________________
xxix
જેમ ક્, ૢ અને ક્ અનુબંધો ઇત્ છે, તેમ ચોથા પ્રત્યાહાર સૂત્રને છેડે રહેલો છ્ અનુબંધ પણ ઇત્ છે. તેથી ગ્, ♦ અને ૐ ને લાગુ પડનાર અપ્ સંજ્ઞા નિર્માણ પામે તે પહેલાં જ જેમ તેઓ ઇત્ હોવાથી ઉડી જવાના, તેમ અર્ સંજ્ઞા નિર્માણ પામે તે પહેલાં જ અનુબંધ પણ ઇત્ હોવાથી તે પણ ઉડી જશે. તો પછી સ્વરોને જણાવતી અન્ સંજ્ઞાનો ઉદય જ શી રીતે થશે ? આથી જો અર્ સંજ્ઞાને પ્રગટ થવા દેવી હોય તો કાં તો ચૂપચાપ ર્, અને ફ્ અનુબંધમાં અપ્ સંજ્ઞાની અતિવ્યાપ્તિ સ્વીકારી લેવી પડે, કાં પછી અર્ આદિ સંજ્ઞાઓ બનાવવાનું માંડી વાળી છાનામાના સ્વરાદિ સંજ્ઞાઓનો સ્વીકાર કરી લેવો પડે. આમ માત્રા-લાઘવના લોભમાં આવી દૂષિત એવી અન્ આદિ સંજ્ઞાઓ સ્વીકારવા યોગ્ય નથી.
આ સિવાય બીજી નાની નાની ક્ષતિઓ તો કેટલી બતાવવી. આમ પણ પાણિનિ વ્યાકરણ ‘ત્રિમુનિ વ્યાકરણ’ કહેવાય છે. જ્યારે સિદ્ધહેમ વ્યાકરણ ‘એકમુનિ વ્યાકરણ’ છે. ત્રિમુનિ વ્યાકરણ એટલા માટે કહેવાય છે કેમકે પાણિનિ ઋષિએ વ્યાકરણના સૂત્રો રચ્યા છે. ત્યારબાદ કેટલોક કાળ જતા કાત્યાયન (વરરુચિ) ઋષિને પાણિનિ વ્યાકરણના સૂત્રોમાં ક્યાંક પદાર્થોને વધુ ખુલાસા પૂર્વક રજૂ કરવા જેવા લાગ્યા, તો વળી કેટલેક ઠેકાણે કહેવાના બાકી રહી જતા પદાર્થો રજૂ કરવા જેવા લાગ્યા, જ્યારે ક્વચિત્ તેમને પાણિનિ ઋષિએ રજૂ કરેલાં પદાર્થો ભૂલભર્યા લાગવાથી તેમાં સુધારા કરવા જેવા લાગ્યા. માટે તેમણે પાણિનિ વ્યાકરણના ૧૨૪૫ સૂત્રો ઉપર ઉક્તચિંતાપ્રવર્તક, અનુતચિંતાપ્રવર્તક અને દુરુક્તચિંતાપ્રવર્તક આમ ત્રણ પ્રકારના વાર્તિકોની^) રચના કરી છે. વળી પાછા કાળક્રમે પતંજલિ ઋષિએ પાણિનિ વ્યાકરણના ૧૭૧૩ સૂત્રો ઉપર ભાષ્ય) કે જે વ્યાકરણ મહાભાષ્યના નામે ઓળખાય છે તેની રચના કરી છે. આમ ત્રણે મુનિઓના પ્રયાસને લઇને પાણિનિ વ્યાકરણ નિષ્કલંક પ્રાયઃ બન્યું છે, માટે તે ત્રિમુનિ વ્યાકરણ છે. પરંતુ પાણિનિ પછીના આ બન્ને ઋષિઓના ધ્યાનમાં પણ કેટલીક ક્ષતિઓ નહીં આવી હોય અને વળી ક્યાંક આવી પણ હશે તો તેમાં ધરખમ ફેરફાર કરવો પડે વિગેરે કારણે તેમાં સુધારો નહીં કર્યો હોય માટે પાણિનિ વ્યાકરણમાં અવ્, હૅત્ આદિ સંજ્ઞાઓનો સ્વીકાર વિગેરે કેટલીક ક્ષતિઓ રહી જવા પામી હશે. આમ શ્રી સિદ્ધહેમ વ્યાકરણ એક પરિપૂર્ણ અને લાઘવયુક્ત વ્યાકરણ છે. જ્યારે પાણિનિ આદિ વ્યાકરણોમાં કાં તો ઠેકઠેકાણે ગૌરવ અથવા પરિપૂર્ણતાનો અભાવ જોવા મળે છે.
અહીં પ્રસંગવશ કેટલાક વિદ્વાનોએ શ્રી સિદ્ધહેમ વ્યાકરણમાં જે ગૌરવ આદિ દોષ બતાવવાના પ્રયાસ કર્યાં છે તે અંગે થોડી સમીક્ષા કરી લઇએ. સૌ પ્રથમ તો અધ્યાપક શ્રી વસંતભાઇ મનુભાઈ ભટ્ટ કે જેઓ હાલ અમદાવાદ ખાતે ગુજરાત યુનિવર્સિટીમાં વ્યાકરણના અધ્યાપનનું કાર્ય બજાવે છે તેમણે પોતાનાં પાણિનીય વ્યાકરણ વિમર્શ નામના લેખસંપુટાત્મક પુસ્તકમાં ‘વૈયાકરણ હેમચંદ્રાચાર્ય” શીર્ષક હેઠળ એક લેખ લખ્યો છે. તેમાં તેમણે સિદ્ધહેમ વ્યાકરણની રચનામાં કલિકાલસર્વજ્ઞશ્રીની ખૂબીઓ ભેગી કેટલીક ખામીઓ પણ બતાવવાનો પ્રયત્ન કર્યો છે તે કેટલો અયુકત છે એ વિચારીએ. તેમાં સૌ પ્રથમ તેમણે જે ખામી બતાવી છે તે અક્ષરશઃ આ પ્રમાણે છે. -
(A) उक्तानुक्तदुरुक्तानां चिन्ता यत्र प्रवर्तते । तं ग्रन्थं वार्तिकं प्राहुर्वार्तिकज्ञा मनीषिणः । । (B) सूत्रार्थो वर्ण्यते यत्र वाक्यैः सूत्रानुसारिभिः । स्वपदानि च वर्ण्यन्ते भाष्यं भाष्यविदो विदुः । ।