________________
૬૮
શ્રીસિદ્ધહેમચન્દ્રશબ્દાનુશાસને થતો નથી. તેમજ ધાતુ, વિકાર, આગમ અને પ્રત્યયોનો દોષરહિત શુદ્ધપાઠ કરવામાં આવ્યો હોવાથી તેમનામાં વર્તતા વર્ણોમાં પણ કોઇ દોષ આવતો નથી. વળી જે ડિલ્થ વિગેરે અગ્રહણ રૂપ (વ્યાકરણના સૂત્રો કે ગણપાઠ વિગેરેમાં ગ્રહણ ન કરેલા) યદચ્છા શબ્દો કે જે ઉણાદિ અને પૃષોદરાદિ ગણમાં સમાવેશ પામે છે, તે શબ્દો પણ શિષ્ટપુરુષો દ્વારા પ્રયોગ કરાયા હોવાથી તેમનામાં સાધુતાનું (દોષરહિતતાનું) જ્ઞાન થવાથી સઘળાય સાધુ શબ્દોનો અહીં સંગ્રહ થઇ ચૂક્યો. આ સાધુ શબ્દોમાં ક્યાંય કલ, એણીકૃત વિગેરે ઉપરોકત દોષોનો ઉપદેશ (કથન) નથી. આથી આવા દોષ સહિત વર્ગોનો સાધુશબ્દોમાં અવકાશ ન હોવાથી સાધુશબ્દોની નિષ્પત્તિને દર્શાવતા વ્યાકરણમાં દર્શાવેલા વર્ણ સમાસ્નાયમાં આવા દોષવાળા વર્ણોનો પ્રતિષેધ કરવો જરૂરી નથી. કહ્યું છે કે –
‘આગમ, વિકાર, ધાતુ સહિત પ્રત્યયો (ધાતુઓ અને પ્રત્યયો) સાક્ષાત્ (કલ વિગેરે દોષ રહિત શુદ્ધ) ઉચ્ચારવામાં આવે છે, તેથી તેમાં કલ વિગેરે દોષ આવતા નથી.’
(8) આ સૂત્રમાં આગળથી સંજ્ઞાનો અધિકાર ચાલી આવતો નથી, છતાં આ સંજ્ઞાસૂત્ર છે. જેમાં ૬ થી ઓ સુધીના વર્ણો સંજ્ઞી છે અને સ્વર એ સંજ્ઞા છે.
શંકા :- ૬ થી ઓ સુધીના વર્ણો સંજ્ઞી છે અને સ્વર એ સંજ્ઞા છે તે ખબર શી રીતે પડે ?
સમાધાન :- કોઇ પણ સૂત્રમાં સંજ્ઞીનો પૂર્વમાં પ્રયોગ થાય ને સંજ્ઞાનો પરમાં પ્રયોગ થાય. સંશી હંમેશા પ્રસિદ્ધ હોય અને સંજ્ઞા અપ્રસિદ્ધ હોય. જેમકે લોકમાં પ્રસિદ્ધ એવા અમુક પિંડ (= વસ્તુ કે વ્યક્તિ) ને ઉદ્દેશીને ‘આ તેનું નામ છે’ એમ અપ્રસિદ્ધ નામ પ્રગટ કરવામાં આવે છે. સંશી સાકાર હોય અને સંજ્ઞા નિરાકાર હોય. વળી સંજ્ઞા વારંવાર આવર્તન પામે. પ્રસ્તુતમાં એકવાર મૈં થી અે સુધીના વર્ણોની સ્વર સંજ્ઞા પડી ગઇ, પછી તે ‘વવિસ્વ સ્વરે૦ ૧.૨.૨’, ‘સ્વરેમ્યઃ ૧.રૂ.રૂ૦', ‘હ્રવર્ત સ્વરસ્ય૦ ૧.રૂ.રૂo'વિગેરે અનેક સૂત્રોમાં આવર્તન પામે છે. વળી જ્ઞ થી ઔ સુધીના વર્ણો સૂત્રમાં ‘ઓવન્તાઃ’એમ પૂર્વપ્રયુક્ત, લોકમાં પ્રસિદ્ધ અને સાકાર છે, માટે તેઓ સંશી ગણાય. જ્યારે સ્વર એ સૂત્રમાં સ્વાઃ એમ પરપ્રયુકત, અપ્રસિદ્ધ અને નિરાકાર હોવાથી તે સંજ્ઞા ગણાય.
સૂત્રનિર્દિષ્ટ સ્વર શબ્દ આ પ્રમાણે બન્યો છે. સ્વયં રાખત્તે (શોમો ત્યર્થ:) 'વચિત્ ૧.૨.૭' સૂત્ર થી ૬ (૩) પ્રત્યય, 'હિત્યન્યસ્વરાવેઃ ૨.૬.૪' સૂત્રથી રત્ ના અંત્ય સ્વરાદિનો લોપ થવાથી સ્વયં + ર્ + અ થશે. હવે ‘વૃષોવરાવય: રૂ.૧.પ ' સૂત્રથી સ્વયં ના સ્વનું જ ગ્રહણ થવાથી સ્વ + ર્ + અ = સ્વર શબ્દ બનશે. સ્વર એટલે સ્વયં શોભનારા. અ વગેરે વર્ણો એકાકી હોય તો પણ પોતાનો અર્થ પ્રતિપાદન કરવામાં સમર્થ હોય છે, સ્વયં અર્થથી શોભનારા હોય છે. તેથી સ્વર એ સાન્વર્થસંજ્ઞા છે.