનેશ્વરોની પૂજા, ૨-વ્રતોમાં રુચિ (રતિ), ૩-સામાયિક અને પૌષધમાં જોડાયેલા રહેવું, ૪સુપાત્રમાં દાન, પ-સુતીર્થે (ગીતાર્થ ગુરુ પાસે) ધર્મશ્રવણ અને ૬-સદ્ગુરુની સેવા આ મોક્ષનો માર્ગ છે. આ શ્લોકમાં ‘ગીતાર્થ ગુરુ પાસે ધર્મશ્રવણ' રૂપ કર્તવ્ય બતાવ્યું તે સ્વાધ્યાય જ છે.
जिनेन्द्रपूजा गुरुपर्युपास्ति, सत्त्वानुकम्पा शुभपात्रदानम्।
गुणानुरागः श्रुतिरागमस्य, नृजन्मवृक्षस्य फलान्यमूनि ॥ | १ ||
૧-જિનેન્દ્રની પૂજા, ૨-ગુરુની પર્યુપાસના, ૩-જીવોની દયા, ૪-સુપાત્રમાં દાન, પ-ગુણોનો અનુરાગ અને ૬-આગમનું શ્રવણ આ મનુષ્ય જન્મરૂપી વૃક્ષનાં ફળો છે.
આ શ્લોકાર્થમાં ય આગમ શ્રવણ એ સ્વાધ્યાય રૂપ છે. શ્રી વસ્તુપાલ મંત્રીશ્વરે ૫રમાત્મા પાસે પ્રાર્થનામાં સાત વસ્તુની જે માગણી કરી છે. તેમાં પણ સ્વાધ્યાયને સૌથી પ્રથમ સ્થાન-માન મળ્યું છે. આ રહ્યાં તે પ્રાર્થનાના શબ્દો :
शास्त्राभ्यासो जिनपतिनतिः सङ्गतिः सर्वदाऽऽर्यैः,
सद्वृत्तानां गुणगणकथा दोषवादे च मौनम् । सर्वस्याऽपि प्रियहितवचो भावना चात्मतत्त्वे, सम्पद्यन्तां मम भवभवे यावदाप्तोऽपवर्गः ।।१।।
ભાવાર્થ : ૧-શાસ્ત્રનો અભ્યાસ (સ્વાધ્યાય), ૨-જિનેશ્વરને નમસ્કાર, ૩-હંમેશા આર્યોની સંગત, ૪-સદાચારીઓના ગુણસમૂહની પ્રશંસા, પ-નિંદા કરવામાં મૌન, ૬-દરેકને ય પ્રિય અને હિતકારી વાણી બોલવી અને ૭-અધ્યાત્મની ભાવના... આટલી સાત વસ્તુઓ જ્યાં સુધી મને મોક્ષ ન મળે ત્યાં સુધી દરેક જન્મમાં મળજો.
શ્રાવકને સૂત્રમાં, વધુમાં વધુ શ્રી દશવૈકાલિક સૂત્રના ચોથા છજ્જવણી અધ્યયનના સૂત્ર-અર્થથી અને પાંચમા પિંડવિશુદ્ધિ અધ્યયનનો અર્થથી સ્વાધ્યાયનો અધિકાર આપેલો છે. અલબત આ દીક્ષા લેવા સમુત્સુક શ્રાવકની અપેક્ષાએ વાત છે. વધુમાં પૂર્વાચાર્યોએ ચઉસરણ વગેરે કેટલાક પ્રકીર્ણક આગમોનો પણ સામાચારીથી
14