________________
મૂળગાથા - શબ્દાર્થ
૨૫૩ - સામાન્યથી ચારે પ્રકારના દેવોમાં ઉપપાતવિરહકાળ ઉત્કૃષ્ટથી ૧૨ મુહૂર્ત છે. હવે ભવનપતિ વગેરે દરેકનો ઉપપાતવિરહાકાળ કહીશ (૧૪૨) ભવણવણજોઈસોહમ્મી-સાણેસુ મુહુu ચઉવસં. તો નવદિણ વીસ મુહૂ, બારસ દિણ દસ મુહુરા ૧૪૩ બાવીસ સઢ દિયહા, પણયાલ અસીઈ દિણ સયં તત્તો . સંખિજા દુસુ માસા, દુસુ વાસા તિસુ તિગેસુ કમા ૧૪૪ વાસાણ સયા સહસ્સા, લક્ષ્મ તહ ચઉસુ વિજયમાઈસુ ! પલિયા અસંખભાગો, સવ્વટ્ટે સંખભાગો ય ૧૪પા
ભવનપતિ, વ્યન્તર, જયોતિષ, સૌધર્મ, ઇશાનમાં ૨૪ મુહૂર્ત, પછી (સનસ્કુમારમાં) ૯ દિવસ ૨૦ મુહૂર્ત, (માહેન્દ્રમાં) ૧૨ દિવસ ૧૦ મુહૂર્ત, (બ્રહ્મલોકમાં) સાડા બાવીસ દિવસ, (લાંતકમાં) ૪૫ દિવસ, (મહાશુક્રમાં) ૮૦ દિવસ, (સહસ્રારમાં) ૧૦૦ દિવસ, પછી બેમાં સંખ્યાતા માસ, બેમાં સંખ્યાતા વર્ષ, ત્રણ ત્રિકમાં ક્રમશઃ સંખ્યાતા સો વર્ષ, સંખ્યાતા હજાર વર્ષ અને સંખ્યાતા લાખ વર્ષ, અને વિજય વગેરે ચારમાં પલ્યોપમનો અસંખ્યાતમો ભાગ અને સર્વાર્થસિદ્ધમાં પલ્યોપમનો સંખ્યામાં ભાગ (ઉપપાતવિરહકાળ છે). (૧૪૩, ૧૪૮, ૧૪૫) સલૅસિંપિ જહન્નો, સમઓ એમેવ ચવણવિરહો વિ . ઈગ-દુ-તિ-સંખ-મસંખા, ઈગસમએ હન્તિ ય અવંતિ ૧૪૬ll.
બધાયનો જઘન્ય ઉપપાતવિરહકાળ જઘન્યથી ૧ સમય છે, એ જ પ્રમાણે ચ્યવનવિરહકાળ પણ જાણવો. ૧ સમયમાં ૧, ૨, ૩, સંખ્યાતા કે અસંખ્યાતા ઉત્પન્ન થાય છે અને ઔવે છે. (૧૪૬).