________________
xly ખરેખર તેઓ કલિકાલસર્વજ્ઞશ્રીની ભૂલ નથી બતાવી શક્યા, પરંતુ ભૂલ બતાવવાની ભૂલ કરી બેઠા છે. તમે પાણિનિ આદિ અન્ય વ્યાકરણોમાં પણ નજર કરો તો ત્યાં પણ તમને..
(a) “ઇ” સંજ્ઞા પા.સૂ. ૧.૩.૨'આદિથી થતી જોવા મળશે અને તેનો વપરાશ પાણિનિ વ્યાકરણના શરૂઆતના પ્રત્યાહાર સૂત્રોમાં નિહાળવા મળશે.
(b) ધાતુ' સંજ્ઞા ‘પા.ફૂ. ૧.૩.૧ થી થતી જોવા મળશે અને તેનો ઉપયોગ ‘પા.સૂ. ૧.૨.૪૫” માં થતો જોવા મળશે.
(૯) સુઆદિ અને તિઆદિ પ્રત્યયો કમશઃ પા. સૂ.૪.૧.૨ અને ૩.૪.૭૮' સૂત્રોમાં જોવા મળશે અને તેમને લઇને પ્રવર્તતી પદ' સંજ્ઞા અને વિભક્તિ' સંજ્ઞા અનુક્રમે ‘પા.ફૂ.૧.૪.૧૪ અને ૧.૪.૧૦૪' માં દષ્ટિગોચર થશે.
(d) કાતંત્ર વ્યાકરણમાં પણ તમને ‘વિભકિત” સંજ્ઞા પાછળ આવતા નામપ્રકરણના પ્રથમ પાટના બીજા સૂત્રમાં જોવા મળશે અને ‘વિભક્તિ” સંજ્ઞાના વપરાશવાળી ‘પદ' સંજ્ઞા પૂર્વના સંધિપ્રકરણના પ્રથમ પાદના વીસમાં સૂત્રમાં ઉપલબ્ધ થશે.
આવા તો કેટલાય દાખલા જોવા મળે છે કે જ્યાં સંજ્ઞાઓ આપ્યા પૂર્વે જ તેમનો વપરાશ થયેલો હોય. પછી બેચરભાઈની કોઈ પણ ગ્રંથકાર સંજ્ઞા આપ્યા પછી જ તેના ઉપયોગની વાત કહે છે આ વાત ક્યાં રહી? ખરેખર સૂત્રોનો ક્રમ તો અનુવૃત્તિને લઈને થતા લાઘવ આદિ અનેક પાસાઓને નજરમાં રાખી ગોઠવાતો હોય છે.
હજું આટલું ઓછું હોય એમ બેચરદાસ ઔર એક ક્ષતિ બતાવતા પૃષ્ઠ-૪૬ ઉપર છેલ્લે લખે છે કે આ સિવાય બીજે અનેક સ્થળે રચનાકમમાં ફેરફારને તથા સંશોધનને અવકાશ છે, પણ એ બધું અહીં લખી શકાય નહીં"ક્ષતિમાં તેઓ એમ બતાવે છે કે “સિદ્ધહેમ વ્યાકરણમાં સૂત્ર ૪.૧.૭૨ થી ૧૪.૧.૯૦૦ સુધી અંતસ્થા વ્યંજનોનું વૃં કરવાનું વિધાન છે. ત્યાર પછી ‘થાય: પી ૪.૨.૨૨' આદિ કેટલાક સૂત્રો છોડી ૪.૧.૧૦૨” સૂત્રકૃ સ’ અને ‘૪.૧.૧૦૩” સૂત્ર તીર્થમવોત્ત્વમ્' આવા છે. આને બદલે જ્યાં વૃત્ નું પ્રકરણ પૂરું થાય છે ત્યાં જ એટલે “૪.૧.૯૦” માં સૂત્ર પછી ‘૯૧ માં સૂત્ર તરીકે ૧૪.૧.૧૦૨ મું સૂત્ર હોવું જોઈએ અને તેના પછી જ ‘૯૨'માં સૂત્ર તરીકે ‘સ.૧.૧૦૩ મું સૂત્ર હોવું જોઈએ. પછી થાય: પી’ વિગેરે સૂત્રો કમશઃ ગોઠવી ૧૪.૧.૧૦૪' માં સૂત્ર તરીકે સ્વરહનામો. સન પુષ્ટિ' સૂત્રને બદલે તેમાં આચાર્યશ્રીનાક્રમ મુજબ રીર્ષકવોન્ચમ્ ૪..૨૦૩' સૂત્રથી આવતી તીર્વ પદની અનુવૃત્તિ તૂટતા તે સૂત્ર તીર્થ સ્વરહનાનો સનિ પુર' આવું રચી લેવું જોઈએ. આની સામે “વૃત્ સત્' સૂત્ર ૪.૧.૯૧” ના ક્રમે ગોઠવાતા તેમાં ‘૪.૧.૯૦' માં સૂત્રથી વૃત્ ની અનુવૃત્તિ પ્રાપ્ત થવાથી વૃત્ પદ નીકાળી શકાય છે. ટૂંકમાં કહીએ તો --