________________
૧૭૫
મૂળગાથા - શબ્દાર્થ જયોતિષના વિમાનોને ચન્દ્ર-સૂર્ય, ગ્રહ, નક્ષત્ર, તારાના વિમાનોને) વહન કરે છે. (૧૦૭) સસિરવિણો ય વિમાણા, વહેંતિ દેવાણ સોલસ સહસ્સા ગહરિખતારગાણું, અટ્ટ ચીક્ક દુર્ગ ચેવ ૧૦૮
ચન્દ્રસૂર્યના વિમાનોને ૧૬,000 દેવો વહન કરે છે. ગ્રહ, નક્ષત્ર, તારાના વિમાનોને ક્રમશઃ ૮,૦૦૦; ૪,૦૦૦; ૨,000 દેવો વહન કરે છે. (૧૦૮) પુરઓ વહતિ સીહા, દાહિણઓ કુંજરા મહાકાયા પચ્ચચ્છિમેણ વસહા, તુરગા પણ ઉત્તરે પાસે ૧૦લા
આગળ સિંહરૂપે, દક્ષિણમાં મહાકાય હાથીરૂપે, પશ્ચિમમાં બળદરૂપે, ઉત્તરમાં ઘોડારૂપે વહન કરે છે. (૧૦૯) ચંદેહિ રવી સિગ્યા, રવિણો ઉભવે ગણા ઉ સિગ્ધરા તત્તો નખત્તાઈ, નખત્તેહિ તુ તારાઓ /૧૧૦
ચન્દ્ર કરતા સૂર્ય શીઘ્રગતિવાળા છે. સૂર્ય કરતા ગ્રહ વધુ શીધ્ર છે. તેના કરતા નક્ષત્ર, નક્ષત્ર કરતા તારા વધુ શીધ્ર છે. (૧૧૦) સવ્વડપ્પગઈ ચંદા, તારા પુણ હુતિ સવસિડ્યુયરામાં એસો ગઈવિસેસો, તિરિયં લોએ વિમાસાણ ૧૧૧
ચન્દ્ર સર્વથી અલ્પગતિવાળા છે. તારા સર્વથી વધુ શીધ્ર છે. તિષ્કૃલોકમાં વિમાનોની ગતિનો આ વિશેષ છે. (૧૧૧) અપ્પદ્ધિઆ ઉ તારા, નખત્તા ખલુ તઓ મહઠ્ઠિી નખત્તેહિ તુ ગહા, ગહેહિ સૂરા તઓ ચંદા ૧૧રા
તારા અલ્પ ઋદ્ધિવાળા છે, નક્ષત્ર તેના કરતા મહદ્ધિક છે. નક્ષત્ર કરતા ગ્રહો, ગ્રહો કરતા સૂર્ય, સૂર્ય કરતા ચન્દ્ર મહદ્ધિક છે. (૧૧૨)