________________
મૂળગાથા - શબ્દાર્થ
૨૩૯ અરુણ વગેરે દ્વીપો-સમુદ્રો ત્રિપ્રત્યવતાર છે. જંબુદ્વીપ, લવણસમુદ્ર વગેરે દરેક અસંખ્ય છે. (૭૧, ૭૨, ૭૩) તાણંતિમ સૂરવરાવભાસ, જલહી પરંતુ ઇક્કિક્કા . દેવે નાગે જફખે, ભૂએ ય સયંભુરમણે ય ll૭૪
તેમાંનો છેલ્લો સૂર્યવરાવભાસ સમુદ્ર છે, ત્યાર પછી દેવ, નાગ, યક્ષ, ભૂત, સ્વયંભૂરમણ દીપો-સમુદ્રો એક એક છે (૭૪) વારુણીવર ખરવરો, ઘયવર લવણો ય હુત્તિ ભિન્નરસા ! કાલોય પુષ્કરોદહિ, સયંભુરમણો ય ઉદગરસા ll૭પા
વારુણીવર સમુદ્ર, લીવર સમુદ્ર, ધૃતવર સમુદ્ર, લવણસમુદ્ર ભિન્ન ભિન્ન સ્વાદવાળા છે. કાલોદધિ, પુષ્કરવરસમુદ્ર અને સ્વયંભૂરમણસમુદ્ર પાણીના જેવા સ્વાદવાળા છે. (૭૫) ઈષ્ફરસ સેસ જલહી, લવણે કાલોએ ચરિમિ બહુમચ્છા પણ સગ દસ જોયણસય-તણુ કમા થોવ એસેસુ I૭૬ll
શેષ સમુદ્રો શેરડીના રસ જેવા સ્વાદવાળા છે. લવણસમુદ્ર, કાલોદધિ અને છેલ્લા સમુદ્રમાં ક્રમશઃ ૫૦૦, ૭૦૦, ૧૦૦૦ યોજનના શરીરવાળા ઘણા માછલા છે. શેષ સમુદ્રમાં થોડા માછલા છે. (૭૬). દો સસિ દો રવિ પઢમે, દુગુણા લવર્ણમિ ધાયઈસંડે ! બારસ સસિ બારસ રવિ, તપ્પભિઈનિદિટ્ટસસિરવિણો ll૭૭ તિગુણા પુવિલ જયા, અસંતરાણંતરંમિ ખિત્તેમિ ! કાલોએ બાયાલા, બિસત્તરી પુસ્મરદ્ધમિ ૭૮.
પહેલા દ્વીપમાં બે ચન્દ્ર-બે સૂર્ય છે. લવણસમુદ્રમાં બમણા (ચન્દ્ર-સૂર્ય) છે. ધાતકીખંડમાં ૧૨ ચન્દ્ર અને ૧૨ સૂર્ય છે.