________________
परिशिष्ट-३
૪૬૭ ત્યારે તેને ગુણવચન કહેવાય. જેમકે નીત શબ્દ આમ તો નીલ રૂપાત્મક ગુણનો વાચક છે. છતાં નીનો ઘટ: પ્રયોગસ્થળે જ્યારે તેની બાજુમાં ઘટ દ્રવ્યના વાચક વિશેષ્ય ઘટ શબ્દનો યોગ થાય ત્યારે તે નીત શબ્દ નીલરુપવાળા તે ઘટ દ્રવ્યનો વાચક બનતો હોવાથી તેને ગુણવચન કહેવાય. ગુણવચનની વ્યાખ્યા ‘જે વર્તિત્વા ત૬ (=દ્રવ્યવાર ૬) યો મુળચરિવર્તને તે વયના:' આ પ્રમાણે છે. 59) ગૃદ્ધિમાનવિમણિ – સૂત્રમાં સાક્ષાત્ નામોચ્ચારણ પૂર્વક ગ્રહણ કરાતા નામોને લાગેલી વિભક્તિ ગૃહ્યાણ
વિભકિત કહેવાય છે. 60) mત્ર - વ્યાકરણમાં ગોત્ર એટલે પૌત્ર, પ્રપૌત્ર રૂપ ત્રીજી-ચોથી પેઢી. જ્યારે માત્ર એટલે પુત્ર, પૌત્ર,
પ્રપૌત્રાદિ બધા સમાઈ જાય. આથી જ વ્યાકરણમાં પુત્રાદિને અપત્ય કહેવાય છે. જ્યારે પૌત્ર, પ્રપૌત્રાદિને mોત્રાપત્ય કહેવાય છે.
61) નવ-તાવ – વ્યાકરણશાસ્ત્રમાં બે પ્રકારના ગૌરવ-લાઘવની વાત જોવા મળે છે. (a) પ્રક્રિયાકૃત અને (b)
માત્રામૃત. જ્યારે ન્યાયાદિ દર્શનશાસ્ત્રોમાં ત્રણ પ્રકારના ગૌરવ-લાઘવની વાત જોવા મળે છે (a) શરીરકૃત (b) ઉપસ્થિતિકૃત અને (c) સંબંધકૃત. શાસ્ત્ર હંમેશા લાઘવયુક્ત હોવું વ્યાજબી ગણાય. નાહકનું લંબાણ કરી ગ્રંથનું કદ વધારી દેવામાં આવે તો અભ્યાસુવર્ગનો શાસ્ત્રાભ્યાસમાં અપ્રવેશ, પ્રવેશ કરે તો શકિતનો ખોટો વ્યય વિગેરે દોષો આવતા હોવાથી શાસ્ત્રોમાં ગૌરવ-લાઘવની ચર્ચા કરવામાં આવે છે. પ્રક્રિયાકૃત અને માત્રાકૃત
ગૌરવ-લાઘવ અંગે વિશેષ જાણવા તે બન્ને શબ્દો જોવા. 62) ચરિતાર્થ - સફળ, સાવકાશ. 63) વાર્થ – ઘઅવ્યયના અર્થને વાર્થ કહેવાય છે. અવ્યયના સમુચ્ચય, અન્તાચય, ઇતરેતરયોગ અને સમાહાર
આમ ચાર અર્થ થાય છે.
64) નદસ્વાર્થક્ષ – વૃત્તિમાં ગૌણ શબ્દ પર (પ્રધાન) શબ્દના અર્થનો બોધ કરાવે છે. પરંતુ શું તે પોતાના
અર્થનો ત્યાગ કરીને પ્રધાન શબ્દના અર્થને જણાવે છે? કે પછી ત્યાગ કર્યા વિના? તો જહસ્વાર્થપક્ષ અનુસાર તે પોતાના અર્થનો ત્યાગ કરીને પ્રધાન શબ્દના અર્થને જણાવે છે. જેમકે રાનપુરુષ વૃત્તિસ્થળે ગૌણ રાનનું પદ પોતાના “રાજા” અર્થનો ત્યાગ કરી વિગ્રહાવસ્થામાં જે પુરૂષ અર્થ પોતાથી બોધિત નહોતો થતો તેનો બોધ કરાવે છે. અહીં જહસ્વાર્થ શબ્દની વ્યુત્પત્તિ નતિ નિ સ્વાર્થ સ્મિન્ નસ્વાર્થ' આ પ્રમાણે છે. અહીં પ્રશ્ન થશે કે “જો રાનપુરુષ સ્થળે ગૌણ રાનનું પદ પોતાના અર્થનો ત્યાગ કરીને મુખ્ય પુરુષ શબ્દના અર્થને જણાવશે તો રાનપુરુષવૃત્તિથી “રાજાનો પુરૂષ આ અર્થ શી રીતે જણાશે?” પરંતુ આ પ્રશ્નનો જવાબ વિસ્તારપૂર્ણ હોવાથી તેને જાણવા વૃત્તિ શબ્દના અર્થમાં દર્શાવેલા ગ્રંથો જોઈ લેવા.