________________
૨૭૪
મૂળગાથા - શબ્દાર્થ ઉપપાત-ચ્યવન વિરહકાળ ઉત્કૃષ્ટથી ગર્ભજ મનુષ્યોનો ૧૨ મુહૂર્ત છે અને સંમૂચ્છિમ મનુષ્યોનો ૨૪ મુહૂર્ત છે. જાન્યથી (બધાનો) ૧ સમય છે. ૧ સમયમાં ઉપપાત-વન સંખ્યા દેવોની સમાન છે. (૨૪૨) સત્તમમહિનેરઇએ, તેઊ વાઊ અસંખનરતિરિએ ! મુહૂણ સેસ જીવા, ઉષ્મજંતિ નરભવંમિ ર૪૩
સાતમી પૃથ્વીના નારકો, તેઉકાય, વાયુકાય અસંખ્ય વર્ષાયુષ્યવાળા મનુષ્યો-તિર્યંચોને છોડીને શેષ જીવો મનુષ્ય ભવમાં ઉત્પન્ન થાય છે. (૨૪૩) સુરનરઅહિં ચિય, હવંતિ હરિ-અરિહ-શક્તિ-બલદેવા, ચઊવિહ સુર ચક્કિ-બલા, વેમાણિય હન્તિ હરિ-અરિહા ૨૪૪
વાસુદેવ, અરિહંત, ચક્રવર્તી, બળદેવ દેવ-નરકમાંથી જ આવેલા થાય છે. ચારે પ્રકારના દેવો ચક્રવર્તી અને બળદેવ થાય છે. વૈમાનિક દેવો વાસુદેવ અને અરિહંત થાય છે. (૨૪૪) હરિણી મણુસ્સરણાઈ, હન્તિ નાણુરેહિ દેહિ ! જહ સંભવમુવવાઓ, હય-ગય-એગિંદિ-રણાર્ણ ર૪પા
વાસુદેવ અને ચક્રવર્તિના મનુષ્યરત્નો અનુત્તરદેવોમાંથી નથી થતા. અશ્વ, હાથી, એકેન્દ્રિય રત્નોની ઉત્પત્તિ યથાસંભવ હોય છે. (૨૪૫) વામપમાણે ચક્ક, છત્ત દંડ દુહસ્થય ચમ્મા. બત્તીસગુલ ખગ્નો, સુવન્નકાગિણિ ચરિંગુલિયા ર૪૬ll. ચરિંગુલો દુઅંગુલપિહુલો ય, મણિ પુરોહિગતુરયા ! સેણાવઈ ગાહાવઈ, વઢઇત્થી ચક્કિરયણાઈ ર૪શા