________________
મુજબના શ્રુતજ્ઞાનને, તે તે શ્રુતજ્ઞાનના ગ્રહણાદિ માટે શાસ્ત્રોમાં કાલગ્રહણાદિ જે જે વિધિ-નિષેધો બતાવ્યા હોય તેનું સમ્યક્ પરિપાલન કરીને ગ્રહણ કરવું - એ વાચના કહેવાય છે.
પૃચ્છના – ગ્રહણ કરેલી સૂત્ર-અર્થની વાચનામાં સંશય ઉત્પન્ન થતાં તેના નિરાકરણ માટે ગુરુ પાસે સવિનય પૃચ્છા કરવી, પ્રશ્ન કરવો અને એનું સમાધાન મેળવવું એ પૃચ્છના નામના સ્વાધ્યાયનો બીજો પ્રકાર છે.
શાસનની સ્થાપના પૃચ્છના સ્વાધ્યાય દ્વારા થઈ હતી. આગમોમાં શ્રી ભગવતીજી સૂત્ર જેવા કેટલાક આગમો પ્રભુ શ્રીવીર અને ગણધર શ્રી ગૌતમસ્વામીજી જેવા ગુરુ-શિષ્યની પ્રશ્નોત્તરી સ્વાધ્યાય રૂ૫ છે.
પરાવર્તના - ગુરુ પાસેથી પ્રાપ્ત કરેલો સૂત્રાર્થ વિસ્મૃત ન થઈ જાય એ માટે એનું પુનઃ પુનઃ ગુણન - ગોખીને કંઠસ્થ રાખવું એ પરાવર્તના સ્વાધ્યાય છે.
ફેરવો નહિ તો પાન સડી જાય, ઘોડા અડી (અટકી) જાય અને રોટલી બળી જાય તેમ પરવર્તના ન હોય તો સૂત્ર-અર્થ સંદિગ્ધ બની જાય, વિસ્મૃત થઈ જાય. ગરજ ગાંઠે અને વિદ્યા પાઠે એ ઉક્તિ આ સંદર્ભમાં સાર્થક છે.
અનુપ્રેક્ષા - પ્રાપ્ત સૂત્ર-અર્થનો સૂક્ષ્મતાથી, ઊંડાણથી, વ્યાપથી ચિંતન કરી એનો પરમાર્થ પ્રાપ્ત કરવો એ અનુપ્રેક્ષા નામનો ચોથો સ્વાધ્યાય પ્રકાર છે. અનુપ્રેક્ષા ધ્યાનની પૂર્વભૂમિકા છે. ધ્યાન વિના મોક્ષ નહિ, અનુપ્રેક્ષા વિના ધ્યાન નહિ અને વાચના-પૃચ્છના-પરાવર્તના વિના અનુપ્રેક્ષા નહિ.
ધર્મકથા - સૂત્ર ગ્રહણ કરી, એનો શબ્દાર્થ, વાક્યર્થ, મહાવાક્યર્થ અને ઐદપર્યાર્થ (પરમાર્થ-હાદ) જાણી એને પૃચ્છના દ્વારા નિશ્ચિતાર્થ બનાવનાર આત્મા પરાવર્તન અને અનુપ્રેક્ષા દ્વારા આત્મસ્થ બનાવી દે છે. આ રીતે સૂત્રાર્થને આત્મસ્થ બનાવનાર આત્માને એ સૂત્રાર્થને અન્ય સુયોગ્ય આત્માઓને વિતરીત કરવાની અને એ દ્વારા આત્મકલ્યાણકારક એવા એ સૂત્રાર્થની સંતતિ (પરંપરા)ને અખંડ રાખવાની અનુજ્ઞા અપાય છે. અધિકારી આત્મા આ રીતે પ્રાપ્ત સૂત્ર-અર્થની જે દેશના આપે તેને ધર્મકથા નામનો સ્વાધ્યાય કહેવામાં આવ્યો છે. યોગ ગ્રંથો જેને વિનિયોગ નામનો આશય (ભાવ) કહે છે તે આ યાવતું ચૌદપૂર્વધર જેટલા ઉત્કૃષ્ટ કૃતધરને પણ આ પાંચેય સ્વાધ્યાય આવશ્યક બતાવેલા છે. ચૌદ પૂર્વધર એવા પૂ.શ્રી ભદ્રબાહુસ્વામીજી મહારાજા પૂર્વગત શ્રતને ટકાવવા “મહાપ્રાણ' નામનું વિશિષ્ટ ધ્યાન સિદ્ધ કરી રહ્યા હતા. તે ધ્યાન સિદ્ધ થયે ચૌદે ચૌદ પૂર્વમાં રહેલા સમગ્ર શ્રતનું પૂર્વાનુપૂર્વી, પચ્ચાનુપૂર્વી અને અનાનુપૂર્વીના ક્રમથી એક જ અંતર્મુહૂર્તમાં પરાવર્તન થઈ શકે છે. જે ચૌદપૂર્વધર સ્વાધ્યાયમાં પ્રમાદ કરે છે. તેમનું અપૂર્વ એવું પણ આ પૂર્વશ્રત નષ્ટ થઈ જાય છે અને હજુ ય જો સાવધાન ન બને તો સંયમ, સમ્યક્ત ગુમાવી યાવત્ નિગોદમાં પણ જઈ શકે છે. નિગોદાદિ દુર્ગતિઓમાં આત્માને પટકાતા અટકાવવાની અને સદ્ગતિ-શિવગતિના પંથે સહેલાઈથી ચડાવવાની તાકાત આ રીતે સ્વાધ્યાયમાં છે.
શ્રાવકને માટે પણ પ્રભુએ સ્વાધ્યાય યોગ બતાવેલો છે. શ્રુતિ તિ શ્રાવ: | જે સાંભળે તે શ્રાવક આ શાબ્દિક વ્યાખ્યા છે. શ્રાવકની ! પvi ગુરુના સાહુસરવયસામાયરિ તુને તિ સાવો | રોજ ગુરુજનો પાસે સાધુ ભગવંતોની તેમજ શ્રાવકોની સામાચારી સાંભળે તે શ્રાવક - આ વ્યાખ્યા શ્રાવકને માટે નિત્ય જિનવાણી શ્રવણ રૂ૫ “સ્વાધ્યાયની આવશ્યકતા સ્થાપે છે. સામાન્ય ગૃહસ્થો માટે દૈનિક આવશ્યક કર્તવ્યોમાં ય સ્વાધ્યાય આવે છે. જુઓ :
13