________________
ઉપયોગ, કિમાહાર, ઉપપાત, સ્થિતિ, સમુદ્યાત, ચ્યવન, ગતિ, આગતિ ૧૫૩
કાયયોગ સાત પ્રકારે છે - ઔદારિક, વૈક્રિય, આહારક,
ઔદારિકમિશ્ર, વૈક્રિયમિશ્ર, આહારકમિશ્ર, કાર્પણ. (૧૭) ઉપયોગ - તે બે પ્રકારે છે - સાકાર, અનાકાર.
સાકાર ઉપયોગના આઠ પ્રકાર છે- મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન, મન:પર્યવજ્ઞાન, કેવળજ્ઞાન, મતિઅજ્ઞાન, શ્રુતઅજ્ઞાન, વિર્ભાગજ્ઞાન.
અનાકાર ઉપયોગ ચાર પ્રકારે છે- ચક્ષુદર્શન, અચક્ષુદર્શન, અવધિદર્શન, કેવળદર્શન. (૧૮) કિમાહાર - જીવ આહારક છે કે અનાહારક છે. અથવા
આહારનો સચિત્ત વગેરે પ્રકાર, અથવા જીવ કયા શરીર વડે આહાર કરે છે? તે. તે પૂર્વે કહ્યું છે. જીવ કેટલી દિશામાંથી
આવેલા દ્રવ્યોનો આહાર કરે છે તે જીવાભિગમમાંથી જાણવુ. (૧૯) ઉપપાત - દેવ-નારકોનો. તે પૂર્વે કહ્યો છે. (૨૦) સ્થિતિ આયુષ્ય. તે પૂર્વે કહી છે. (૨૧) સમુઘાત – અચિત્તમહાત્કંધસમુદ્યાત. કેવળ સમુદ્ધાતની
જેમ જાણવો. (૨૨) ચ્યવન - દેવાદિનું. તે પૂર્વે કહ્યું છે. (૨૩) ગતિ - તે પૂર્વે કહી છે. (૨૪) આગતિ - તે પૂર્વે કહી છે.
બૃહત્સંગ્રહણિના પદાર્થો સમાપ્ત