________________
મૂળગાથા - શબ્દાર્થ
૨૫૫
દોરડાનો ફાંસો ખાવાથી, વિષ ખાવાથી, પાણી કે અગ્નિમાં પ્રવેશ કરવાથી, તરસ કે ભૂખના દુઃખથી, પર્વતના શિખર પરથી પડવાથી મરેલા જીવો શુભભાવથી વ્યન્તર થાય છે. (૧૫૧)
તાવસ જા જોઈસિયા, ચરગપરિવ્વાય બંભલોગો જા । જા સહસ્સારો પંચિંદિતિરિય, જા અચ્યુઓ સઢા ||૧૫૨॥
તાપસો જ્યોતિષ સુધી, ચક-પરિવ્રાજક બ્રહ્મલોક સુધી, પંચેન્દ્રિય તિર્યંચ સહસ્રાર સુધી, શ્રાવકો અચ્યુત સુધી જાય છે. (૧૫૨) જઈલિંગ મિચ્છદિટ્ટી, ગેવિા જાવ જંતિ ઉક્કોરું । પયપિ અસદ્દહંતો, સુત્તë મિચ્છદિઠ્ઠી ઉ ॥૧૫॥
સાધુના વેષવાળા મિથ્યાદષ્ટિ જીવો ઉત્કૃષ્ટથી ત્રૈવેયક સુધી જાય છે. સૂત્ર કે અર્થના એક પદની પણ અશ્રદ્ધા કરનારો જીવ મિથ્યાદષ્ટિ છે. (૧૫૩)
સુતં ગણહ૨૨ઈયં, તહેવ પજ્ઞેયબુદ્ધરઈયં ચ । સુયકેવલિણા રઈયં, અભિન્નદસપુર્વાિણા રઈયં ૧૫૪॥
ગણધરોએ રચેલું, પ્રત્યેકબુદ્ધોએ રચેલું, શ્રુતકેવલીએ રચેલું અને સંપૂર્ણ ૧૦ પૂર્વીએ રચેલું તે સૂત્ર છે. (૧૫૪) છઉમત્થસંજયાણું, ઉવવાઉક્કોસઓ અ સવ્વદે । તેસિં સદ્ભાણં પિ ય, જહન્નઓ હોઈ સોહમે ||૧૫૫|| છદ્મસ્થ સાધુઓની ઉત્કૃષ્ટથી ઉત્પત્તિ સર્વાર્થસિદ્ધમાં થાય છે. તેમની અને શ્રાવકોની પણ જઘન્યથી ઉત્પત્તિ સૌધર્મમાં થાય છે. (૧૫૫)
લંતંમિ ચઉદપુલ્વિસ્ટ, તાવસાઈણ વંતરેસુ તહા ।
એસો ઉવવાયવિહિ, નિયનિયકિરિયઠિયાણ સવ્વોવિ ॥૧૫૬॥