________________
મૂળગાથા - શબ્દાર્થ
૨૬૫
સત્તસુ પુઢવીસુ ઠિઈ, જિદ્રોવરિમા ય હિટ્ટ પુઢવીએ . હોઈ કમેણ કણિટ્ટા, દસવાસસહસ્સ પઢમાએ ૨૦૦
આમ દેવોના સ્થિતિ વગેરે કહ્યા. હવે નારકીઓના કહીશ. સાત નરકમાં ઉત્કૃષ્ટ સ્થિતિ ક્રમશઃ ૧, ૩, ૭, ૧૦, ૧૭, ૨૨, ૩૩ સાગરોપમ છે. ઉપરની પૃથ્વીની ઉત્કૃષ્ટ સ્થિતિ ક્રમશઃ નીચેની પૃથ્વીની જઘન્ય સ્થિતિ છે. પહેલી પૃથ્વીની જઘન્ય સ્થિતિ ૧૦,૦૦૦ વર્ષ છે. (૧૯૯- ૨૦૦) નવઈ સમ સહસ લખા, પુવ્વાણું કોડી અયર દસ ભાગ ઈક્કિક્ક ભાગ વુઢી, જા અયર તેરસે પયરે ૨૦૧ ઈઅ જિઃ જહન્ના પુણ, દસવાસસહસ્સ લમ્બ પયર દુગે ! સેમેસુ ઉવરિ કિટ્ટા, અહો કણિઢાઉ પઈ પુઢવિ ૨૦૨ા
૯૦,૦૦૦ વર્ષ, ૯૦ લાખ વર્ષ, ૧ ક્રોડ પૂર્વ, , સાગરોપમ, ૧-૧ ભાગની વૃદ્ધિ યાવત્ ૧૩મા પ્રતરમાં ૧ સાગરોપમ - આ ઉત્કૃષ્ટ સ્થિતિ છે. જઘન્ય સ્થિતિ બે પ્રતરમાં ૧૦,000 વર્ષ અને ૧ લાખ વર્ષ, શેષ પ્રતિરોમાં દરેક પૃથ્વીમાં ઉપરના પ્રતરની ઉત્કૃષ્ટ સ્થિતિ નીચેના પ્રતરની જઘન્ય સ્થિતિ છે. (૨૦૧- ૨૦૨) ઉવરિખિઇઠિઇવિશેસો, સગપયરવિહતુ ઈચ્છસંગુણિઓ. ઉવરિમખિઇઠિઇસહિઓ ઈચ્છિયપયરંમિ ઉક્કોસા ૨૦૩
ઉપરની પૃથ્વીની સ્થિતિના તફાવતને પોતાના પ્રતરથી ભાગી ઈષ્ટ પ્રતરથી ગુણી ઉપરની પૃથ્વીની સ્થિતિથી સહિત તે ઈષ્ટ પ્રતરમાં ઉત્કૃષ્ટ સ્થિતિ છે (૨૦૩) બંધણ ગઈ સઠાણા, ભેયા વન્ના ય ગંધ રસ ફાસા ! અગુરુલહુ સદ દસહા, અસુહા વિય પુગ્ગલા નિરએ ૨૦૪ll,