________________
શ્રીસિદ્ધહેમચન્દ્રશબ્દાનુશાસનું
(d) વિશેષણ-વિશેષ્યભાવ → ‘વસ્તુ એકાંતે સત્ જ હોય’ એવો એકાંતવાદ સ્વીકારો તો વિશેષણવિશેષ્યભાવના અભાવનો પ્રસંગ આવે. તે આ રીતે – વિશેષણ કરતા વિશેષ્ય કથંચિત્ અર્થાન્તર (અન્યપદાર્થ) રૂપ હોય છે. વસ્તુ સવેવ ; અહીં અસ્તિત્વ (સત્તા) વિશેષણ છે અને વસ્તુ વિશેષ્ય છે.
-
૩૨
હવે વસ્તુ શું અસ્તિત્વ પદાર્થ જ છે કે અસ્તિત્વ થી અન્ય પદાર્થ છે ? (i) વસ્તુ એ અસ્તિત્વ પદાર્થ જ માનશો તો વસ્તુ એ અસ્તિત્વ નું વિશેષ્ય નહીં બની શકે. કારણ કે પોતે જ પોતાનું વિશેષ્ય ક્યારેય ન બને. હવે વસ્તુ વિશેષ્ય ન બને તો અસ્તિત્વ તેનું વિશેષણ પણ ન બની શકે. કેમકે વિશેષણ તેને કહેવાય કે જે વિશેષ્યને વિશેષિત કરે. (ii) ‘વસ્તુ એ અસ્તિત્વ પદાર્થથી અન્ય જ છે' એવું માનશો તો વસ્તુ સિવાયના જે કોઇ છે, તે બધા જ અન્યત્યેન અવિશેષ (સમાન) હોવાથી તે બધા વસ્તુ ના વિશેષણ થવાનો પ્રસંગ આવશે. તેથી અસ્તિત્વ ની જેમ નાસ્તિત્વ વિગેરે પણ વસ્તુ નું વિશેષણ બનશે. તેથી વસ્તુ સવેવ એવું નહીં કહી શકો.
શંકા ઃવસ્તુ માં અસ્તિત્વ પદાર્થ (નાસ્તિત્વ નહીં) સમવાય સંબંધથી રહેલો હોવાથી તે બન્નેનો જ વિશેષણ-વિશેષ્યભાવ પ્રતિનિયત છે, બીજાનો નહીં. હવે ક્યાં આપત્તિ ઊભી રહી ?
સમાધાનઃ- • વસ્તુ એ સમવાય પદાર્થ જ છે કે સમવાય થી અન્ય છે ? જો ‘અન્ય જ છે’ એવું માનશો તો અન્યત્યેન અવિશેષ હોવાથી સમવાય કે તે સિવાયના બધા જ સંબંધો વસ્તુના સંબંધરૂપ બનશે. આમ ફરી આપત્તિ આવશે. ફરી તમે વસ્તુ અને સમવાય ને જોડનાર કોઇ નવો સંબંધ માનશો તો પાછો પ્રશ્ન આવશે કે તે નવો સંબંધ વસ્તુથી અન્ય કે વસ્તુરૂપ ? આમ અનવસ્થા દોષ આવશે. આ રીતે એકાતે ભેદ કે એકાતે અભેદ માનવામાં વિશેષણવિશેષ્યભાવ ઘટતો ન હોવાથી ઇચ્છા હોય કે ન હોય ભેદાભેદ સ્વરૂપ સ્યાદ્વાદ માન્યા વિના ચાલે એવું નથી.
ત્યેવ... વિશેષ્યમાવાયઃ પંક્તિ સ્થળે જે આદિ શબ્દ લખ્યો છે તેનાથી ‘સ્વ’ સંજ્ઞા, સ્થાનીઆદેશભાવ, નિમિત્ત-નિમિત્તિભાવ, પ્રકૃતિ-વિકારભાવ વિગેરે સ્થળો લેવા. જેમકે ઝ અને આ પરસ્પર સ્વસંશક છે. જો જ્ઞ અને આ વચ્ચે એકાંતે સાધર્મ્સ (સમાન ધર્મવત્વ) સ્વીકારવામાં આવે તો અસ્તિત્વ ધર્મની જેમ બીજા બધા ધર્મોના પણ સાધર્મ્સને લઇને જ્ઞ અને આ ભિન્ન ન રહેતા એકરૂપ માનવાની આપત્તિ આવશે. હવે જો જ્ઞ અને આ વચ્ચે એકાંતે વૈધર્મ (વિરુદ્ધ ધર્મવત્ત્વ) સ્વીકારીએ તો ૬ માં હ્રસ્વત્વ છે, આ માં દીર્ઘત્વ છે, કો’કમાં અસ્તિત્ત્વ છે, કો’કમાં નાસ્તિત્ત્વ છે, તો વળી કો’કમાં બીજો કોઇક ધર્મ રહેતા એ વર્ણો કોઇ કોઇને તુલ્ય નહીં થઇ શકે. તેથી ‘સ્વ’સંજ્ઞા નહીં થાય.
જો સ્યાદ્વાદને આશ્રયી વસ્તુમાં અમુક અપેક્ષાએ સાધર્મ્સ અને અમુક અપેક્ષાએ વૈધર્મ સ્વીકારીએ તો હ્રસ્વ અને દીર્ઘ વર્ણો વચ્ચે એક માત્રા અને બે માત્રા જેટલા કાળભેદને લઇને વૈધર્મી હોવા છતાં સ્થાન અને આસ્ય પ્રયત્નની તુલ્યતાને લઇને તેમનામાં સાધર્મ્સ પણ પ્રાપ્ત થવાથી ‘સ્વ’સંજ્ઞાનો વ્યવહાર થઇ શકે છે.