________________
૨ ૨૭
મૂળગાથા - શબ્દાર્થ દુસુ તેરસ દુસુ બારસ, છ પણ ચઉ ચઉ દુગે દુગે ય ચઉ . ગેવિક્મણત્તરે દસ, બિસદ્ધિ પયરા ઉવરિ લોએ ૧૪
બેમાં ૧૩, બેમાં ૧૨, ૬, ૫, ૪, ૪, બે-બેમાં ૪, રૈવેયક-અનુત્તરમાં ૧૦ - આ ઊર્ધ્વલોકમાં ૬૨ પ્રતર છે. (૧૪) સોહમ્યુકોસઠિઈ, નિયપયરવિહત્તઈચ્છસંગુણિઓ . પયોસઠિઈઓ, સવ્વસ્થ જહનાઓ પલિયં I૧પો.
- સૌધર્મની ઉત્કૃષ્ટ સ્થિતિને પોતાના પ્રતરોથી ભાગીને ઈષ્ટ પ્રતરથી ગુણવાથી તે પ્રતરની ઉત્કૃષ્ટ સ્થિતિ આવે. બધા પ્રતરોમાં જઘન્ય સ્થિતિ ૧ પલ્યોપમ છે. (૧૫) સુરકપ્પઠિઈવિસેસો, સગપયરવિહત્તઈચ્છસંગુણિઓ હિઢિલ્લઠિઈસહિઓ, ઇચ્છિયપયરંમિ ઉક્કોસા /૧૬
દેવલોકની સ્થિતિના વિશેષ (તફાવત)ને પોતાના પ્રતરથી ભાગી ઇષ્ટપ્રતરથી ગુણી નીચેના દેવલોકની સ્થિતિથી સહિત તે ઇષ્ટ પ્રતરમાં ઉત્કૃષ્ટ સ્થિતિ છે. (૧૬) કમ્પસ અંતપયરે, નિય કપૂવડિયા વિમાણાઓ . ઇંદનિવાસા તેસિં, ચઉદિસિ લોગપાલાણં ૧૭
દેવલોકના છેલ્લા પ્રતરમાં ઇન્દ્રોના નિવાસસ્થાનરૂપ પોતપોતાના કલ્પાવતંસક વિમાનો છે. તેમની ચારે દિશામાં લોકપાલોના વિમાનો છે. (૧૭) સોમજમાણે સતિભાગ, પલિય વરૂણસ્સ દુનિ દેસૂણા | વેસમણે દો પલિયા, એસ ઠિ લોગપાલાણં ૧૮
- સોમ અને યમની ૧પલ્યોપમ, વરુણની દેશોન ૨ પલ્યોપમ વૈશ્રમણની ૨ પલ્યોપમ - આ લોકપાલોની સ્થિતિ છે. (૧૮)