________________
મૂળગાથા - શબ્દાર્થ
માણુસનગાઓ બાહિં, ચંદા સુરમ્સ સુર ચંદમ્સ । જોયણ સહસ્ય પન્નાસ-ણુણગા અંતરું દિઢું ૬૪॥ માનુષોત્તરપર્વતની બહાર ચન્દ્રથી સૂર્યનું અને સૂર્યથી ચંદ્રનું અંતર અન્યૂન ૫૦,૦૦૦ યોજન જોવાયું છે. (૬૪) સિસ સિસ રિવ વિ સાહિય, જોયણ લક્ખણ અંતર હોઈ । રવિ અંતરિયા સિણો, સસિ અંતરિયા રવિ દિત્તા ૬૫॥
૨૩૭
ચન્દ્ર-ચન્દ્રનું અને સૂર્ય-સૂર્યનું અંતર સાધિક લાખ યોજન છે. સૂર્યના આંતરે ચન્દ્ર અને ચંદ્રના આંતરે સૂર્ય દેદીપ્યમાન છે. (૬૫)
બહિયા ઉ માણુસુત્તરઓ, ચંદા સૂરા અવિટ્ટઉજ્જોયા । ચંદા અભિઇજીત્તા, સૂરા પુણ હુત્તિ પુસ્સેહિં ૬૬ા
માનુષોતર પર્વતથી બહાર ચન્દ્ર અને સૂર્ય અવસ્થિત તેજવાળા છે, ચન્દ્ર અભિજિત્ નક્ષત્રથી યુક્ત છે અને સૂર્ય પુષ્યનક્ષત્રથી યુક્ત છે. (૬૬)
ઉદ્ધારસાગર દુગે, સઢે સમઐહિં તુલ્લ દીવુદહિ । દુગુણાદુગુણપવિત્થર, વલયાગારા પઢમવજ્જ ॥૬॥
બમણા બમણા વિસ્તારવાળા, અઢી સાગરોપમના સમયની તુલ્ય દ્વીપસમુદ્રો છે. તેમાં પહેલા સિવાયના વલયાકારે છે (૬૭) પઢમો જોયણલખ્ખું, વટ્ટો તં વેઢિઉં ઠિઆ સેસા । પઢમો જંબુદ્દીવો, સયંભૂરમણોદહી ચરમો ૫૬૮ના
પહેલો દ્વીપ ૧ લાખ યોજનનો અને ગોળ છે. શેષ દ્વીપસમુદ્રો તેને વીંટીને રહેલા છે. પહેલો જંબુદ્વીપ છે, છેલ્લો સ્વયંભૂરમણસમુદ્ર છે. (૬૮)