________________
જોડાક્ષરોની અંદર પણ કેટલાંક સ્થળે ભૂલો થઈ હતી.
આનું શુદ્ધિકરણ કરવા અને ત્રુટિત પાઠોને પૂર્ણ ક૨વા પાટણ-શ્રી હેમચંદ્રસૂરિ જ્ઞાન મંદિર, અમદાવાદએલ.ડી.ઇંસ્ટીટયૂટ, પાટણ-વિમલગચ્છનો ઉપાશ્રય, કોબા કૈલાસસાગરસૂરિ જ્ઞાનમંદિર, પૂનાએલ.ડી.ઇંસ્ટીટ્યૂટ, જેસલમેર, લિંબડી, ખંભાત, રાધનપુર, વઢવાણ, સુરેન્દ્રનગર, બોટાદ વગેરે ભંડારોમાં તપાસ કરાવવા છતાં પ્રબોધ દીપિકા વૃત્તિ સહ મસહ જિણાણ આણં પ્રતની પ્રાપ્તિ ક્યાંયથી ય ન થઈ.
પૂ.આ.શ્રી મિત્રાનંદસૂરિજી મ.ના એક પુસ્તકની પ્રસ્તાવનામાં તેઓશ્રીએ લખ્યું હતું કે, રાધનપુર અખીદોશીની પોળનાં હસ્તલિખિત ભંડારમાંથી એમને એની પ્રત પ્રાપ્ત થઈ હતી અને એના આધારે ટુંક સમયમાં આ ગ્રંથનું પ્રકાશન કરશે. તેઓશ્રીના શિષ્યરત્ન આ.શ્રી ભવ્યદર્શનસૂરિ મ. સાથે પત્ર વ્યવહાર કરતાં જાણવા મળ્યું કે, તેઓ કાર્ય કરતા હતા પણ હમણાં એ પ્રત-પ્રેસ કોપી વગેરે કયાં છે તે મળતાં નથી. જો તમે કાર્ય કરી શકતા હોય તો સારું જ છે. મારી પાસેની પ્રત મળશે એટલે મોકલાવીશ. પરંતુ તેની પાસેથી કોઈ પ્રત પ્રાપ્ત થઈ નહીં.
એ પછી રાધનપુર - અખીદોશીની પોળનાં ભંડારમાંથી તપાસ કરતાં મહામુશ્કેલીથી પ્રતની નકલ પ્રાપ્ત થઈ. અક્ષરો સારા-સ્વચ્છ અને મરોડદાર હતા. પણ શુદ્ધિની બાબતે તો પહેલી પ્રત કરતાં પણ વધારે ખરાબ સ્થિતિ હતી. ઘણા જ ઘણાં ગાબડાં પડેલાં હતાં. પહેલી પ્રતમાં જે અશુદ્ધિઓ હતી તે આ પ્રતમાં તો હતી જ ઉપરાંત નવી અશુદ્ધિઓ પણ હતી. પરંતુ જે બે પેજ પહેલી પ્રતમાં ખૂટતા હતાં. તેની ત્રુટિ પૂર્ણ થઈ. બે હસ્તપ્રતનાં આધારે આખો ગ્રંથ જોયો. પણ હજુ સંતોષ ન થયો. વધારે તપાસ કરતાં ભાવનગર - જૈન આત્માનંદસભાના જ્ઞાન ભંડારમાંથી એક હસ્તપ્રત મળી. તે પણ પ્રાય: રાધનપુરથી પ્રાપ્ત થયેલ હસ્તપ્રત જેવી જ હતી. બન્ને ય પ્રતીઓ સરખી પ્રતો ઉપરથી લખાઈ હોય તેવું લાગ્યું.
આ. શ્રી નેમિસૂરિજી મહારાજના સમુદાયના આચાર્ય શ્રી સોમચંદ્રસૂરિજી મહારાજનો પરિવાર પણ આ ગ્રંથ તૈયાર કરી રહ્યો તેવું તેમના પરિપત્ર ઉપરથી જાણવા મળતાં ત્યાં પણ સંપર્ક કર્યો હતો. પણ એ બાબતે અમને સફળતા ન મળી અને એમનું કાર્ય પણ આગળ વધ્યું કે નહિ તેની અમને માહિતી નથી. તેથી જે સાધનો ઉપલબ્ધ થયાં તેને જ આધાર બનાવી અમારું કાર્ય આગળ વધારવું પડ્યું.
છેવટે ગ્રંથની શુદ્ધિ કરવા માટે તે - તે કોટેશનોના મૂળ સ્રોતો શોધી એને શુદ્ધિ કરવા પ્રયત્ન કર્યો. અનેક ગ્રંથો જોયા, પ્રાય: મોટા ભાગના ઉદ્ધરણ શ્લોકોનાં મૂળ સ્થાનો પ્રાપ્ત થયાં. તેના આધારે શુદ્ધિકરણ કરવા શક્ય પ્રયત્ન કર્યો. ઘણા સ્થળોમાં જુદા જુદા પ્રકાશનો દ્વારા મુદ્રિત થયેલ ગ્રંથો અને હસ્તલિખિત પ્રતના પાઠો આ બધામાં ઘણા પાઠ ભેદો મળ્યા. આવા સ્થળે હસ્તલિખિતને અને અર્થસંગતિને મુખ્ય રાખી શુદ્ધિકરણ કરવા પ્રયત્ન કર્યો છે. પાઠભેદોના નમૂના જોઈએ તો
-
લીટી
હસ્તપ્રતમાં
૧૦
૧૧
૧૦
૧૦
પેજ-૨
૩
પેજ-૫
ह
तिमिरं
नभयंगपणाम
थंभेउ
20
મુદ્રિતમાં
इ
तिमिर
नयगमभंग पहाणा
थंभेइ