________________
શંકા:- જાતિનો નિર્દેશ કરવાથી વર્ણસમાસ્નાયમાં વર્ગોનું સમગ્ર કુળ ગ્રહણ થાય. તેથી ભેગા સંવૃત્ત વિગેરે દોષયુક્ત વર્ગોના ગ્રહણનો પણ પ્રસંગ આવે. તેથી વર્ણસમાપ્નાયમાં સંવૃત્ત વિગેરેનો પ્રતિષેધ કરવો જોઇએ. આ સંવૃત્ત વિગેરે કયા છે તે જાણી લઇએ. સંવૃત્ત, કલ, બાત, એણીકૃત, અંબકૃત, અર્ધક, ગ્રસ્ત, નિરસ્ત, પ્રગીત, ઉપગીત, ક્વિણ, રોમશ, અવલંબિત, નિર્વત, સંદષ્ટ, વિકીર્ણ વિગેરે, તેમાં (i) સંવૃત્ત - ગળાને સંકુચિત કરીને ઉચ્ચારણ કરવું તેને સંવૃત્ત પ્રયત્ન કહેવાય. મેં તો સ્વાભાવિક રીતે સંવૃત્ત પ્રયત્નવાળો જ છે, પણ મા) વિગેરે તેવા ન હોવાથી જો તેઓ સંવૃત્ત પ્રયત્નપૂર્વક બોલાય તો દોષ આવે. (ii) કલ-પોતાના સ્થાન સિવાયના અન્ય સ્થાન થકી ઉત્પન્ન થયેલા વર્ણને કલદોષથીયુકત કહેવાય. તે કાલિકા સ્વરૂપે પ્રસિદ્ધ છે. (iii) બાત - વધુ પડતા શ્વાસને કારણે હ્રસ્વવર્ણ પણ દીર્ધ જેવો સંભળાય તો તે માત દોષથી યુક્ત કહેવાય. (iv) |ીકૃત – અવિશિષ્ટ (= સંદિગ્ધ) અર્થાત્ ઉચ્ચારેલો વર્ણ ગો કાર છે કે ગો કાર ; આમ જ્યાં સંદેહ રહેતો હોય ત્યાં એણીકૃત દોષ આવે. (v) અંબકૃત - જે વર્ણ વ્યક્ત હોવા છતાં પણ જાણે મુખમાં રહેલો હોય તેમ સંભળાય તો અંબકૃત દોષ આવે. (vi) અર્ધક – દીધું હોવા છતાં જો વર્ણ હ્રસ્વ જેવો સંભળાય તો અર્ધક દોષ આવે. (vi) ગ્રસ્ત - જીભના મૂળ સ્થાનમાં રોકાયેલા શબ્દને ગ્રસ્ત દોષયુકત કહેવાય. કેટલાકના મતે ગ્રસ્ત એટલે અવ્યકત શબ્દ. દા.ત. મોઢામાં પાન રાખી બોલાતા શબ્દો. (viii) નિરસ્ત - નિપુર (= કઠોર) ઉચ્ચારણવાળા શબ્દો નિરસ્ત દોષવાળા કહેવાય. કેટલાક શીઘ ઉચ્ચારાયેલા શબ્દોને નિરસ્ત દોષવાળા ગણાવે છે. (ix) પ્રગીત - સામની જેમ ગાઈને બોલાયેલા વર્ષો પ્રગીત દોષવાળા કહેવાય. (1) ઉપગીત - સમીપસ્થ વર્ણાન્તરથી જાણે અનુરક્ત એવું ઉચ્ચારણ ઉપગીત દોષવાળું કહેવાય. (xi) ક્વિણ - કંપપૂર્વક ઉચ્ચારાયેલા વર્ગો ક્વિણ દોષવાળા કહેવાય. (ii) રોમશ- ગંભીર (ગહેરા) ઉચ્ચારણને રોમદોષયુક્ત કહેવાય. (xiii) અવિલંબિત – અન્યવર્ણથી મિશ્રિત ઉચ્ચારણને અવિલંબિત દોષવાળું કહેવાય. (xiv) નિહંત - રુક્ષ શબ્દોનાં ઉચ્ચારણને અથવા ધક્કો આપવા પૂર્વક શબ્દોના ઉચ્ચારણને નિહંત દોષયુકત કહેવાય. (xy) સંદષ્ટ - લાંબા સૂરમાં ઉચ્ચારેલો વર્ણ સંદષ્ટ દોષવાળો ગણાય. (xvi) વિકીર્ણ - નજીકના બીજા વર્ષમાં ફેલાયેલો વર્ણ ઉચ્ચારવામાં વિકીર્ણ દોષ આવે. કેટલાકના મતે એક હોવા છતાં અનેક સમાન પ્રતીત થવાવાળા વર્ણને વિકીર્ણ દોષવાળો કહેવાય.
આમ સ્વરોના અશક્તિ અને પ્રમાદને લઈને થતા અનંતા દોષ છે.
સમાધાન - વર્ણસમાસ્નાયમાં સંવૃત્ત વિગેરે દોષવાળા વર્ગોનો (= સ્વરોનો) પ્રતિષેધ કરવો જરૂરી નથી. કેમકે આ દોષવાળા વર્ગોનું સાધુશબ્દોમાં ક્યાંય કથન નથી. કેમકે લોકમાં એકલા અટૂલા વર્ગોનો પ્રયોગ (A) બુ. ન્યાસમાં વાલીન...' પંકિત છે, પરંતુ ‘મારવીનાં....' પંક્તિ હોવી જોઇએ, કેમકે મને લઈને જ દોષ
બતાવી શકાય છે તો સુધી લાંબા થવાનું કોઈ કારણ જણાતું નથી.