________________
परिशिष्ट-३
૪૫૭ સ્થળે વેત્ર શબ્દ પાક ક્રિયાની સાથે અન્વય પામેલા ચૈત્ર પદાર્થનો વાચક બને છે. અર્થાત્ ચિત્ર પકાવે છે” આ સંપૂર્ણ અર્થ ચૈત્ર શબ્દથી જ વાચ્ય બની જાય છે. હવે અહીં પ્રશ્ન થશે કે “એકલો ચૈત્ર શબ્દ જ જો પાક કિયા અને ચૈત્ર પદાર્થ બન્નેનો વાચક બની જતો હોય તો નકામા પતિ શબ્દનો પ્રયોગ કરવાની જરૂર જ શું છે ?” આનું સમાધાન એ છે કે કેવળ પૈત્ર શબ્દનો પ્રયોગ કરીએ તો તેનાથી આખો ‘ચૈત્ર પકાવે છે આ અર્થ વાચ્ય બનવા છતાં વકતાને અહીં “ચૈત્ર પકાવે છે આ અર્થ જણાવવો ઇષ્ટ છે? કે પછી “ચૈત્ર ચાલે છે, ખાય છે વિગેરે અર્થ જણાવવો ઇષ્ટ છે? તેનો શ્રોતાને સમ્યમ્ નિર્ણય ન થઇ શકે. કેમકે ચૈત્ર પદાર્થમાં તો પાક ક્રિયાની જેમ બીજી અનેક ક્રિયાઓ સાથે અન્વય પામવાની યોગ્યતા છે. માટે પતિ વિગેરે શબ્દોના પ્રયોગ તો શ્રોતાને વક્તાનું તાત્પર્ય કયા અર્થમાં છે? તેની બરાબર ખબર પડે તે માટે તાત્પર્યઉપપત્તિક રૂપે કરવામાં આવે છે. અન્વિતાભિધાનવાદ શબ્દની વ્યુત્પત્તિ આ પ્રમાણે છે “સ્મિન્ વા યોગ્યેતર સદ ગન્નિતાના પાનાં શબ્દે ગમવા સ્વીસિયને તો વાલઃ નિતારવાનવાઃ અહીંવ્યુત્પત્તિમાં યોગ્ય શબ્દ તીર્થ શબ્દના વિશેષણ રૂપે એટલા માટે લખ્યો છે કે કોઈ વકતા વૃદ્ધના સિગ્ગતિ પ્રયોગ કરે તો ત્યાં સિંચવાની ક્રિયા વહ્નિની સાથે અન્વયે પામવા માટે અયોગ્ય છે. કેમકે સિંચવાની ક્રિયા પાણીથી શક્ય છે, વહ્નિથી નહીં. તો અન્વિતાભિધાનવાદમાં ઉપરોકત વામગત વહ્નિ શબ્દથી અયોગ્ય ઇતરપદાર્થ રૂપ સિંચવાની ક્રિયા સાથે અન્વિત વહ્નિ પદાર્થનું અભિધાનન થઈ જાય તે માટે વ્યુત્પત્તિમાં યોગશબ્દ મૂકવામાં આવ્યો છે. વકતાના દિના સિવૃતિ વાક્યથી શ્રોતાને યથાર્થ બોધ થઈ શકે નહીં. 21) આપવાઃ – ઉત્સર્ગ એટલે કે સામાન્ય નિયમ અને અપવાદ એટલે વિરોષ નિયમ. સામાન્ય નિયમને બાધિત
કરનાર વિશેષ નિયમને અપવાદ કહેવાય. 22) મલિન – વિવક્ષિત વસ્તુનું છૂટું પડવું તે અપાય કહેવાય, અને આ અપાય જે સ્થળ કે જે વરતુથી થાય તેને
અપાયનો અવધિ કહેવાય. આવા અપાયના અવધિને અપાદાન કહેવાય. અર્થાત્ વિવક્ષિત વસ્તુ જે સ્થળ કે જે વસ્તુથી છૂટ્ટી પડે તે સ્થળ કે તે વસ્તુને અપાદાન સંજ્ઞા પ્રાપ્ત થાય છે. આ અપાદાન ત્રણ પ્રકારે છે : (a) નિર્દિષ્ટ વિષય – જ્યાં ધાતુ દ્વારા જ વિભાજનક્રિયા (= અપાય) જણાઇ આવતી હોય ત્યાં નિર્દિષ્ટવિયવાળું અપાદાન હોય છે. દા.ત. પ્રાદુ મચ્છતિ અહીં આગમન ક્રિયા દ્વારા વ્યકિતનું ગામથી વિભાજન સહજ જણાઇ આવે છે, તેથી અહીં ગામ નિર્દિષ્ટવિષયવાળું અપાદાન કહેવાય. (b) ઉપાસ્તવિષય - જ્યાં વિભાજન ક્રિયા જણાવવા ધાતુએ અન્ય ધાતુના અર્થને પોતામાં સમાવવો પડે તેવા સ્થળે ઉપાસ્તવિષયવાળું અપાદાન હોય છે. દા.ત. કુશ્તાત્ (તડુના) પતિ અહીં કોઠીથી ચોખાનો અપાય જણાવવો છે તો પર્ ધાતુએ પોતાના ‘પાક અર્થમાં મા + ધાતુના આદાન અર્થને સમાવવો પડે છે. કેમકે આદાનક્રિયા વિના કોઠીથી ચોખા છૂટ્ટાં શી રીતે પડે? અને જો છૂટ્ટાં ન પડે તો તેઓનો પાક શી રીતે સંભવે ? (c) અપેક્ષિતક્રિય - જ્યાં ક્રિયાપદ બોલાયું કે લખાયું ન હોય, પરંતુ અપાયાર્થે તેનો અર્થ અપેક્ષિત હોય તેવા સ્થળે અપેક્ષિત કિય અપાદાન