________________
૩૩
(5) આ ગ્રંથ શબ્દાનુશાસન છે. કેટલાક દર્શનકારો શબ્દને એકાંતે નિત્ય માને છે, જ્યારે બીજા કેટલાક એકાંતે અનિત્ય માને છે, તો કેટલાક વળી નિત્યાનિત્ય માને છે. આ પૈકી એકાંતે નિત્યપક્ષ કે એકાંતે અનિત્યપક્ષનો જો શબ્દાનુશાસનમાં આશ્રય કરવામાં આવે તો આ ગ્રંથ સર્વ સભાને ઉપકારક ન બને. શબ્દાનુશાસન તો સર્વપાર્ષદ શાસ્ત્ર^) (સર્વલોકો માટેનું શાસ્ત્ર) છે, તેથી સકલ લોકને માન્ય બને તે ખાતર સકલ દર્શનોના(B) સમૂહ સ્વરૂપ સ્યાદ્દાદનો આશ્રય કરવો એ અતિરમણીય છે, જેથી સ્તુતિમાં અમે કહ્યું છે કે –
૧.૨.૨
अन्योऽन्यपक्षप्रतिपक्षभावाद् यथा परे मत्सरिणः प्रवादाः । नयानशेषानविशेषमिच्छन् न पक्षपाती समयस्तथा ते । ।
(અન્યયોગ વ્યવચ્છેદ દ્વાત્રિંશિકા - શ્લોક ૩૦)
શ્લોકનો અવયવાર્થ :- અોડT : પરસ્પર. પક્ષ : સાધ્યધર્મથી વિશિષ્ટ ધર્મીને પક્ષ કહેવાય. જેમકે (બૌદ્ધ માટે) ‘રાન્દ્રોઽનિત્ય:' સ્થળે અનિત્યત્વ સાધ્યધર્મથી વિશિષ્ટ શ— પક્ષ છે. પ્રતિપક્ષ : પ્રતિકૂળ પક્ષને પ્રતિપક્ષ કહેવાય. ‘શબ્દો નિત્ય: ’ સ્થલીય અનિત્યત્વ ને વિરૂદ્ધ નિત્યત્વ ધર્મથી વિશિષ્ટ રાજ્ પક્ષને (બૌદ્ધ માટે) પ્રતિપક્ષ કહેવાય.
પક્ષ-પ્રતિપક્ષમાવાત્ : શબ્દાત્મક એક જ ધર્મીમાં પરસ્પર વિરૂદ્ધ નિત્યત્વ અને અનિત્યત્વ ધર્મોને સ્થાપવા તેને પક્ષ-પ્રતિપક્ષભાવ કહેવાય. પરે : આપના (પ્રભુના) શાસનથી બીજા. મત્સરિળઃ : મત્સર એટલે અસહિષ્ણુતા. મત્વર્થીય પ્રત્યય ‘અતિશય’ અર્થમાં થયો હોવાથી અતિશય મત્સરવાળા એટલે મન્સુરી. પ્રવાવાઃ : દર્શનો. નવાનશેષાવિશેષમિચ્છન્ : નૈગમાદિ સમસ્ત નયોને સમાનપણે સ્વીકારતા. (શ્લોકનો આ અંશ હેતુવાચક છે.) પક્ષપાતી : રાગ નિમિત્તે વસ્તુને એકાંતે સ્વીકારવો તે પક્ષ. આવા પક્ષનો જે નાશ કરે તે પક્ષપાતી. ન સમયસ્તથા તે : એવું મત્સરી તારૂં શાસન નથી. જેના દ્વારા શબ્દ સમ્યગ્ અર્થને પામે તેને સમય કહેવાય. સમય એટલે સિદ્ધાન્ત. અથવા જેમાં જીવાદિ તત્ત્વો પોતાના સ્વરૂપને વિશે સારી રીતે પ્રતિષ્ઠાને પામે અર્થાત્ જેમાં જીવાદિ તત્ત્વો યથાર્થ સ્વરૂપે બતાવ્યા હોય તે સમય. સમય એટલે આગમ.
(A) જે આપમેળે વ્યવસ્થિત એવા વસ્તુતત્ત્વનું પાલન કરે એને પર્ણર્ કહેવાય અને પતિ સાધુઃ અર્થમાં ‘૭.૨.૨૮’ સૂત્રથી ઞ (T) પ્રત્યય લાગી બનેલાં પાર્થવ શબ્દનો ‘સાધારણ’ અર્થ થાય છે. અથવા પાર્ષદ્ શબ્દ ‘પરિચારક’ નો વાચક છે. પરિચારક જેમ સર્વસભાને સાધારણ હોય તેમ શબ્દાનુશાસન પણ સર્વપાર્ષદ હોવાથી તે સર્વસાધારણ છે આ અર્થ પ્રાપ્ત થશે. વળી, ‘તંત્ર સાયો ૭.૬.૮' સૂત્રની પૃ. વૃત્તિમાં સાધુ ના યોય્:, રાત: અને ૩પાર: આ ત્રણ અર્થો બતાવ્યા છે. તેથી ‘‘સર્વ સભાને ઉપકારક એવું શબ્દાનુશાસન હોવાથી’’ આવો પણ સર્વપાર્વવત્પાત્ શબ્દનો અર્થ થશે.
(B) જેના દ્વારા એક દૃષ્ટિકોણથી તત્ત્વ દેખાય તેને દર્શન કહેવાય. તેથી દર્શન એટલે નયો.