________________
xxxii
પ્રસ્તાવના અવસ્થામાં રૂ ને ઊડાવવો જરૂરી હતો અને તેને ઉડાવવાનું બીજું કોઇ નિમિત્ત ન વર્તતા સર્વનામસ્થાન સંજ્ઞાની ગેરહાજરી રૂપ નિમિત્તના બળે ઊડાવવામાં આવ્યો છે. આમ પાણિનિ ઋષિએ બતાવેલી મોટી પણ સર્વનામસ્થાન સંજ્ઞા સાન્વર્થ હોવાથી જરૂરી છે. તો આમ કહેનારની વાત બરાબર નથી. કેમ કે ટૂ ને રદબાતલ કરવાનું બીજું નિમિત્ત છે. ત્ આગમ પાણિનિ વ્યાકરણ પ્રમાણે વચ્ચેના ' (.. ૭.ર.૬૭) સૂત્રથી બંજનાદિ વર્ષ પ્રત્યયના નિમિત્તે થયો છે, અને સિદ્ધહેમ વ્યાકરણ પ્રમાણે *-વૃ-પૃ. ૪.૪.૮' સૂત્રથી વ્યંજનાદિ પરોક્ષાને લઇને પ્રવર્યો છે. હવે જ્યારે ઉપરોકત સાધનિકામાં વસુ નો ૩ આદેશ કરવામાં આવે છે, ત્યારે જેમ છત્રની સાથે તેનો છાંયો પણ ચાલ્યો જાય છે તેમ રૂનું નિમિત્ત વ્યંજનાદિ ક્વસુ પ્રત્યય ગેરહાજર થવાથી નિમિત્તાવે નૈમિત્તિસ્થાપ્યાઃ ' ન્યાયાનુસાર ર્ આગમ પણ આપમેળે ચાલ્યો જ જવાનો છે. માટે ૩પ૬s: વિગેરે પ્રયોગોની સિદ્ધિ માટે કોઇ તકલીફ પડતી ન હોવાથી તેમની સિદ્ધિ માટે આટલી મોટી સર્વનામસ્થાન સંજ્ઞા કરી શ આદિ પ્રત્યયોને તે સંજ્ઞાની પ્રાપ્તિનો અભાવ બતાવી તેના બળે ને હટાવવાની નકામી માથાફોડમાં પડવું તે યુક્ત ન ગણાય. તેથી ગુરૂ એવી સર્વનામસ્થાન સંજ્ઞા કરવામાં પાણિનિ ઋષિની ક્ષતિ થઇ છે તેમાં કોઇ ફેર નથી().
() વસંતભાઇ એમ કહે છે કે “પાણિનિએ ....., હર્ વગેરે પ્રત્યાહારોની સિદ્ધિ કરી છે. જેના પરિણામે તેમના સૂત્રોમાંલાઘવની સવિશેષ સિદ્ધિ થયેલી જોવા મળે છે. પરંતુ હેમચન્દ્રાચાર્યે પોતાના વ્યાકરાગને આરંભે આવા કોઈ વર્ગસમાનાયને મૂક્યો નથી અને પ્રત્યાહારની યુક્તિ પુરસ્કારી નથી. તેમણે તો સંસ્કૃત ભાષાના વર્ગોનો પરિચય કરાવવા અને તેમાના અમુક અમુક જૂથોને માટે કેટલીક કૃત્રિમ સંજ્ઞાઓ જ સીધી જાહેર કરી છે. જેમ કે, ગૌત્તા. સ્વર: / -૨-૪ ....... હેમચન્દ્રાચાર્યે પોતાના વ્યાકરણતત્રમાં સરલતા લાવવાના આશયથી પાણિનિપુરસ્કૃત પ્રત્યાહારની યુક્તિનો સ્વીકાર કર્યો નથી. પરંતુ તેમણે ધાતુ પ્રત્યય વગેરેમાં અનુબન્ધ લગાડવાની યુતિનો તો સ્વીકાર કર્યો જ છેB) .....”
અહીં હકીકત એ છે કે કલિકાલસર્વજ્ઞશ્રીએ પોતાના વ્યાકરણમાં સરળતા લાવવા માટે પ્રત્યાહારની યુતિને જતી કરી છે એવું છે જ નહિં. પરંતુ બ , હત્ન આદિ પ્રત્યાહારની યુકિતઓ અતિવ્યાખ્યાદિ દોષથી દૂષિત હોવાથી સ્વીકાર્ય બને એમ નથી, માટે જતી કરી છે. વળી વસંતભાઈ પ્રત્યાહારની યુક્તિમાં લાઘવની સવિશેષ સિદ્ધિ જુએ છે ત્યાં ફકત માત્રા-લાઘવ જ તેમની નજરમાં આવ્યું છે. પ્રક્રિયા-ગૌરવ સુધી તેમની દષ્ટિ પહોંચી નથી. મદ્ , હજૂ આદિ પ્રત્યાહારની યુતિમાં પ્રક્રિયા-ગૌરવ થાય છે, જે ગૌરવ સ્વર, વ્યંજનાદિ સંજ્ઞાઓ કરવામાં નડતું નથી. માટે પણ કલિકાલસર્વજ્ઞશ્રીએ પૂર્વના ઐન્દ્રાદિ વ્યાકરણ અનુસાર સ્વરાદિ સંજ્ઞાઓને સ્વીકારવું વ્યાજબી ગયું છે. પ્રત્યાહારની યુક્તિમાં આવતા ઉપરોક્ત પ્રક્રિયા-ગૌરવ તેમજ અતિવ્યાખ્યાદિ દોષોનું સવિસ્તાર વર્ણન આ જ પ્રસ્તાવનામાં પૃષ્ઠ xxvi થી xxix' ઉપર જુઓ. (A) જુઓ સૂત્ર “૧.૧.૨૮' બૃહન્યાસ તેમજ પા.ફૂ.૧.૧.૪૨” કાશિકા ઉપરની પદમંજરી ટીકા. (B) જુઓ પા. વ્યા. વિમર્શ પૃ. ૨૮૧-૨૮૨.