________________
xxxiii (c) વસંતભાઇ લખે છે “પરિભાષા સૂત્રો એટલે સૂત્રો માટેના સૂત્રો. તેમને વ્યાકરણના આરંભે મૂકવા જોઈએ. પાણિનિ ઋષિએ તસ્મિન્નતિ નિર્દિષ્ટ પૂર્વસ્ય' (T.ફૂ.૭.૨.૬૬) વગેરે પરિભાષા સૂત્રોને મહદંશે પોતાની અષ્ટાધ્યાયીના પહેલા અધ્યાયમાં જ મૂક્યાં છે. પરંતુ હેમચંદ્રાચાર્યે આ સૂત્રોને સિ.કે.શ. ના છેક સાતમાં અધ્યાયના અંતે મૂક્યાં છે. પરિણામે તેમના અનુશાસનનો અભ્યાસ કરનારને તેમના સૂત્રોમાં પ્રયોજાયેલી પ,૬,૭ વિભકિતઓનો કેવી રીતે અર્થ કરવાનો છે ? તે શાસ્ત્રનો અજોભાગ ન આવે ત્યાં સુધી સમજમાં નથી આવતું. અથવા તો અધ્યાપકે તેતે પરિભાષા સૂત્રોનું શાસ્ત્રારંભે જ્ઞાન કરાવવું પડે છે. પણ તે અંગેની કાળજી હેમ. સૂરિએ રાખી નથી. પરિભાષા સૂત્રોને શાસ્ત્રીજો મૂકવા પાછળ કયો તર્ક હશે એ સમજાતું નથી.) ...”
અહીં સમજી શકાય એવું છે કે જો પરિભાષા સૂત્રોને વ્યાકરણના આરંભમાં બતાવવામાં આવે તો પણ તે પરિભાષા સૂત્રો વ્યાકરણના અન્ય સૂત્રોમાં કઇ રીતે પ્રવર્તે છે તે સમજાવવા અધ્યાપકે એકાદ આગામી વિધિસૂત્રને લઇને પહેલેથી તેનો અર્થ અભ્યાસુને સમજાવવાનો તો ઊભો જ રહે છે. માટે જ પાણિનિ વ્યાકરણમાં તક્ષિત્રિતિ નિર્વિષ્ટપૂર્વસ્થ ૨.૬.૬૬ (B) વિગેરે પરિભાષાસૂત્રોની વૃત્તિમાં ફરી યાવિ' (T.ફૂ. ૬૨.૭૭) (સિદ્ધહેમ વ્યા. પ્રમાણે વરેલ્વે ૨.૨.૨૨') વિગેરે આગામી સૂત્રોને દષ્ટાંત તરીકે ટાંકવામાં આવ્યા છે. બસ એવી જ રીતે વ્યાકરણમાં જો વિધિસૂત્રોને પૂર્વે મૂકવામાં આવે અને પરિભાષાસૂત્રોને વ્યાકરણના છેડે મૂકવામાં આવે તો પણ વિધિસૂત્રોના અધ્યાપનના અવસરે એકવાર અધ્યાપક અભ્યાસુઓને યથાવસર સમજાવી દેવું પડે કે “વિધિસૂત્રોમાં આગામી પરિભાષાસૂત્રો આ રીતે પ્રવર્તે છે.” આથી પરિભાષાસૂત્રોને વ્યાકરણના આરંભે બતાવો કે છેડે બતાવો બન્ને પક્ષે સરખું જ થયું.
(d) વસંતભાઇનું કહેવું છે કે “ ‘સૂત્ર’ તો સ્વલ્પાક્ષરત્નાદિ લક્ષણો ધરાવતું હોવું જોઈએ. એ સૂત્રલક્ષણ મુજબ સિ.કે.શ. ના સૂત્રોની સમીક્ષા કરીએ તો તેમાં સ્વલ્પાક્ષરત્વ સર્જાશે સાધવામાં આવ્યું હોય એમ જણાતું નથી. દા.ત., થાતોષિવચેયુવું સ્વરે પ્રત્યા ૨-૨-૧૦ (વૃત્તિ: - ધાતુસર્વાચિન: વચોવચ્ચ વ સ્થાને સ્વરા પ્રત્ય પરે યથાસમ્ રૂ૩વું'ત્યેતાવાવેશ ભવત: I) આ સૂત્રમાં બે વાર પ્રયોજાયેલા વળ શબ્દને એક વાર ઘટાડી શકાયો હોત, પણ સૂત્રોને અતિવિશદ બનાવવા જતા સૂત્રોનું સ્વલ્પાક્ષરત્વ ખંડિત થયું હોય એમ જણાય છે.”
અહીં જણાવવાનું કે કલિકાલસર્વજ્ઞશ્રીએ યુવર્ક-વૃ૦ ૫.૨.૨૮' સૂત્રમાં રૂ વર્ણ અને ૩ વર્ણને જણાવવા યુવf શબ્દ વાપર્યો છે. તેથી તેઓશ્રીએ સૂત્રને અતિવિશદ બનાવવાની ગણતરીથી કે પછી અજાણતા થાતોરિવવચ્ચેયુo ૨૨.૫૦' સૂત્રમાં એક વર્નશબ્દ વધુ વાપર્યો છે તેવું નથી. પરંતુ સકારણ વાપર્યો છે. સૂત્રકારશ્રી કોઇને કોઇ નિમિત્તને લઈને ન્યાયાદિનું જ્ઞાપન કરતા હોય છે. તો પ્રસ્તુતમાં જો તેઓ એક વર્ગ શબ્દ વધુ ન વાપરે તો (A) જુઓ પા. વ્યા. વિમર્શ પૃ. ૨૮૪. (B) આની સામે સિદ્ધહેમ વ્યાકરણમાં સપ્તા પૂર્વય ૭.૪.૨૦૧' પરિભાષાસૂત્ર છે.