________________
૨૬૬
મૂળગાથા - શબ્દાર્થ બંધન, ગતિ, સંસ્થાન, ભેદ, વર્ણ, ગંધ, રસ, સ્પર્શ, અગુરુલઘુ, શબ્દ - એ દશ પ્રકારના અશુભ પુદ્ગલ (પરિણામો) નરકમાં છે. (૨૦૪) નરયા દસવિલ વેયણ, સીઉસિણ-ખુહ-પિવાસ-કંહિં પરવર્સ જર દાહ, ભય સોગં ચેવ વેયંતિ ૨૦પાઈ
નારકીઓ ૧૦ પ્રકારની વેદના ભોગવે છે – ઠંડી, ગરમી, ભૂખ, તરસ, ખંજવાળ, પરવશતા, તાવ, દાહ, ભય અને શોક. (૨૦૫). સત્તસુ ખિત્તજવિયણા, અન્નન્નકયાવિ પહરણેહિ વિણા | પહરણકયા વિ પંચસુ, તિસુ પરમાહમ્પિયયાવિ ૨૦૬ll
સાતે પૃથ્વીમાં ક્ષેત્રજ અને પ્રહરણ વિના પરસ્પરકૃત વેદના હોય છે. પાંચ પૃથ્વીમાં પ્રહરણકૃત વેદના પણ હોય છે. ત્રણ પૃથ્વીમાં પરધામીકૃત વેદના પણ હોય છે. (૨૦૬) રણપ્રહ સક્કરપહ, વાલુયપદ પંકાહ ય ધૂમપહા ! તમપહા તમતમપહા, કમેણ પુઢવીણ ગોરાઈ ૨૦૭
રત્નપ્રભા, શર્કરા પ્રભા, વાલુકાપ્રભા, પંકપ્રભા, ધૂમપ્રભા, તમ:પ્રભા, તમસ્તમઃ પ્રભા - આ ક્રમશઃ સાત પૃથ્વીના ગોત્ર છે. (૨૦૭) ઘમ્મા વંસા સેલા, અંજણ રિટ્ટો મઘા ય માઘવઈ ! નામેહિં પુઢવીઓ, છત્તાઈછત્ત સંડાણા ૨૦૮
ઘર્મા, વંશા, શૈલા, અંજના, વિષ્ટા, મઘા અને માઘવતી - આ નામો વડે સાત પૃથ્વીઓ છત્રાતિછત્રના આકારે રહેલી છે. (૨૦૮)