________________
૪૬૮
શ્રીસિદ્ધહેમચન્દ્રશબ્દાનુશાસન 65) નાતિ - “ગાવૃતિગ્રહ નાવિત્તિનાં ન સર્વમા સાયનિહ્યા જોä રી: દા'
ઉપરોકત શ્લોકમાં સાક્ષાતના પદ જાતિના સ્વરૂપને બતાવનાર છે. વિવક્ષિત જાતિને કોઈ એક સ્થળે એકવાર બતાવી દેવામાં આવે પછી તે અન્ય સ્થળે પણ સ્વતઃ જણાઈ આવે છે. જેમકે કોઈ એક કાળી ગાય સ્થળે “આ ગાય છે” એમ કહી ગાય ઓળખાવવામાં આવે ત્યારે વ્યક્તિ તેમાં રહેલી ‘ગોત્વ જાતિને જાણી લે છે. પછી બીજી ધોળી વિગેરે કોઇપણ ગાય જો તે વ્યકિતના જોવામાં આવે તો પણ તે તરત તેમાં રહેલ ગોત્વ જાતિને પકડી ‘આ ગાય છે” એમ સ્વતઃ જાણી લે છે. અર્થાત્ ગોત્વ જાતિ દરેક ગાયમાં ‘આ ગાય છે, આ ગાય છે આવી અનુગત બુદ્ધિ કરાવવાનું કામ કરે છે. આ રીતે અન્ય જાતિ અંગે પણ સમજી લેવું. આ સિવાય જાતિ એક, નિત્ય અને પ્રત્યેક વ્યક્તિમાં રહેનાર હોય છે. અર્થાત્ ગોત્વ જાતિ આખી દુનિયામાં એક જ, નિત્ય તેમજ દરેક ગામમાં રહેનાર હોય છે. જો એક માનવામાં ન આવે અર્થાત્ દરેક ગામમાં જુદું જુદું ગોત્વ રહે છે એમ માનવામાં આવે તો એક ગાયમાં ગોત્વ પકડાયા પછી પણ બીજી ગાયમાં રહેલું ગોત્વ જુદું હોવાથી તેને ગાય તરીકે ઓળખી ન શકાય. જો જાતિને નિત્ય માનવામાં ન આવે તો ગાયનો નાશ થતા ગોત્વ જાતિનો પણ નાશ થવાથી બીજી ગાયોમાં ગોત્વ જાતિને ગ્રહણ કરવી શક્ય ન બને. પછી તેમને ગાય તરીકે શી રીતે ઓળખવી? અને જો જાતિને પ્રત્યેકમાં રહેનાર ન સ્વીકારીએ તો જે જે ગામમાં ગોવન રહ્યું હોય તે તે ગાયને ગાય તરીકે જાણવી શક્ય ન બને. માટે તેને એક, નિત્ય અને સર્વત્ર વૃત્તિ માનવી પડે.
હવે જાતિ ત્રણ પ્રકારની હોય છે. કેટલીક જાતિઓ આકૃતિ દ્વારા ગ્રાહ્ય બનતી હોય છે. જે જાતિઓ આકૃતિ દ્વારા ગ્રાહ્ય ન બનતી હોય તેમનો વાચક શબ્દ ત્રણે લિંગમાં ન વર્તતો હોવો જોઇએ. અર્થાત્ ત્રણે લિંગમાં નવર્તતા શબ્દથી વાચ્ય પદાર્થમાં જાતિ રહે છે તેમ સ્વીકારવામાં આવ્યું છે અને જ્યાં જાતિ હોવા છતાં આગળની બે રીત મુજબ તે સિદ્ધ ન થઇ શકતી હોય તો તેને માટે રાત્રે ર વર: સદ' કહી શ્લોકમાં જાતિને સિદ્ધ કરવાની ત્રીજી રીત બતાવી છે. આને જરા વ્યવસ્થિત રીતે સમજીએ. (a) ગતિવ્રતા - આકૃતિ = સંસ્થાન = આકાર. વસ્તુના આકાર દ્વારા જે જાતિઓ જણાતી હોય તેમને
આકૃતિગ્રહણા કહેવાય છે. જેમકે શીંગડા, પૂંછડા અને ગોદડી વિગેરે સમાન અવયવોના આકારવાળી ગાયોમાં
વર્તતી ગોત્વ જાતિ આકૃતિગ્રહણા છે. ઘટત્વ, પટત્વ, મનુષ્યત્વ આદિ જાતિઓ પણ આવી જ સમજવી. (b) નાનાં ઘર સર્વમા – બ્રાહ્મણ, ક્ષત્રિય વિગેરેના આકારો સમાન હોય છે, તેથી આકારના આધારે
બ્રાહ્મણત્વ, ક્ષત્રિયત્ન આદિ જાતિઓને જાણવી શક્ય ન બને. માટે જાતિનું આ બીજું લક્ષણ બતાવ્યું છે. જે વસ્તુનો વાચક શબ્દ ત્રણે લિંગમાં ન વર્તતો હોય તે વસ્તુમાં જાતિ રહે છે. જેમકે બ્રાહ્મણોનો વાચક બ્રાહ્મણ શબ્દ ત્રીશ્રી અને બ્રાહ્મણી આમ બે જ લિંગમાં વર્તે છે, નપુંસકલિંગમાં નથી વર્તતો. તેથી બ્રાહ્મણોમાં વર્તતું બ્રાહ્મણત્વ એ જાતિ કહેવાય. આ જ રીતે ક્ષત્રિયત્વ, વૈશ્યત્વાદિ જાતિઓ અંગે પણ સમજવું.