________________
૧૭૨
જંબૂ લવણો ધાયઈ, કાલોઓ પુક્ખરાઈ જુઅલાઈ । વારુણિખીરઘયક્ખ, નંદીસર અરુણદીવુદહી ૯૨૫
મૂળગાથા - શબ્દાર્થ
જંબુદ્રીપ-લવણસમુદ્ર, ધાતકીખંડ-કાળોદધિ, પુષ્કરવર વગેરે દ્વીપ-સમુદ્ર, વારુણીવર દ્વીપ-સમુદ્ર, ક્ષીરવદ્વીપ-સમુદ્ર, ધૃતવર દ્વીપસમુદ્ર, ઈક્ષુવર દ્વીપ-સમુદ્ર, નન્દીશ્વર દ્વીપ-સમુદ્ર, અરુણવર દ્વીપસમુદ્ર યુગલો છે. (૯૨)
આભરણવત્થગંધે, ઉપ્પલતિલએ અ પઉમનિહિયણે । વાસહરદહનઈઓ, વિજયા વારકમ્પિંદા II૯૩|| કુરુમંદરઆવાસા, કૂડા નક્બત્તચંદસૂરા ય । દેવે નાગે જખ્મે, ભૂએ અ સયંભુરમણે અ II૯૪॥
આભરણ, વસ્ત્ર, ગન્ધ, રાત્રિવિકાસી કમળ, તિલક, દિવસવિકાસી કમળ, નવ નિધિ, ચૌદ રત્ન, વર્ષધરપર્વત, દ્રહ, નદી, વિજય, વક્ષસ્કાર, દેવેન્દ્ર, કુરુક્ષેત્ર, મેરુ, શક્ર વગેરેના આવાસ, ફૂટ, નક્ષત્ર, ચન્દ્ર, સૂર્યના નામવાળા દ્વીપ-સમુદ્રો જાણવા. પછી દેવ, નાગ, યક્ષ, ભૂત, સ્વયંભૂરમણ નામના દ્વીપ-સમુદ્ર છે. (૯૩૯૪)
અટ્ટાસીઈં ચ ગહા, અટ્ઠાવીસં ચ હુંતિ નક્ખત્તા । એગસસી પરિવારો, એત્તો તારાગણું વર્ચ્છ ॥૫॥
૧ ચન્દ્રના પરિવારમાં ૮૮ ગ્રહો, ૨૮ નક્ષત્રો છે. હવે તારાગણ કહીશ. (૯૫)
છાવટ્ટિસહસ્સાઈ, નવ ચેવ સયાઈં પંચસયરાઈ । એગસસિપરિવારો, તારાગણકોડિકોડીણું ૯૬॥
૧ ચન્દ્રના પરિવારમાં ૬૬,૯૭૫ કોટીકોટી તારા છે. (૯૬)