________________
મૂળગાથા - શબ્દાર્થ
૧૬૩
ચૂડામણી, સર્પ, વજ્ર, ગરુડ, ઘડો, મગર, વર્ધમાનક, અશ્વ, સિંહ, હાથી - આ અસુરકુમારાદિના ચિહ્નો જાણવા. (૪૩) કાલા અસુરકુમારા, નાગા ઉદહી ય પંડુરા દોવિ । વરકણયતવિયગોરા હુંતિ, સુવણ્ણા દિસા થણિયા ૫૪૪॥ ઉત્તત્તકણયવન્ના, વિજ્જુ અગ્ગી ય હુંતિ દીવા ય । સામા પિયંગુવન્ના, વાયુકુમારા મુજ્ઞેયા ।।૪૫॥
અસુરકુમાર કાળા છે, નાગકુમાર - ઉદિકુમાર બે ય સફેદ છે, સુવર્ણકુમાર - દિકુમાર - સ્તનિતકુમા૨ તપેલા સુવર્ણ જેવા ગોરા છે, વિદ્યુત્ક્રુમાર- અગ્નિકુમાર- દ્વીપકુમાર અતિ તપેલા સુવર્ણના વર્ણના છે, વાયુકુમાર પ્રિયંગુ જેવા શ્યામવર્ણના જાણવા. (૪૪, ૪૫)
અસુરેસુ હુંતિ રત્તા, સિસિંધપુપ્તપ્પભા ય નાગુદહી | આસાસગવસણધરા, હુંતિ સુવન્ના દિસા થણિયા ।।૪૬॥ નીલાણુરાગવસણા, વિજ્જ અગ્ગી ય હુંતિ દીવા ય । સંઝાણુરાગવસણા, વાઉકુમારા મુજ્ઞેયા ॥૪॥
અસુરકુમારના વસ્ત્ર લાલ છે, નાગકુમાર - ઉદકુિમારના વસ્ત્ર સિલિપુષ્પ જેવા (નીલ) છે, સુવર્ણકુમા૨ - દિક્કુમારસ્તનિતકુમાર ઘોડાના મોઢાના ફીણ જેવા (સફેદ) વસ્ત્રને ધારણ કરનારા છે, વિદ્યુત્ક્રુમા૨-અગ્નિકમા૨-દ્વીપકુમાર નીલવર્ણના વસવાળા છે, વાયુકુમાર સંધ્યાના રાગ જેવા વસ્ત્રવાળા જાણવા. (૪૬, ૪૭) ચમરે બલી ય ધરણે, ભૂઆણંદે ય વેણુદેવે ય । તત્તોં ય વેણુદાલી, હિરકંત હરિમ્સહે ચેવ ॥૪૮॥ અગ્નિસિહ અગ્નિમાણવ, પુન્ન વિસટ્ટે તહેવ જલકંતે । જલપહ તહ અમિઅગઈ, બીએ મિઅવાહણે ઈંદે ।।૪૯॥