________________
૯૦
દ્વાર ૨ - ભવન જવાબ – (૧) જે પૂર્વભવમાં બળીને, કપાઈને વગેરે રીતે મરીને અતિસંકુલેશ વિનાનો નારકી થાય તેને ઉત્પત્તિ સમયે માતાનો અનુભવ થાય.
(૨) દેવના કાર્યથી નારકીને અલ્પકાળ સાતાનો અનુભવ થાય. જેમકે, બલદેવે નરકમાં કૃષ્ણની વેદનાનો ઉપશમ કર્યો.
(૩) અધ્યવસાયથી નારકીને સાતાનો અનુભવ થાય. જેમકે, સમ્યકત્વની પ્રાપ્તિ વખતે નારીઓને સાતાનો અનુભવ થાય છે.
(૪) બાહ્ય વેદના હોવા છતા તીર્થકર વગેરેની અનુમોદનાથી નારકીને સાતાનો અનુભવ થાય.
(૫) તીર્થકરના જન્મ વગેરેના કારણે સાતાવેદનીયનો વિપાકોદય થવાથી નારકીને સાતાનો અનુભવ થાય.
ઉપરના કારણો સિવાય નારકીઓ સતત અસાતાને અનુભવે છે.
* દ્વાર ૨ - ભવન સાતે નરકમૃથ્વીઓ છત્રાતિછત્રના આકારે રહેલી છે. દરેક પૃથ્વી ઘનોદધિ ઉપર પ્રતિષ્ઠિત છે. ઘનોદધિ ઘનવાત ઉપર પ્રતિષ્ઠિત છે. ઘનવાત તનવાત ઉપર પ્રતિષ્ઠિત છે. તનવાત આકાશ ઉપર પ્રતિષ્ઠિત છે. આકાશ સ્વપ્રતિષ્ઠિત છે. નરકપૃથ્વી
જાડાઈ ૧લી ૧,૮૦,000 યોજન રજી
૧,૩૨,000 યોજના ૩જી ૧,૨૮,000 યોજના
૧. આ યોજન પ્રમાણાંગુલથી બનેલુ જાણવું