________________
૨૫૪
મૂળગાથા - શબ્દાર્થ
નરપંચિંદિયતિરિયાણુપ્પત્તી, સુરભવે ૫જ્જત્તાણું । અજ્ઞવસાયવિસેસા, તેસિં ગઈતારતમ્યું તુ 1198911
પર્યાપ્ત મનુષ્યો અને પંચેન્દ્રિય તિર્યંચોની ઉત્પત્તિ દેવલોકમાં થાય છે, પણ અધ્યવસાયવિશેષથી તેમની ગતિમાં તારતમ્ય હોય છે. (૧૪૭)
નર તિરિ અસંખજીવી, સબ્વે નિયમેણ જંતિ દેવેસુ । નિયઆઉયસમહીણા-ઉએસુ ઈસાણઅંતેસુ ॥૧૪૮
અસંખ્ય વર્ષના આયુષ્યવાળા બધા મનુષ્યો-તિર્યંચો નિયમા પોતાના આયુષ્યની સમાન કે ઓછા આયુષ્યવાળા ઈશાન સુધીના દેવલોકમાં જાય છે. (૧૪૮)
જંતિ સમુચ્છિમતિરિયા, ભવણવણેસુ ન જોઈમાઈસુ । જં તેસિં ઉવવાઓ, પલિયાસંખંસઆઉસુ ।।૧૪૯ા
સંમૂર્ચ્છિમ તિર્યંચો ભવનપતિ અને વ્યન્તરમાં જાય છે, જ્યોતિષ વગેરેમાં નહીં, કેમકે તેમની ઉત્પત્તિ પલ્યોપમના અસંખ્યાતમા ભાગના આયુષ્યવાળામાં થાય છે. (૧૪૯)
બાલતવે પડિબદ્ધા, ઉક્કડરોસા તવેણ ગારવિયા । વેરેણ ય પડિબદ્ધા, મરિઉં અસુરેસુ જાયંતિ ૧૫૦
તપના
બાલતપ કરનારા, ઉત્કટ રોષવાળા, અભિમાનવાળા, વૈરવાળા જીવો મરીને અસુરકુમાર દેવોમાં ઉત્પન્ન થાય છે. (૧૫૦)
રજ્જુગ્ગહ-વિસભક્ષ્મણ-જલ-જલણ-પવેસ-તણ્ડ-છુહ-દુહઓ । ગિરિસિરપડણાઉ મયા, સુહભાવા હુંતિ વંતરિયા ॥૧૫૧॥