________________
૧૭૬
મૂળગાથા - શબ્દાર્થ પંચેવ ધણસયાઈ, જહન્નય અંતરં તુ તારાણા દો ચેવ ગાઉઆઈ, નિવાઘાણે ઉક્કોસ ૧૧૩
તારાનું વ્યાઘાત વિના જઘન્ય અંતર ૫00 ધનુષ્ય છે, ઉત્કૃષ્ટ અંતર ર ગાઉ છે. (૧૧૩) સૂરસ્સ ય સૂરસ્સ ય, સસિણો સસિણો ય અંતરે દિલ્ડં. બાહિં તુ માણસનગસ્ટ, જોઅણાર્ણ સયસહસ્સા ૧૧૪ /
માનુષોત્તરપર્વતની બહાર સૂર્યનું અને સૂર્યનું તથા ચન્દ્રનું અને ચન્દ્રનું અંતર ૧ લાખ યોજન જોવાયું છે. (૧૧૪) સૂરતરિઆ ચંદા, ચંદંતરિઆ ય દિણયરા દિત્તા ચિત્તતરલેસાગા, સુહલેસા મંદલેસાય / ૧૧૫ /
- સૂર્યથી અંતરિત ચન્દ્ર અને ચન્દ્રથી અંતરિત દેદીપ્યમાન સૂર્ય છે. તેઓ ચિત્ર અંતર અને વેશ્યાવાળા હોય છે. ચન્દ્ર સુખલેશ્યાવાળા છે, સૂર્ય મન્ડલેશ્યાવાળા છે. (૧૧૫) કિડું રાહુવિમાર્ણ નિચ્ચે, ચંદેણ હોઈ અવિરહિએ. ચરિંગુલમપ્પત્ત, હિઠા ચંદસ્ય ચરઈ ! ૧૧૬ |
રાહુનું કાળું વિમાન હંમેશા ચન્દ્રથી અવિરહિત હોય છે. તે ચન્દ્રની નીચે ચાર અંગુલ દૂર ચરે છે. (૧૧) બત્તીસઠાવીસા, બારસ અઠ ચઉરો સયસહસ્સા આરેણ બંભલોગા, વિમાણસખા ભવે એસા ! ૧૧૭/
- ૩૨ લાખ, ૨૮ લાખ, ૧૨ લાખ, ૮ લાખ, ૪ લાખ – આ બ્રહ્મલોક સુધી વિમાનોની સંખ્યા છે. (૧૧૭) પન્નાસ ચત્ત છચ્ચેવ સહસ્સા, સંતસુક્કસહસ્સારા સય ચઉરો આણયપાણએસ, તિન્નારણપ્યુયએ / ૧૧૮.