________________
શ્રીબૃહત્સંગ્રહણિ મૂળગાથા-શબ્દાર્થ
નિટ્ટવિયઅકર્મ, વીરં નમિઊણ તિગરણવિસુદ્ધા નાણમહંતમડહત્યં, તા સંગહણિત્તિ નામેણં ૧ / વુચ્છે દિઈભવણીગાહણાય, સુરનારયાણ પત્તેયા નરતિરિઅદેહમાણે, આઉપમાણં ચ વુચ્છામિ / / વિરહુવવાલ્વિટ્ટે સંબં, તહ ચેવ એગસએણે ગઈરાગઈ ચ પુચ્છું, સવ્વસિં આણુપુલ્વીએ / ૩ //
જેમણે આઠ કર્મોનો ક્ષય કર્યો છે એવા અને અનંતજ્ઞાનમય એવા વીરપ્રભુને મન-વચન-કાયાની વિશુદ્ધિપૂર્વક નમન કરીને સત્ય અર્થવાળા સંગ્રહણિ નામના પ્રકરણને હું કહીશ. દેવો-નારકોના દરેકના સ્થિતિ, ભવન, અવગાહના અને મનુષ્ય-તિર્યંચોના દેહપ્રમાણ, આયુષ્યપ્રમાણ કહીશ. બધાના ઉપપાતવિરહ, ઉદ્વર્તના (ચ્યવન)વિરહ, એકસમયમાં ઉપપતસંખ્યા, એકસમયમાં ચ્યવનસંખ્યા, ગતિ, આગતિ અનુક્રમે કહીશ. (૧, ૨, ૩) દસ વિણવણયરાણ, વાસસહસ્સા ઠિઈ જહન્નેણા પલિઓવમમુક્કોસ, વંતરિયાણે વિયાણિજ્જા | ૪ |
ભવનપતિ-વ્યન્તરની જઘન્યસ્થિતિ ૧૦,૦૦૦ વર્ષની છે. વ્યન્તરની ઉત્કૃષ્ટ સ્થિતિ ૧ પલ્યોપમ છે. (૪) અમર બલિ સારમહિઅં, સેસાણ સુરાણ આઉએ વુછું . દાહણ દિવઢપલિએ, દો દેસૂણુત્તરિલ્લાણં . ૫ //