________________
મૂળગાથા - શબ્દાર્થ
સુરનારયાણ તાઓ, દવ્વલેસા અદ્ઘિ ભણયા । ભાવપરાવત્તીએ, પુણ એસિં હુત્તિ છલ્લેસા II૨૩૮
દેવો-નારકોને તે દ્રવ્યલેશ્યાઓ અવસ્થિત કહી છે. ભાવના પરાવર્તનથી એમને છએ લેશ્યાઓ હોય છે. (૨૩૮) નિરઉન્વટ્ટા ગજ્મે, પજ્જત્ત સંખાઉ લદ્ધિ એએસિં । ચક્કિ હરિજુઅલ અરિહા, જિણ જઈ દિસ સમ્મપુહવિકમા॥૨૩૯।। નરકમાંથી આવેલા જીવો સંખ્યાતા વર્ષના આયુષ્યવાળા પર્યાપ્તા ગર્ભજ થાય. પૃથ્વીના ક્રમથી એમની લબ્ધિ ચક્રવર્તી, વાસુદેવ, બળદેવ, અરિહંત, સામાન્ય કેવળી, સાધુ, દેશિવરતિ અને સમ્યક્ત્વ છે. (૨૩૯)
૨૭૩
રયણાએ ઓહિ ગાઉઆ, ચત્તારિ અદ્ભુટ્ઝ ગુરૂ લહુ કમેણ । પઈ પુઢવિ ગાઉયદ્ઘ, હાયઈ જા સત્તત્તમ ઇગદ્ધ ॥૨૪૦
રત્નપ્રભામાં ઉત્કૃષ્ટ જધન્ય અવધિજ્ઞાન ક્રમશઃ ૪ ગાઉ અને ૩ ગાઉ છે. દરેક પૃથ્વીમાં ગાઉ ઓછો થાય છે, યાવત્ સાતમી પૃથ્વીમાં ૧ ગાઉ અને અે ગાઉ છે. (૨૪૦) ગજ્મનર તિપલિયાઉ, તિ ગાઉ ઉક્કોસ તે જહન્નેણું | મુચ્છિમ દુહાવિ અંતમુહૂ, અંગુલઅસંખભાગતણૂ ||૨૪૧॥
ગર્ભજ મનુષ્યો ઉત્કૃષ્ટથી ત્રણ પલ્યોપમના આયુષ્યવાળા છે. તેઓ ઉત્કૃષ્ટથી ૩ ગાઉના શરીરવાળા છે. તેઓ જઘન્યથી અને સંમૂર્ચ્છિમ મનુષ્યો બન્ને રીતે અંતર્મુહૂર્તના આયુષ્યવાળા અને અંગુલના અસંખ્યાતમા ભાગના શરીરવાળા છે (૨૪૧)
બારસ મુહુત્ત ગબ્બે, ઇયરે ચઉવીસ વિરહ ઉક્કોસો । જન્મમરણેસુ સમઓ, જહન્ન સંખા સુરસમાણા ॥૨૪૨॥