________________
૪૫૮
શ્રીસિદ્ધહેમચન્દ્રશબ્દાનુશાસન હોય છે. જેમકે કોઇ પૂછે તો બવા? (આપ ક્યાંથી આવ્યા?) તે વખતે જવાબ આપવામાં આવે વનિપુત્રા, તો અહીં પાટલીપુત્રથી વ્યક્તિનો અપાય = વિભાજન જણાવવા ન ઉલ્લેખાયેલી એવી આગમન ક્રિયાની અપેક્ષા રહે છે. માટે અહીં પાટલીપુત્ર એ અપેક્ષિતક્રિય અપાદાન કહેવાય.
વળી અહીં અપાયની જે વાત કરી તે પણ બે પ્રકારની હોય છે. (a) કાયસંસર્ગપૂર્વકનો અને (b) બુદ્ધિસંસર્ગપૂર્વકનો. વૃક્ષાત્ પર્વ પતિ અહીંકાયસંસર્ગપૂર્વકનો અપાય જણાય છે. કેમકે પૂર્વે વૃક્ષાત્મક કાયાની સાથે પર્ણનો વાસ્તવિકતાએ સંસર્ગ હતો અને પાછળથી પાંદડું છૂટું પડે છે ત્યારે આ વાસ્તવિક સંસર્ગ તૂટે છે. અથ અપાય થાય છે. જ્યારે વ્યાપ્રન્ વિખેતિ અહીં બુદ્ધિસંસર્ગપૂર્વકનો અપાય જણાય છે. કેમકે અહીં વ્યક્તિનો પૂર્વે વાઘની કાયા સાથે વાસ્તવિક સંસર્ગ હતો અને તે પાછળથી તૂટે છે તેવું નથી. પરંતુ “વાઘ આવ્યો” તેવું સાંભળતા જ ભયને લઇને વ્યકિતની બુદ્ધિમાં પૂર્વે વાઘ સાથે માનસિક સંયોગ ઊભો થાય છે અને પછી તે માનસિક રીતે જ વાઘથી પાછો નિવર્તતા આ કાલ્પનિક સંસર્ગ તૂટે છે. અર્થાત્ તેનો અપાય થાય છે. અહીંfખેતિ ક્રિયાપદમાં રહેલ ઉપ ધાતુએ પોતાના ભય” અર્થમાં ધાતુના (નિવર્તન = પાછા ફરવારૂપ અર્થને
સમાવવાનો રહે છે, માટે વ્યાધ્રા વિખેતિ સ્થળે વ્યાધ્રાએ ઉપાસ્તવિષયવાળું અપાદાન છે. 23) મવિધિ - અભિવિધિ એ અવધિનો એક પ્રકાર છે. જ્યાં અમુક પ્રવૃત્તિની મર્યાદા રૂપે બતાવાતું સ્થળ પણ તે પ્રવૃત્તિમાં આવરી લેવાતું હોય ત્યાં અભિવિધિ રૂપ અવધિ ગણવામાં આવે છે. જેમકે મનિપુત્રા વૃદો મેષ:, અહીં જો મા (ગા) દ્વારા અભિવિધિ રૂપ અર્થ વિવક્ષિત હોય તો મેઘની વરસવાની પ્રવૃત્તિમાં મર્યાદા રૂપ પાટલીપુત્ર નગર પણ તે પ્રવૃત્તિમાં આવરી લેવામાં આવે છે. અર્થાત્ મેઘ પાટલીપુત્રના છેડા સુધી વરસ્યો છે
એમ સમજવું. 24) ગમિહિતાન્વયવાદ – અભિહિતાન્વયવાદને મીમાંસક કુમારિલ્લ ભટ્ટ તેમજ ભા' નામે ઓળખાતા તેમના અનુયાયીઓ અનુસરે છે. તેમનું એવું માનવું છે કે કોઇપણ શબ્દ પૂર્વે સ્વવાચ્ય પદાર્થનું પ્રતિપાદન કરે છે અને ત્યારબાદ તે અર્થ અન્ય શબ્દના અર્થ સાથે અન્વયે પામે છે અને વાક્યર્થ રૂપે પર્યવસાન પામે છે.' અર્થાત્ આમના મતે શબ્દો પોતાના અર્થનું પ્રતિપાદન કરીને છુટા થઇ જાય છે અને ત્યારબાદ તે અર્થો પરસ્પર એકબીજા સાથે અન્વયે પામી વાક્યાર્થરૂપે બને છે. જેમકે ચૈત્ર: પતિ સ્થળે ચૈત્ર શબ્દ અને પ્રતિ ક્રિયાપદગત પદ્ ધાત્વાત્મક શબ્દ ક્રમશઃ પોતાના “ચૈત્ર' પદાર્થ અને પાક ક્રિયા' રૂપ પદાર્થનું પ્રતિપાદન કરીને છુટા થઇ જાય છે અને ત્યારબાદ તે બન્ને પદાર્થો પરસ્પર અન્વય સાધીને ચિત્ર પકાવે છે આમ વાક્યર્થ રૂપે બને છે. અહીં આ વાત ધ્યાનમાં રાખવી કે કોઈપણ શબ્દ કેવળ કોરા પદાર્થનું પ્રતિપાદન નથી કરતો પણ તે અમુક ધર્મનું અને તે ધર્મવાળા પદાર્થનું પ્રતિપાદન કરે છે. દા.ત. નોન શબ્દ ઓદનત્વ ધર્મનું અને તે ધર્મવાળા ઓદન (ભાત) પદાર્થનું પ્રતિપાદન કરે છે. હવે મોરન શબ્દથી પ્રતિપાદિત આ બને પણ ઉપર બતાવ્યું તે