________________
૧૧૪
દ્વાર ૮ - આગતિ
જબૂદ્વીપમાં | જઘન્ય | ઉત્કૃષ્ટ | ચક્રવર્તી
૩૦ ચક્રના રત્નો | પ૬ ૪૨૦
દરેક રત્ન ૧,000 યક્ષોથી અધિષ્ઠિત હોય છે.
પહેલા સાત રત્નો પંચેન્દ્રિય છે, પછીના સાત રત્નો એકેન્દ્રિય છે. સાત પંચેન્દ્રિય રત્નોમાં હાથી, ઘોડા સિવાયના પાંચ મનુષ્યરત્નો છે. સાતે પચેન્દ્રિય રત્નો તે તે કાળના મનુષ્ય-તિર્યંચને ઉચિત પ્રમાણવાળા છે. • વાસુદેવના રત્નો - (૧) ચક્ર, (૨) ખગ, (૩) ધનુષ્ય, (૪) મણિ, (૫) માળા, (૬) ગદા, (૭) શંખ.
દ્વાર ૮ - આગતિ સંખ્યાતા વર્ષના આયુષ્યવાળા મનુષ્યો - નારકી, તિર્યંચ, મનુષ્ય, દેવ, મોક્ષમાં જઈ શકે.
અસંખ્ય વર્ષના આયુષ્યવાળા મનુષ્યો દેવલોકમાં જ જાય.
• સિદ્ધિગતિનો ઉપપાતવિરહકાળ - જઘન્ય – ૧ સમય, ઉત્કૃષ્ટ-છ માસ.
• સિદ્ધિગતિમાંથી ઉદ્વર્તન ચ્યવન) નથી.
• સિદ્ધિગતિમાં એકસમયઉપપાતસંખ્યા – જઘન્ય- ૧, ર કે ૩, ઉત્કૃષ્ટ - ૧૦૮ ૧ થી ૩૨ જીવો ૮ સમય સુધી સતત મોક્ષે જાય, પછી અંતર પડે. ૧. જો પહેલું સંઘયણ હોય તો મોક્ષમાં જઈ શકે.