________________
મૂળગાથા - શબ્દાર્થ
૨૭૫ ચક્ર-છત્ર-દંડ વ્યામ (ધનુષ્ય) પ્રમાણ છે, ચર્મરત્ન બે હાથનું છે, ખડ્ઝ રત્ન ૩૨ અંગુલનું છે, સુવર્ણનું કાકિણી રત્ન ચાર અંગુલનું છે, ચાર અંગુલ લાંબુ અને ૨ અંગુલ પહોળું મણિરત્ન છે. પુરોહિત, હાથી, ઘોડો, સેનાપતિ, ગાથાપતિ, વર્ધકી (સુથાર), સ્ત્રી – આ ચક્રવર્તિના રત્નો છે. (૨૪૬, ૨૪૭) ચક્ક ધણુહ ખગો, મણી ગયા તહ ય હોઈ વણમાલા સંખો સત્ત ઈમાઈ, રયણાઈ વાસુદેવસ્ય ર૪૮
ચક્ર, ધનુષ્ય, ખડ્ઝ, મણિ, ગદા, વનમાલા, શંખ - આ સાત રત્નો વાસુદેવના છે. (૨૪૮) સંખના ચઉસુ ગઇસુ, જંતિ પંચસુ વિ પઢમસંઘયણે ઈગ દુ તિ જા અસણં, ઇંગસમએ જંતિ તે સિદ્ધિ ૨૪લા
સંખ્યાતા વર્ષના આયુષ્યવાળા મનુષ્યો ચારે ગતિમાં જાય છે. પહેલા સંઘયણમાં તેઓ પાંચે ગતિમાં જાય છે. ૧ સમયમાં તેઓ ૧, ૨, ૩, યાવત્ ૧૦૮ મોક્ષમાં જાય છે. (૨૪૯) વીસિસ્થિ દસ નપુંસગ, પુરિસઠસયં તુ એગસએણે ! સિઝઈ ગિરિઅસલિંગ, ચલે દસ અટ્ટાકિય સયં ચ ર૫oો.
૧ સમયમાં ૨૦ સ્ત્રીઓ, ૧૦ નપુંસકો, ૧૦૮ પુરુષો, ગૃહિલિંગ-અન્યલિંગ-સ્વલિંગમાં ક્રમશઃ ૪-૧૦-૧૦૮ સિદ્ધ થાય છે. (૨૫૦) ગુરુ લહુ મઝિમ દો ચઉ, અદ્ભસય ઉઢહો તિરિયલોએ ચઉ બાવીસડઢસય, દુ સમુદે તિનિ સેસજલે ર૫૧
ઉત્કૃષ્ટ-જઘન્ય-મધ્યમ અવગાહનાવાળા ક્રમશઃ ૨-૪-૧૦૮, ઊર્ધ્વલોક-અપોલોક-તિચ્છલોકમાં ક્રમશઃ ૪-૨૨-૧૦૮, સમુદ્રમાં ૨, શેષ જલમાં ૩ સિદ્ધ થાય છે. (૨૫૧)