________________
૬૬
શ્રીસિદ્ધહેમચન્દ્રશબ્દાનુશાસનું
ભેદ પડતો હોવાથી ભિન્ન (ઓછા વધતા) કાળવાળા વર્ણો ઉત્પન્ન થાય છે, જ્યારે માર્ગ તો વ્યવસ્થિત છે. અર્થાત્ તેને ચાલનાર વ્યક્તિની ક્રિયાથી ઓળખી શકાય પણ ઉત્પન્ન ન કરી શકાય. આથી માર્ગની વૃદ્ધિ કે હ્રાસ ન થતા હોવાથી પ્રયત્નજન્ય વૃદ્ધિ-હ્રાસવાળા વર્ગો માટે તેનું દૃષ્ટાંત આપવું ઉચિત નથી. આશય એ છે કે વર્ણોની ઉત્પત્તિ પ્રત્યે ઉચ્ચારણની પ્રવૃત્તિ કારણ બનતી હોવાથી તેટલા તેટલા ચોક્કસ કાળ સુધી ઉચ્ચારણ પ્રવૃત્તિ કરવાથી જેમ હ્રસ્વ, દીર્ઘ અને પ્લુત વર્ગોની ઉત્પત્તિ થાય છે, તેમ નિયત કાળવાળા દ્રુત વિગેરે વર્ણોની ઉત્પત્તિ પણ થાય છે. તેથી તેમને વર્ણસમાસ્નાયમાં સમાવી સ્વરસંશા કરવી જરૂરી છે.
સમાધાન ઃ- અમે પૂર્વે કહ્યું તો ખરું કે જાતિપક્ષનો આશ્રય કરવાથી દોષ નહીં આવે. વર્ણસમાસ્નાયમાં બતાવેલ ઝૂ વિગેરે વર્ણોમાં વર્તતી સત્વ વિગેરે જાતિઓ દ્ભુત, મધ્યમા અને વિલંબિતાવૃત્તિને પામેલા ઞ વિગેરે વર્ણોમાં પણ રહે છે, તેથી અ વિગેરે વર્ષોથી વર્ણસમાસ્નાયમાં તેમનો પણ સંગ્રહ થઇ તેમને સ્વરસંજ્ઞા થઇ જશે.
[અહીં ‘જાતિપક્ષનો આશ્રય કર્યો હોવાથી કેવળ ઍ વિગેરે હ્રસ્વવર્ષોથી વર્ણસમાસ્નાયમાં દીર્ઘાદિ વર્ણોનો પણ સમાવેશ થઇ જાય છે, તેથી તેમનો પૃથક્ નિર્દેશ કરવો જરૂરી નથી.’ આવી વાત ન કરવી. કેમકે વર્ણ સમાસ્નાયમાં તેમનો નિર્દેશ ‘જ્ઞાતિવ્યન્તિ મ્યાં હૈં શાસ્ત્ર પ્રવર્તતે^) ’આ વાતનું જ્ઞાપન કરવા માટે હોવાથી સાર્થક છે.]
શંકા ઃ- જો તમે જાતિપક્ષનો આશ્રય કરો છો તે અત્વ વિગેરે જાતિને લઇને ઞ વિગેરે હ્રસ્વ વર્ગો પણ સંગૃહીત થઇ જાય છે. તેથી શા માટે વર્ણસમાસ્નાયમાં – વિગેરે એકેય વર્ણ બતાવવો જ પડે? છતાં જો તમે બતાવો છો તો તેમના ઉપાદાનના સામર્થ્યથી અન્ય વર્ગોનો વર્ણસમાસ્નાયમાં સમાવેશ કરવો શક્ય નહીં બને.
સમાધાન ઃ– જાતિની પ્રધાનતાની વિવક્ષા હોવા છતાં (= જાતિપક્ષનો આશ્રય કરવા છતાં) જાતિ એ વ્યક્તિને નાન્તરીયક છે. ઍ વિગેરે હ્રસ્વ વર્ણ વ્યક્તિઓનું ઉપાદાન કર્યા વિના તેમાં વર્તતી જાતિનું કથન કરવું અશક્ય છે. માટે વર્ણ સમાસ્નાયમાં ઍ વિગેરે હ્રસ્વ વર્ણો બતાવવા આવશ્યક છે. તેથી વર્ણ સમાસ્નાયમાં ઉપાત્ત (= ગૌણપણે બતાવાયેલ) પણ ૬ વિગેરે હ્રસ્વવર્ણ વ્યક્તિવિશેષો મુખ્યપણે વિવક્ષાતા નથી. આમ તેમના ઉપાદાનના સામર્થ્યથી અન્ય વર્ગોનો વર્ણસમાસ્નાયમાં સમાવેશ નહીં થાય તેવું નહીં બને. ટૂંકમાં વાત એટલી છે કે જાતિપક્ષે જો અહ્વાતિ જાતિનું કથન થાય તો તેના દ્વારા જાતિના આશ્રય સર્વ વર્ણ વ્યક્તિનું ગ્રહણ થઇ શકે. હવે કોઇ એકાદ વર્ણવ્યક્તિનું કથન કર્યા વિના તદાશ્રિત જાતિનું કથન કરવું શક્ય ન બને. માટે વર્ણ સમાસ્નાયમાં અ વિગેરે હ્રસ્વ વર્ણોનો ઉપદેશ અન્ય ક્રુતાદિ વર્ણોને બાકાત કરવા માટે નથી પણ ગૌણપણે જાતિના ગ્રાહક રૂપે છે. – વિગેરે હ્રસ્વ વર્ણોનો ઉપદેશ જો મુખ્યપણે કર્યો હોત તો તેઓ ઉપાદાનના સામર્થ્યથી અન્ય વ્રુતાદિ વર્ણોને વર્ણસમાસ્નાયમાંથી બાકાત કરી દેત.
(A) જાતિની જેમ વ્યક્તિને પણ આશ્રયી શાસ્ત્ર પ્રવર્તે છે.